CAA-NRC વિરોધ / મોદીનું નામ લીધા વગર અય્યરે કહ્યું- હવે જુઓ કોના હાથ મજબૂત છે, આપણા કે એ ખૂનીના

દિલ્હીના શાહીન બાગના દેખાવમાં પહોંચ્યા મણિશંકર અય્યર

  • નાગરિકતા સંશોધન કાયદા અને NRC વિરુદ્ધ ચાલી રહેલા દેખાવમાં સામેલ થયા મણિશંકર અય્યર 
  • અય્યરે કહ્યું- ભાજપે કહ્યું હતું સૌનો સાથ,સૌનો વિકાસ કરીશું, પણ સૌનો સાથ, સૌનો વિનાશ કર્યો 

Divyabhaskar.com

Jan 15, 2020, 03:09 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર મંગળવારે દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં CAA અને NRC અંગે પ્રદર્શનમાં સામેલ થયા હતા. અય્યરે કહ્યું કે, હું વ્યક્તિગત રીતે બધુ કરવા માટે તૈયાર છું. જે પણ બલિદાન આપવાનું હોય, તેના માટે પણ તૈયાર છું. હવે જોઈએ કોણા હાથ મજબૂત છે, આપણા કે એ ખૂનીના?

અય્યરે વધુમાં કહ્યું કે,‘ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી, તેમણે કહ્યું હતું કે, અમે સૌનો સાથ, સૌનો વિકાસ કરીશું, પણ શું એ લોકો આવું કર્યું. તેમણે સૌનો સાથ, સૌનો વિનાશ કર્યો. તમે જ એમને વડાપ્રધાન બન્યા, તમે જ તેમને સિંહાસન પરથી ઉતારી શકશો.’

અય્યરનું વિવાદાસ્પદ નિવેદન
ગત વર્ષે 14 મેના રોજ અય્યરે પત્રકારને મુક્કો બતાવતા કહ્યું કે, હું તને મારી નાંખીશ. અય્યરે મે 2017માં મોદીને ‘નીચ વ્યક્તિ ’જાહેર કર્યા હતા. પત્રકારના સવાલ અંગે અય્યરે કહ્યું કે, ‘ભારતમાં એક જ વ્યક્તિ છે, તેમના તીખા કટાક્ષ તમે નથી જોયા, તેમને સવાલ કરો. એ તમારી સાથે એટલા માટે વાત નથી કરતા કારણ કે એ લોકો ડરપોક છે.’

2014ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસ અધિવેશન દરમિયાન અય્યરે મોદી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘21મી સદીમાં નરેન્દ્ર મોદી ક્યારે દેશના વડાપ્રધાન નહીં બને, નહી બને.. અહીંયા આવીને ચા વેચવા માંગે તો અમે તેમને જગ્યા આપીશું’

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી