કર્ણાટક / મહિલા કાર્યકર્તાઓની માંગ- વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોનાર ડેપ્યૂટી સીએમને સસ્પેન્ડ કરો

  • કર્ણાટકના નવા ડેપ્યૂટી સીએમ લક્ષ્મણ સાવદી 2012માં વિધાનસભામાં અશ્લીલ ક્લિપ જોતા પકડાયા હતા
  • કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ પણ તેમને ડેપ્યૂટી સીએમ બનાવવાનો વિરોધ કર્યો હતો
  • 26 ઓગસ્ટે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કર્ણાટકમાં ત્રણ ડેપ્યૂટી સીએમ બનાવ્યા હતા

Divyabhaskar.com

Sep 17, 2019, 05:59 PM IST

બેંગલુરુ: કર્ણાટકની મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજ્યના નવા ડેપ્યૂટી સીએમ લક્ષ્મણ સાવદીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે, સાવદી 2012માં વિધાનસભામાં અશ્લીલ વીડિયો દેખતા પકડાયા હતા. મહિલા કાર્યકર્તાઓ કહ્યું હતું કે, અમે ભાજપના બીજેપી અધ્યક્ષ અમિત શાહને તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.

2012માં સાવદી ભાજપ નેતા સીસી પાટિલ અને કૃષ્ણા પાલમર સાથે સંસદમાં અશ્લીલ ક્લિપ જોતા પકડાયા હતા. ત્યારપછી તેમણે કહ્યું હતું કે, તેઓ શૈક્ષણિક ઉદ્દેશથી તે વીડિયો જોઈ રહ્યા હતા. તેઓ વીડિયો દ્વારા રેવ પાર્ટી વિશે માહિતી મેળવવા માંગતા હતા.

સાવદી કોઈ ગૃહના સભ્ય નથી
સાવદી વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય નથી. પરંતુ યેદિયુરપ્પાએ તેમને ઉપમુખ્યમંત્રી બનાવી દીધા હતા. માનવામાં આવે છે કે, કોંગ્રેસ-જેડીએસ સરકારને અસ્થિર કરવામાં સાવદીએ મહત્વની ભૂમિકા નીભાવી છે. તે અયોગ્ય ધારાસભ્ય રમેશ જારકીહોલીના અંગત સભ્ય છે.

ભાજપના એક જૂથે પણ વિરોધ કર્યો
આ પહેલાં કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ સાવદીને ડેપ્યૂટી સીએમ બનાવ્યા પછી યેદિયુરપ્પા સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સાવદીએ વિધાનસભાની અંદર આ પ્રમાણેની હરકત કરી હતી. ભાજપના એક જૂથ દ્વારા પણ તેમને ડેપ્યૂટી સીએમ બનાવવાનો વિરોધ કર્યો હતો.

કર્ણાટરમાં 3 ડેપ્યૂટી સીએમ
20 ઓગસ્ચે યેદિયુરપ્પાએ 17 મંત્રીઓને કેબિનેટમાં સામેલ કર્યા હતા. 26 ઓગસ્ટે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ગોવિંદ કરજોલ, અશ્વથ નારાયણ અને લક્ષ્મણ સાવદીને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. સાવદીને પરિવહન મંત્રાલયની જવાબદારી આપવામાં આવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી