મૂર્તિ પર રાજકારણ / ભાજપ પ. બંગાળને ગુજરાત બનાવવા માંગે છે, હું એવું નહીં થવા દઉં: મમતા 

Mamata Banerjee unveiled the new statue of ishwerchndra Vidyasagar

  • પ. બંગાળનાં મમતા દ્વારા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી મૂર્તિનું અનાવરણ  
  • આ કંઈ રમકડું નથી, જેનાથી કોઈ રમી શકશે : મમતા 

Divyabhaskar.com

Jun 12, 2019, 02:23 AM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મમતાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ લડાઈ પ. બંગાળ વિરુદ્ધ ગુજરાતની છે. ભાજપની યોજના બંગાળને પણ ગુજરાત બનાવવાની છે. આ માટે પૂરેપૂરા પ્રયાસ કરાઈ રહ્યા છે, પરંતુ હું એવું થવા નહીં દઉં. ભલે મને જેલમાં મોકલી દેવામાં આવે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું હતું કે હું ગુજરાતીઓ વિરુદ્ધ નથી, પરંતુ ગુજરાતમાં કોમી રમખાણો કરનારા વિરુદ્ધ છું.

ચૂંટણી હિંસામાં 10નાં મૃત્યુ, તેમાં 8 તૃણમૂલ અને બે ભાજપ કાર્યકર
મમતાએ પહેલીવાર કબૂલ્યું કે લોકસભા ચૂંટણી પછી રાજકીય હિંસા થઈ હતી, જેમાં દસેક લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ હિંસામાં તૃણમૂલ કોંગ્રેસના આઠ કાર્યકર માર્યા ગયા, જ્યારે ભાજપના બે કાર્યકરનાં મૃત્યુ થયાં. આ તમામ કેસની તપાસ થશે અને દોષિતો સામે કાર્યવાહી પણ થશે. હું મુખ્ય સચિવને કહીશ કે મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારને રૂ. 10-10 લાખની આર્થિક મદદ આપવામાં આવે.

રાજ્યપાલ પર શાબ્દિક પ્રહાર: પ. બંગાળને બદનામ કરાઈ રહ્યું છે, બચાવવું હોય તો સાથે આવો
મમતાએ પ. બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ગવર્નરનું સન્માન કરું છું, પરંતુ બંધારણીય હોદ્દાની કેટલીક મર્યાદા હોય છે. બંગાળને બદનામ કરાઈ રહ્યું છે. જો તમે બંગાળ અને તેની સંસ્કૃતિને બચાવવા માંગો છો તો સાથે આવો. ભાજપની બંગાળને ગુજરાત બનાવવાની યોજના છે, પરંતુ બંગાળ એ ગુજરાત નથી. મમતાએ એમ પણ કહ્યું હતું કે બંગાળની નકારાત્મક છબિ ઊભી કરવા ભાજપે મીડિયાને ખરીદી લીધું છે. જો જરૂરી હોય તો મને પણ મારી નાંખો. હું લોકો માટે કામ કરું છું. ઉ. પ્રદેશમાં લોકો રોજેરોજ મરી રહ્યા છે. બાળકો મરી રહ્યાં છે, પરંતુ મીડિયામાં કશું નથી આવતું કારણ કે આ બધું તેમના ઈશારે જ કરાઈ રહ્યું છે.

હિંસા હજુયે ચાલુ... નોર્થ 24 પરગણામાં બોમ્બ વિસ્ફોટમાં બેનાં મોત, ત્રણ ઘાયલ
પ. બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના કાંકીનારામાં સોમવારે મોડી રાત્રે એક બોમ્બ વિસ્ફોટમાં તૃણમૂલ કોંગ્રેસના બે કાર્યકરનાં મૃત્યુ અને ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે સોમવારે કહ્યું હતું કે આ બે કાર્યકરની ઓળખ મોહમ્મદ હલીમ અને મોહમ્મદ મુખ્તારના રૂપમાં કરાઈ છે. પોલીસે શંકાના આધારે ત્રણની ધરપકડ કરી છે. તૃણમૂલના નેતા અને રાજ્યના મંત્રી જ્યોતિપ્રિયા મલિકે આરોપ લગાવ્યો છે કે, ભાજપના બદમાશોએ હુમલો કરાવ્યો હતો. જોકે, ભાજપના સાંસદ અર્જુન સિંહે આ આરોપોને ફગાવી દીધા કહ્યું હતું કે આ ઘટના પારિવારિક ઝઘડાની છે. તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.

X
Mamata Banerjee unveiled the new statue of ishwerchndra Vidyasagar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી