• Gujarati News
  • National
  • Mamata Meets With Amit Shah, Saying Include 19 Lakh People Who Excluded From NRC List

મમતાએ અમિત શાહ સાથે મુલાકાત કરી, કહ્યું- NRC લિસ્ટમાંથી બાકાત 19 લાખ લોકોને સામેલ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણી પછી પહેલી વખત ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી
  • મમતાએ કહ્યું કે- મેં શાહને જણાવ્યું કે અમારે બંગાળમાં NRCની જરૂર નથી.

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. મુલાકાત બાદ મમતાએ મીડિયાને કહ્યું કે, હું અહીં  આસામના નેશનલ સિટિઝન રજિસ્ટર(NRC)માં 19 લાખ લોકોને સામેલ ન કરવા અંગેના મુદ્દા પર ચર્ચા કરવા માટે આવ્યા હતા. તમામ લોકોને નામને NRCમાં સામેલ કરવા જોઈએ. બંગાળમાં NRCની જરૂર નથી. મમતાએ કહ્યું કે, ગૃહમંત્રીએ મારી વાતોને ગંભીરતાથી સાંભળી અને મને વિશ્વાસ છે કે તે આ દિશામાં જરૂરી પગલા લેશે. લોકસભા ચૂંટણી બાદ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રીએ પહેલી વખત શાહ સાથે મુલાકાત કરી છે. 

મમતાએ બુધવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી- મમતાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. તેમણે પશ્વિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવાની અપીલ કરી હતી. આ મુદ્દે મોદીએ જરૂરી પગલા લેવાનો પણ વાયદો કર્યો હતો. મમતાએ આ વર્ષે પુરી થયેલી લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત મોદી સાથે મુલાકાત કરી હતી. મમતાએ વડાપ્રધાન સાથે વિશ્વના બીજા સૌથી મોટા કોયલા બ્લોક દેવચા પચામી માટે આયોજીત કાર્યક્રમમાં સામેલ થવાની અપીલ પણ કરી હતી.

મમતા પહેલા પણ NRCનો મુદ્દો ઉઠાવી ચુક્યા છે- મમતા પહેલા પણ આસામ NRCમાં 19 લાખ લોકોનો નામ સામેલ ન કરવા અંગે ઉઠાવી ચુક્યા છે. મમતાએ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના પરિવારના લોકોના નામ લિસ્ટમાં ન હોવા અંગે સવાલ ઉઠાવ્યા હતા. બુધવારે શાહે તમામ રાજ્યોમાં NRC લાગુ કરવાની જાહેરાત કરી હતી. એવામાં મમતાની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.