મહારાષ્ટ્ર / ભાજપ-શિવસેનામાં ખેંચતાણ ચાલુ, રાજ્યમાં સત્તાના 5 સમીકરણ, શનિવાર સુધી સરકારનું ગઠન જરૂરી

Maharashtra Government Formation Political Crisis Updates On Maharashtra

  • ગઈ વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થશે, ત્યાં સુધી નવી સરકારનું ગઠન જરૂરી
  • ભાજપ-શિવસેના વચ્ચે 50-50 ફોર્મ્યૂલા પર વાત અટકી, શિવસેના સરકારમાં બરોબરીનું પ્રતિનિધિત્વ ઈચ્છે છે
  • 288 સભ્યોની વિધાનસભામાં બહુમત માટે 145નો આંક જરૂરી, ભાજપ પાસે 105 અને શિવસેના પાસે 56 ધારાસભ્યો
  • એનસીપી પાસે 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો, અન્ય ધારાસભ્યોની સંખ્યા 29

Divyabhaskar.com

Nov 07, 2019, 03:56 PM IST

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાને 16 દિવસ પછી પણ સત્તાની મડાગાંઠ ઉકેલાઈ નથી. વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે ખતમ થઈ રહ્યો છે અને તે પહેલાં સરકારનું ગઠન જરૂરી છે. જો આ તારીખ સુધી કોઈ દળ કે ગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજૂ ન કરે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે. ચૂંટણીમાં 105 સીટ વાળી ભાજપ પાર્ટી સોથી મોટી છે અને તેમના ગઠબંધનના સહયોગી શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. જોકે સત્તામાં બંનેની ભાગીદારી વિશે વાત અટકી છે.

મહારાષ્ટ્ર: ભાજપ સૌથી મોટી પાર્ટી

પાર્ટી સીટ
ભાજપ 105
શિવસેના 56
એનસીપી 54
કોંગ્રેસ 44

બહુજન વિકાસ આધાડી​​​​​​​

3
AIMIM 2
અપક્ષ અને અન્ય દળ 24
કુલ સીટ 288

શનિવાર સુધીનો સમય મહત્વનો
મહારાષ્ટ્રની ગઈ વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ત્યાં સુધીમાં નવી સરકારનું ગઠન જરૂરી છે. આ જ કારણથી શનિવાર સુધીનો સમય મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વનો માનવામાં આવે છે.

50-50ની ફોર્મ્યૂલા પર ભાજપ-શિવસેનાની વાત અટકી

  • શિવસેના મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યૂલા પર અડગ છે. શિવસેનાનું કહેવું છે કે, ભાજપની આ જ ફોર્મ્યૂલા પર અમે એક સાથે ચૂંટણી લડવા માટે રાજી થયા હતા અને બંને પાર્ટીઓની વચ્ચે આ પદ શેર કરવું જોઈએ. જોકે ભાજપના એક સીનિયર નેતાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, પાર્ટી મુખ્યમંત્રી પદ માટે સમજૂતી નહીં કરે.
  • શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ઘરે ગુરુવારે માતોશ્રી પર ધારાસભ્યોની બેઠક થઈ હતી. ત્યારપછી પાર્ટીએ કહ્યું કે, ઉદ્ધવ નક્કી કરે તે નિર્ણય મંજૂર છે.

સત્તાના 5 સમીકરણ

1) ભાજપ-શિવસેનામાં ખેંચતાણ ઓછી થાય
ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ દૂર થઈ જાય અને ફડણવીસ અથવા બંને દળોની આંતરિક સહમતી વાળા ઉમેદવાર મુખ્યંમત્રી પદની શપથ લે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, બંને દળ વચ્ચે આંતરિક વાતચીત ચાલુ છે અને બધુ બહુ જલદી ઠીક થઈ જશે. સત્તામાં ભાગીદારીના નવા સમીકરણ સામે આવે તેવી પણ શક્યતા છે.

2) ભાજપ અલ્પમતની સરકાર બનાવે
288 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપ પાસે 105 ધારાસભ્ય છે. બહુમતી માટે 145નો આંક જરૂરી છે. જો ભાજપ 29 અપક્ષ ધારાસભ્યોને તેમની સાથે લઈ લે તો તેમનું સંખ્યાબળ 134 થઈ જાય. આ સંજોગોમાં પાર્ટી બહુમતથી 11 આંક જ દૂર રહે. આ સ્થિતિમાં ફ્લોર ટેસ્ટ વખતે વિધાનસભામાં અન્ય પાર્ટીઓના 21 ધારાસભ્યો ઘેરહાજર રહે તો ભાજપ ગૃહમાં બહુમતી સાબીત કરી દેશે. 21 ધારાસભ્યો ઘેરહાજર હોય તો ગૃહમાં સભ્યોની સંખ્યા 267 થઈ જાય અને ત્યારે બહુમતી માટે 134ના આંકની જ જરૂર રહે. આ આંકડો ભાજપ 29 અપક્ષની મદદથી મેળવી શકે છે.

3) શિવસેનાના 45 ધારાસભ્યો ભાજપની સાથે આવ્યા
ભાજપ સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો છે કે, શિવસેનાના 45 ધારાસભ્યો તેમની પાર્ટીને સમર્થન આપવા માંગે છે. આ સંજોગોમાં 56 ધારાસભ્યો વાળી શિવસેનાથી 45 ધારાસભ્યો ટૂટે તો આ સંખ્યા 2/3થી વધારે થઈ જાય અને દળ-બદલ કાયદો લાગુ ન થઈ શકે. 105 ધારાસભ્યો વાળા ભાજપના સંખ્યાબળ આ ધારાસભ્યોની મદદથી 150 પહોંચી જશે અને તેઓ ગૃહમાં બહુમતી સાબીત કરશે.

4) 170 ધારાસભ્યોના સમર્થનની વાત કરતી શિવસેવા દાવો રજૂ કરી દે
ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ ન કરે અને 56 ધારાસભ્યો વાળી શિવસેના સરકાર બનાવવાનો દાવો રજૂ કરે. આવી શક્યતા એટલા માટે છે કારણકે શિવસેના સાંસદ સંજય રાઉત સતત દાવો કરી રહ્યા છે કે શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે અને આ સંખ્યા 175 સુધી થઈ શકે છે.

5) શિવસેના-એનસીપીનું ગઠબંધન થાય અને કોંગ્રેસ બહારથી સમર્થન કરે
56 ધારાસભ્યો વાળી શિવસેનાનું 54 ધારાસભ્યોવાળી એનસીપી સાથે ગઠબંધન થઈ જાય અને 44 ધારાસભ્યો વાળી કોંગ્રે બહારથી સમર્થન આપે. આ સંજોગોમાં ત્રણેયની સંખ્યા મળીને 154 થઈ જાય. જોકે આ ગઠબંધન થવાની શક્યતા ખૂબ ઓછી છે. કારણકે કોંગ્રેસ આ મામલે એકદમ ચૂપ છે અને એનસીપી પ્રમુખ શરદ પવાર શિવસેના નેતા સંજય રાઉત સાથેની મુલાકાત પછી પણ કહી ચૂક્યા છે કે, અમને વિપક્ષનો જનાદેશ મળ્યો છે. પવારનું એવું પણ કહેવું છે કે, રાઉત કયા આધાર પર 170 ધારાસભ્યોના સમર્થનની વાત કરી રહ્યા છે.

X
Maharashtra Government Formation Political Crisis Updates On Maharashtra
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી