ભાજપ / હરિયાણા-મહારાષ્ટ્ર માટે ઉમેદવારો પર આજે નિર્ણય સંભવ, ઉત્તરાખંડમાં 40 સભ્યોને પાર્ટીમાંથી હાંકી કઢાયા

પાર્ટી મિટીંગમાં PM મોદી અને અમિત શાહ
પાર્ટી મિટીંગમાં PM મોદી અને અમિત શાહ

  • બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા મોજૂદ
  • મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સીટની વહેંચણીના મુદ્દે નિર્ણય થઇ શકે છે

Divyabhaskar.com

Sep 29, 2019, 08:36 PM IST

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીની ઉપસ્થિતિમાં રવિવારે ભાજપના હેડક્વાર્ટરમાં અગત્યની બેઠક શરુ થઇ ગઇ છે. આ બેઠકમાં ગૃહમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડી અને અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો પર નિર્ણય કરવામાં આવશે.ભાજપે રવિવારે ઉત્તરાખંડમાં પાર્ટી વિરોધી કાર્યવાહીમાં સામેલ થવા બદલ 40 સભ્યોને પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા હતા.
પાર્ટીમાંથી બહાર કઢાયેલા સભ્યોની યાદી


મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના વોટિંગ

રિપોર્ટ્સ પ્રમાણે આ બેઠકમાં એ નક્કી કરવામાં આવશે કે મહારાષ્ટ્રમારં ભાજપ શિવસેના કરતા વધારે સીટો પર ચૂંટણી લડશે કે ઓછી સીટો પર. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના વિધાનસભા ચૂંટણી થવાની છે અને પરિણામ 24 ઓક્ટોબરના જાહેર થશે. ઉમેદવારોના નામાંકનની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ અગત્યની જાહેરાત થશે, તેમાં મહારાષ્ટ્રનું શીટ શેરીંગ પણ સામેલ છે.

શિવસૈનિક બને મહારાષ્ટ્રના સીએમ
શિવસેના અધ્યક્ષ ઉદ્દવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસૈનિકને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને આ વાયદો તેમણે તેમના પિતા બાલ ઠાકરેને કર્યો હતો જેને હું પુરો કરીશ. શિવસેના આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવના પૂત્ર આદિત્યને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરી રહી છે.

ભાજપ ફડણવીસને સીએમ બનાવવા માંગે છે
ભાજપ ઇચ્છે છે કે વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ શિવસેના અને ભાજપના ગઠબંધન તરફથી મુખ્યમંત્રી રહે. રિપોર્ટ્સ પ્રમાણે ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે પાર્ટી મહારાષ્ટ્રમાં મોટા ભાઇની તેની પોઝિશન બનાવી રાખવા ઇચ્છશે. પાર્ટી 150-155 સીટ પર ચૂંટણી લડશે અને મુખ્યમંત્રી ભાજપનો જ હશે.

X
પાર્ટી મિટીંગમાં PM મોદી અને અમિત શાહપાર્ટી મિટીંગમાં PM મોદી અને અમિત શાહ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી