તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mamata Banerjee Said Do Not Go To Delhi For NPR Meeting, If The Governor Wishes To Sack The Government

મમતા બેનર્જીએ કહ્યું-NPRની મિટિંગ માટે દિલ્હી નહીં જઉ, રાજ્યપાલ ઈચ્છે તો સરકારને બરતરફ કરી દે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મમતા બેનર્જીએ કહ્યું- હું અને મારી સરકારનો કોઈ પ્રતિનિધિ NPR પરની કેન્દ્રની બેઠકમાં ભાગ લઈશુ નહિ
  • કોંગ્રેસ- ડાબેરી પક્ષ બંગાળમાં NPR લાગુ કરવાની અફવા ફેલાવી રહ્યો છે, અમે આ અંગે ગત મહિને પ્રતિબંધ લગાવ્યો હતો

કોલકાતાઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)અંગે 17 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની બેઠકમાં હાજરી નહીં આપે. તેમણે બુધવારે એક રેલીમાં કહ્યું હતું કે, હું અને મારી સરકારનો કોઈ પ્રતિનિધિ આ મિટિંગ માટે દિલ્હી નહીં જાય. મમતાએ રાજ્યપાલ જગદીપ ધનખડને પડકાર આપતા કહ્યું કે, તેઓ કેન્દ્રના આદેશ પર તૃણમૂલ સરકાર પાડીને બતાવે. ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલકાતા મુલાકાત વખતે મમતાએ તેમને NPR, CAA અને NRC અંગે ફરી વિચારણા કરવાની માંગ કરી હતી. 
મુખ્યમંત્રી મમતાએ કહ્યું‘કોલકાતામાં કેન્દ્ર સરકારના એક નામદાર(રાજ્યપાલ જગદીપ ધનખડ) છે. બેઠક ન જવા અંગે તેઓ બંગાળ સરકારને બરતરફ કરવાની વાત પણ કહી શકે છે. તેમણે જે કરવું હોય એ કરે, હું તેની પર ધ્યાન નહીં આપું. પરંતુ બંગાળમાં નાગરિકતા કાયદો, NRC અને NPR લાગું નહી થવા દઉ’

‘કોંગ્રેસ અને વામ દળ બંગાળમાં અફવા ફેલાવી રહ્યા છે’
મમતાએ NPR અંગે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું- બન્ને પક્ષ કહી રહ્યા છે કે બંગાળમાં તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વાત એકદમ ખોટી છે. અમે NPR અપડેશન પર ગત મહિને જ પ્રતિબંધ લગાવી દીધો હતો. હું શરૂઆતથી જ આના વિરોધમાં છું. લોકોને વિશ્વાસ અપાવું છું કે રાજ્યમાં આવા કાયદાને લાગું નહીં થવા દઉ, જેનાથી લોકોના અધિકાર પર અસર પડે. 

CAA અંગે કોંગ્રેસની બેઠકમાં પણ હાજરી નહોતી આપી 
તૃણમૂલ સુપ્રીમો એ કોંગ્રેસની બેઠકમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 13 જાન્યુઆરીએ દિલ્હીમાં વિપક્ષની બેઠક બોલાવી હતી. તેમણે બંધ વખતે બંગાળમાં થયેલી હિંસા માટે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને જવાબદાર ગણાવ્યા હતા. મમતાએ કહ્યું હતું કે, બંધ દરમિયાન જેવી હરકતો થઈ, તેના કારણે મેં કોંગ્રેસની બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો હતો. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો