તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Maharashtra Government Formation Ncp, Shivsena, Congress President Rules News And Update

પવાર હોસ્પિટલમાં રાઉતને મળવા પહોંચ્યા, અજિતે કહ્યું- કોંગ્રેસ સાથે ચૂંટણી લડી, નિર્ણય હવે એકલા ન લઈ શકીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી મોટી પાર્ટી ભાજપનો સરકાર બનાવવાનો ઈનકાર પછી રાજ્યપાલે રવિવારે શિવસેનાને આમંત્રણ આપ્યું
  • શિવસેના સોમવાર સાંજ સુધી કોંગ્રેસ અને એનસીપીથી સમર્થન મેળવી શકી નથી
  • આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના નેતાઓએ 2 દિવસનો સમય માંગ્યો, જે રાજ્યપાલે આપ્યો નથી
  • એનસીપી પાસે હવે સરકાર બનાવવા માટે આજે રાતે 8.30 વાગ્યા સુધીનો સમય

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 18 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યપાલે ત્રીજી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. તે માટે એનસીપીને આજે સાંજે 8.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. એનસીપી નેતા અજિત પવારે મંગળવારે કહ્યું અમે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી છે, તેથી સરકાર બનાવવાનો નિર્ણય એકલા ન લઈ શકીયે. ગઈ કાલે સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અમે તેમના સમર્થન પત્રની રાહ જોતા રહ્યા. પરંતુ સાંજ સુધી તે ન મળ્યો. અમારે એકલાએ પત્ર આપવો યોગ્ય નહતો. અમારી પાસે કુલ 98 ધારાસભ્યો છે. આ દરમિયાન આજે એનસીપી પ્રમુખ શરદ પવાર લીલાવતી હોસ્પિટલમાં દાખલ શિવસેનાના પ્રવક્તા  સંજય રાઉતની ખબર જોવા પહોંચ્યા હતા. કોંગ્રેસના સીનિયર નેતા કેસી વેણુગોપાલ અહેમદ પટેલ અને મલ્લીકાર્જૂન ખડગે આજે શરદ પવારને મળશે.  દરમિયાન ખડગેએ કહ્યું હતું કે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય લેશે. 
 

કોંગ્રેસ નેતાઓ સાથે મીટિંગ કરીને તેમને જાણ કરીશુ
આ પહેલાં શરદ પવારે તેમના ધારાસભ્યો સાથે મીટિંગ કરી હતી. અજીત પવારે કહ્યું, પવાર સાહેબને અહમદ પટેલે ફોન કરીને દિલ્હી બોલાવ્યા હતા. પરંતુ અમારા ધારાસભ્યો ત્યાંથી અને પવાર સાહેબનું દિલ્હી આવવું મુશ્કેલ છે. તેથી અમે અહીં ચર્ચા કરી લેવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ અને એનસીપીએ સાથે ચૂંટણી લડી છે તેથી અમે એકબીજા પર આરોપ ન લગાવી શકીયે. કોંગ્રેસે અમને મેસેજ આપ્યો હતો કે અમે અહીં મહારાષ્ટ્રના કોંગ્રેસ ધારાસભ્યો સાથે બેઠક કરીને તેમને જાણ કરીએ. આજે સાંજે એનસીપી અને કોંગ્રેસ નેતાઓની મુંબઈમાં બેઠક થવાની છે.


રાષ્ટ્રપતિ શાસન વિશે અજિતે કહ્યું કે, અમે આજે એકસાથે ચર્ચા કરીએ તો આગળ કોઈ વાતનો સવાલ જ ઉભો નથી થતો. આ દરમિયાન શરદ પવારે મંગળવારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ નેતા શિવસેના નેતા સંજય રાઉત સાથે મુલાકાત કરી હતી. પવારે એનસીપી અને કોંગ્રેસ સાથેની મુલાકાત વિશે કહ્યું હતું કે, મને આનાથી કોઈ ફેર નથી પડતો.
 
સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો છે અને ત્યારપછી રાજ્યપાલ દ્વારા પહેલાં શિવસેના અને પછી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. શિવસેનાએ ધારાસભ્યોનું સમર્થન દર્શાવવા માટે 24 કલાકનો સમય હતો પરંતુ તેમણે થોડો વધુ સમય માંગતા રાજ્યપાલે એનસીપીને સમર્થન આપ્યું છે.

સંજય રાઉતે કહ્યું- હમ હોંગે કામયાબ

કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં રોકાયા
મહારાષ્ટ્રના કોંગ્રેસના 40 ધારાસભ્યો છેલ્લા ચાર દિવસથી જયપુરના રિસોર્ટમાં રોકાયા હતા. આ ધારાસભ્યોએ શિવસેનાને સત્તામાં ફેરામાં ફસાવી દીધા છે. કારણકે અમુક ધારાસભ્યો ઈચ્છે છે કે તેઓ સરકારમાં સામેલ થાય. જ્યારે અમુક ધારાસભ્યોનું કહેવું છે કે, આ નિર્ણય માટે પાર્ટીએ થોડો સમય લેવો જોઈએ. આ દરમિયાન સોમવારે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની બે વાર ધારાસભ્યો સાથે ફોન પર વાત પણ થઈ હતી પરંતુ તે બધા વચ્ચે સહમતી થઈ શકી નથી. આ જ કારણ છે કે, કોંગ્રેસે શિવસેનાને સોમવાર સાંજે 7.30 વાગ્યા સુધી સમર્થન પત્ર ન સોંપ્યો અને તેથી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.
 
છેલ્લાં બે દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રના તમામ સીનિયર નેતાઓ પણ જયપુરના રિસોર્ટમાં છે. સોમવારે સવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ થવા માટે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી મલ્લિકાર્જુન ખડગે, પ્રદેશ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટ, પૃથ્વીરાજ ચૌહાણ, સુશીલ કુમાર શિંદેને ખાસ પ્લેનથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. જ્યારે પૂર્વ સીએમ અશોક ચૌહાણ ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા હતા.

એકે એંટનીએ બેઠકમાં કહ્યું- પાર્ટીને નુકસાન થશે
દિલ્હીમાં સોનિયા ગાંધીના ઘરે થયેલી બેઠકમાં એકે એંટનીએ કહ્યું, ડાબેરીઓની છબી વાળી શિવસેનાને સમર્થનથી નુકસાન થશે. તેથી પહેલાં થોડી શરતો રાખવી પડશે. એવું પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે, ઘણાં નેતા નથી ઈચ્છતા કે પાર્ટી હિન્દુત્વના ચહેરાવાળી શિવસેના પાર્ટીથી સીધા જોડાય. તેથી તેઓ એનસીપીને વચ્ચે રાખવા માંગે છે. તેમનું માનવું છે કે, આ સમર્થનના કારણે કોંગ્રેસને અન્ય રાજ્યોમાં વધારે નુકસાન થઈ શકે છે.

હવે શું થઈ શકે?

  • મંગળવારે સવારે 10 વાગે સોનિયા ગાંધી મહારાષ્ટ્રના ધારાસભ્યો સિવાય અમુક અન્ય નેતાઓ સાથે વાત કરશે. ત્યારે નક્કી થશે કે, શિવસેના સાથે સરકાર બનાવવી જોઈએ કે નહીં. જ્યારે એનસીપીનું કહેવું છે કે, જ્યાં સુધી કોંગ્રેસ કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી અમે કોઈ અંતિમ નિર્ણય નહીં લઈએ. એટલે આજનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે.
  • કોંગ્રેસના અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ આજે મુંબઈ પહોંચશે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને જોઈન્ટ પ્રોગ્રામ, સમન્વય સમિતિ અને ભાગીદારીની શરતો વિશે ચર્ચા કરશે.

જો આજે પણ સરકાર ન બની તો...
રાજ્યપાલના નિયમ પ્રમાણે આજે કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. પરંતુ જો તેમને લાગ્યું કે ધારાસભ્યોનું ખરીદ-વેચાણ (હોર્સ રાઈડિંગ) થઈ શકે છે તો તેઓ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.

શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સાથે આવે તો બહુમત શક્ય
કુલ સીટ- 288
બહુમતી માટે - 145
 ़

પક્ષ સીટ
શિવસેના56
એનસીપી54
કોંગ્રેસ44
કુલ154
અપક્ષ9 ધારાસભ્યો સાથે હોવાનો દાવો
કુલ સંખ્યા બળ163

હારાષ્ટ્રમાં અન્ય પક્ષની સ્થિતિ 

પાર્ટીસીટ
ભાજપ105
બહુજન વિકાસ અધાડી3
AIMIM2
અપક્ષ અને અન્ય દળ15
કુલ125