મહારાષ્ટ્ર / કોંગ્રેસનો આરોપ, તેમના ધારાસભ્યોને બીજેપી તરફથી 25-25 કરોડ ઓફર કરવામાં આવ્યા

  • હોર્સ ટ્રેડિંગના કારણે કોંગ્રેસી ધારાસભ્યોને જયપુર મોકલ્યા હોવાની નેતા નિતિન રાઉતે ખોટી ગણાવી
  • ભાજપે કહ્યું આરોપ સાબીત કરો નહીંતર મહારાષ્ટ્રના લોકોની માફી માંગો
  • મહારાષ્ટ્રના ભાજપના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે સાંજે અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી

Divyabhaskar.com

Nov 08, 2019, 03:48 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા વિશે બીજેપી અને શિવસેના વચ્ચે સખત ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા નિતિન રાઉતે આરોપ લગાવ્યો છે કે, તેમની પાર્ટીના અમુક ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નિતિન રાઉતના જણાવ્યા પ્રમાણે બીજેપીના અમુક નેતાઓએ કોંગ્રેસી ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને રૂ. 25 કરોડની ઓફર કરી છે. મહારાષ્ટ્રમાં નવી સરકાર 9 નવેમ્બર સુધી બની જવી જોઈએ અને અત્યાર સુધી કોઈ પણ ગઠબંધને દાવો રજૂ કર્યો નથી.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત પ્રમાણે મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા નિતિન રાઉતે શુક્રવારે કહ્યું છે કે, બીજેપી નેતાઓ કોંગ્રેસી ધારાસભ્યો સાથે સંપર્કનો પ્રયત્ન કરી રહ્યા છે. ગઈ કાલે કોંગ્રેસના બે ધારાસભ્યોને રૂ. 25 કરોડની ઓફર પણ આપવામાં આવી છે. અમે કર્ણાટકમાં જે પેર્ટન શરૂ થઈ હતી તે હોર્સ ટ્રેડિંગને ખતમ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ.

આ ઉપરાંત એવું માનવામાં આવતું હતું કે, કોંગ્રેસને પણ ધારાસભ્યનો ટૂટવાનો ડર હોવાથી તેમણે તેમના ધારાસભ્યોને જયપુરના કોઈ રિસોર્ટમાં મોકલી દીધા છે. પરંતુ નિતિન રાઉતે આ વાત નકારી દીધી છે.

ભાજપે કહ્યું આરોપ સાબીત કરો નહીંતર માફી માંગો

ભાજપના નેતા સુધીર મુંગનતિવારીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપીએ અમારી ઉપર હોર્સ-ટ્રેડિંગ કરવાનો આરોપ મૂક્યો છે, તેને 48 કલાલમાં સાબીત કરે અથવા તેઓ મહારાષ્ટ્રના લોકોની માફી માંગે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી