• Home
 • National
 • Winter session indian Parliament Union Cabinet meeting citizenship amendment bill

શિયાળુ સત્ર / ઘૂસણખોરો પર લગામ મૂકવા મોદી કેબિનેટની નાગરિકત્વ બિલને મંજૂરી આપી, મુસ્લિમ શરણાર્થીઓને ‘નો એન્ટ્રી’

Winter session indian Parliament Union Cabinet meeting citizenship amendment bill

 • આજે અથ‌વા કાલે સંસદમાં રજૂ થશે, 370, ટ્રિપલ તલાક જેવી ઉગ્ર ચર્ચા થશે
 • પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવતા બિનમુસ્લિમોને નાગરિકત્વ 
 • કોંગ્રેસ સહિત 6 પક્ષોએ કહ્યું કે તેમાં મુસ્લિમ સમુદાયને પણ સામેલ કરાય

Divyabhaskar.com

Dec 05, 2019, 03:19 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રિય કેબિનેટે બુધવારે નાગરિકતા સંશોધન બિલ-2019ને મંજૂરી આપી દીધી. તેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી)ને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ સરળ કરાયો છે. આ બિલ સરકાર ગુરુ કે શુક્રવારે સંસદમાં રજૂ કરી શકે છે. કેબિનેટમાં મંજૂરી પછી આસામના કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, એનઆરસીમાં સરકારે અનેકને અન્યાય કર્યો છે. 19 લાખ લોકો બહાર થઈ ગયા છે, જેમાં અનેક ભારતીય છે. હવે સરકાર આ બિલ થકી ગેરબંધારણીય રીતે બિન મુસ્લિમોને નાગરિક બનાવવા ઈચ્છે છે.

સંસદની અપડેટ્સ

સીતારામ યેચુરીએ વિરોધ કર્યો- સીપીઆઈએમ સીતારામ યેચુરીએ ટ્વિટર દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું છે કે, નાગરિકોના ધર્મના આધારે ભાગલા ના પાડવા જોઈએ. આ કારણથી જ આ બિલનું સમર્થન કરી શકાય એમ નથી. આ બિલ ભારતના આધારને તોડે છે. તેમણે કહ્યું છે કે, ભારતના નાગરિક માત્ર નાગરિક છે. તેમને ધર્મ અને જાતીવા આધારે ન વહેંચી શકાય.
સંસદમાં બિલનો વિરોધ કરશે કોંગ્રેસ- કેબિનેટ તરફથી નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળી ગઈ છે. પરંતુ સંસદમાં આ બિલ વિશે વિવાદ વધી શકે છે. કોંગ્રેસ નેતા શશિ થરુરનું કહેવું છે કે, તેઓ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરવાના છે. કારણકે નાગરિકતાને ધર્મના આધારે ન વહેંચી શકાય. કોંગ્રેસ સિવાય AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસી પણ આ બિલનો વિરોધ કરવાના છે.

સંસદમાં આજની કાર્યવાહી

 • ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં મોબ લિંચિંગની ઘટના વિશે વાત કહી હતી. કહ્યું હતું- આનો ઉકેલ લાવવા માટે કડક કાયદો બનાવવો જરૂરી છે.
 • વિપક્ષના વિરોધ વચ્ચે પણ સંસદમાં આ સપ્તાહમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
 • કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે લોકસભા અને રાજ્ય વિધાનસભામાં એસસી-એસટી આરક્ષણની મર્યાદાને 10 વર્ષ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
 • સપા સાસંદ જયા બચ્ચને અલાહાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે રાજ્યસભામાં નોટિસ આપી.
 • આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે વધતી ડુંગળીની કિંમત વિશે રાજ્યસભામાં કામકાજ રોકો પ્રસ્તાવ આપ્યો હતો.
 • એનસીપી સાંસદ વંદના ચૌહાણે રાજ્યસત્રામાં દરિયાના વધતા જળસ્તર વિશે મુદ્દો ઉભો કર્યો હતો.
 • તૃણમૂલ સાંસદ શાંતા છેત્રીએ રાજ્યસભામાં નોટિસ આપીને પશ્ચિમ બંગાળમાં બુલબુલ તોફાનથી થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે ફંડની માંગણી કરી હતી.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 5 બિલ પાસ થયા
કેન્દ્રીય કેબિનેટની બેઠક ખતમ થયા પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, આજે બેઠકમાં 5 બિલ પાસ થયા છે. તેમાં લોકસભા-વિધાનસભામાં SC-ST રિઝર્વેશનને 10 વર્ષ માટે વધારી દેવામાં આવ્યું છે. તે વાંરવાર વધારવામાં આવે છે, હવે આ મર્યાદા 2030 સુધી વધારવામાં આવી છે. 1. નાગરિકતા સંશોધન બિલ, 2. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 3. સંસદમાં SC-ST રિઝર્વેશન વધારવામાં આવ્યું. 4. JammuAndKashmir Reservation (Second Amendment) Bill, 2019 5. Umbrella bond exchange trade able fund

કેબિનેટ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ મંજૂર

સંસદના શિયાળુ સત્ર પહેલાં આજે સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક કરવામાં આવી હતી. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ (CAB)ને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની મંજૂરી મળ્યા પછી હવે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે નાગરિકતા બિલનો ઘણી વિપક્ષી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટી તરફથી તેમના દરેક સાંસદોને સંસદમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ છે કે, જો બિલને લોકસભામાં રજૂ કરવામાં આવશે તો તેના પર ચર્ચા પછી તુરંત વોટિંગ કરવામાં આવશે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ કાયદાને લાગુ કરવાનું વચન આપ્યું હતું. આમ, રાજકીય રીતે પણ આ બિલ ઘણું માનવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બેઠકમાં સાંસદોને કહ્યું હતું કે, અનુચ્છેદ 370ના બિલ પછી આ બિલ ખૂબ મહત્વનું છે. તેથી દરેક સાંસદોએ સંસદમાં હાજર રહેવું જરૂરી છે.

શું છે આ બિલમાં?


મોદી સરકાર નાગરિકતા બિલ 1955માં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નવા બિલ અંતર્ગત નાગરિકતા વિશે ઘણાં નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. જો આ બિલ પાસ થઈ જશે તો પડોશી દેશથી ભારતમાં આવી રહેતા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં સરળતા રહશે. જોકે આ નાગરિકતા હિન્દુ, જૈન, પારસી, બૌદ્ધ ધર્મના શરણાર્થીઓને આપવામાં આવશે.

કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટી આ મુદ્દે મોદી સરકારનો વિરોધ કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે, મોદી સરકાર બિલ દ્વારા ધર્મના આધારે ભાગલા પાડી રહ્યા છે. કેમકે નાગરિકતા બિલ માટે મુસ્લિમ શરણાર્થિયોને પણ આમા સામેલ કરવામાં આવ્યા નથી. તે ઉપરાંત નાગરિકતા આપવાનો આધારે 11 વર્ષથી ઘટાડીને 6 વર્ષ કરી દેવામાં આવ્યો છે.

બિલમાં સુધારાને લગતા કયા મુદ્દે વિવાદ છે?
જોગવાઈ: બિન મુસ્લિમોને 1 વર્ષમાં મળી જશે નાગરિકતા, મુસ્લિમોને ક્યારેય નહીં

 • બિલમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા મળવી સરળ.
 • હાલ કોઈ પણ વ્યક્તિએ નાગરિકત્વ માટે ભારતમાં 11 વર્ષ રહેવું જરૂરી છે, પરંતુ નવા વિધેયકમાં આ સમય મર્યાદા ઘટાડીને એકથી છ વર્ષની કરવામાં આવી છે.
 • બિન મુસ્લિમો દસ્તાવેજો વિના મળશે તો તેમને જેલ નહીં. ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા લોકો નાગરિકત્વને પાત્ર.
 • પાક., અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવતા બિનમુસ્લિમોને નાગરિકત્વ

વિરોધ: પૂર્વોત્તરના લોકોને બાંગ્લાદેશી હિન્દુઓની ચિંતા, પક્ષોને બંધારણની

 • કોંગ્રેસ, તૃણમૂલ, ડીએમકે, સપા, આરજેડી અને ડાબેરી પક્ષો બિલના વિરોધમાં. તેમનો તર્ક છે કે, આ બિલમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા છે.
 • આ બિલ સમાનતાની વાત કરતી બંધારણની કલમ 14નું ઉલ્લંઘન, શ્રીલંકા-નેપાળના મુસ્લિમોને પણ બિલમાં સામેલ કરો.
 • પૂર્વોત્તર રાજ્યોનું કહેવું છે કે, બાંગ્લાદેશથી મોટા પાયે આવેલા હિંદુઓને નાગરિકતા આપવાથી સ્થાનિકોના હક ઘટશે.

બીજો નિર્ણય: ડેટા સુરક્ષા બિલ પણ મંજૂર, ડેટા ચોરી માટે 15 કરોડ સુધી દંડ

 • હવે કંપનીઓએ મહત્ત્વનો ડેટા કે આંકડા ભારતમાં જ સ્ટોર કરવા પડશે. કેન્દ્રિય કેબિનેટે સામાન્ય લોકોની પ્રાઈવેસીને લગતું ડેટા સુરક્ષા બિલ 2019ને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ કાયદો તોડનારી કંપનીને રૂ. 15 કરોડ કે તેના વૈશ્વિક ટર્નઓવરના 4% સુધીના દંડની જોગવાઈ છે.
 • ડેટા ચોરીના નાના કેસમાં રૂ. પાંચ કરોડ કે વૈશ્વિક ટર્નઓવરના 2% સુધીના દંડનો પ્રસ્તાવ.
 • રાષ્ટ્રીય સુરક્ષા કે કોર્ટના આદેશ પછી ડેટા આપવો પડશે.

ત્રીજો નિર્ણય: માતા-પિતાના ગુજરાન માટે રૂ. 10 હજારથી વધુ રકમ મળશે.

 • કેબિનેટે માતા-પિતાના ગુજરાન સંબંધિત એક મહત્ત્વનું બિલ પણ પસાર કર્યું. તેમાં મહત્તમ રૂ. 10 હજાર માસિક ભથ્થાની મર્યાદા હટાવાઈ છે. સરકાર ઈચ્છે છે કે, વૃદ્ધોને બાળકોની આર્થિક આવકના આધારે માસિક ખર્ચ મળવો જોઈએ.
 • બિલમાં દરેક પોલીસ સ્ટેશનમાં વૃદ્ધો માટે નોડલ ઓફિસર અને જિલ્લા સ્તરે ખાસ કેન્દ્રની રચનાની પણ જોગવાઈ.
 • વૃદ્ધોની દેખભાળ માટે ઘરોમાં લઘુતમ માપદંડ લાગુ કરવા પડશે. તે માપદંડો વિશે હજુ કશું જણાવાયું નથી.

અત્યાર સુધી શું થયું?
નાગરિકત્વ બિલ જાન્યુઆરી 2019ના રોજ લોકસભામાં પસાર થયું, પરંતુ રાજ્યસભામાં રજૂ ના થઈ શક્યું. નિયમ પ્રમાણે, સરકારના બીજા કાર્યકાળમાં તેને ફરીથી કેબિનેટથી પસાર કરીને સંસદમાં લાવવું અનિવાર્ય છે.

X
Winter session indian Parliament Union Cabinet meeting citizenship amendment bill

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી