ડેંગ્યુ દર્દીઓને મળવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર શાહી ફેંકવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના અમુક વિદ્યાર્થીઓએ તેમની માંગણી પૂરી ન થતાં ચૌબે પર શાહી ફેંકી

પટના: બિહારના પાટનગર પટનામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પર શાહી ફેંકવામાં આવી છે. અશ્વિની ચૌબે આજે પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડેંગ્યુ પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારે એક વિદ્યાર્થીએ અમુક માંગણીઓ માટે અશ્વિની ચૌબે પર શહી ફેંકી હતી. શાહી ફેંક્યા પછી વિદ્યાર્થી ફરાર થઈ ગયો હતો.


કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે મંગળવારે ડેંગ્યુના દર્દીઓને જોવા અને વોર્ડનું નિરીક્ષણ કરવા પીએમસીએચ પહોંચ્યા હતા. તેઓ વોર્ડનું નિરીક્ષણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ ત્યાથી પસાર થતાં અમુક યુવકોએ તેમના પર શાહી ફેંકી હતી. ચૌબે પર શાહી ફેંક્યા પછી આરોપી યુવક ફરાર થઈ ગયો હતો. જોકે તેને ભાગવામાં સફળતા મળી નહતી અને સુરક્ષા કર્મીઓએ તેને પકડી લીધો હતો.


આ ઘટના વિશે પ્રતિક્રિયા આપતા અશ્વિની ચૌબેએ કહ્યું કે, આ એ લોકો જ છે જેઓ ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલા હોય છે.