મહારાષ્ટ્ર / CM ફડણવીસે કહ્યું- મુખ્યમંત્રીનું પદ તો હું કોઈને નહીં આપુ, ડેપ્યૂટી સીએમનું પદ શિવસેનાને મળી શકે છે

Maharashtra Assembly Vidhan Sabha Election CM Fadnavis Shivsena

  • મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- ભાજપ અને શિવસેના સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે
  • સીટોની વહેંચણી વિશે હજી વાત ચાલી રહી છે, એક-બે દિવસમાં આ વિશે જાહેરાત કરવામાં આવશે

Divyabhaskar.com

Sep 28, 2019, 05:55 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું કે, ભાજપ અને શિવસેના આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. સીટોની વહેંચણી વિશે હજી વાત ચાલી રહી છે. એક-બે દિવસમાં આ વિશે જાહેરાત કરી દેવામાં આવશે. ફડણવીસે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે, તેમને શિવસેનાને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં કોઈ વાંધો નથી. જોકે તેમણે મજાકિયા મૂડમાં કહ્યું હતું કે, રાજ્યના આગામી મુખ્યમંત્રીનું પદ તે કોઈને આપવાના નથી.

ફડણવીસે કહ્યું- શરદ પવારના યુગનો અંત થયો છે
સીએમ ફડણવીસે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું છે કે, એનસીપી ચીફ શરદ પવારની રાજનીતિનો યુગ ખતમ થયો છે. તેમણે પાર્ટીઓ તોડી છે. કાળચક્રનો ખેલ જુઓ કે હવે તેમની સાથે એ જ થઈ રહ્યું છે. ફડણવીસે કહ્યું કે, દેશમાં વડાપ્રધાન મોદીએ એક વિશ્વાસ ઉભો કર્યો છે. સીએમએ તે મીડિયા રિપોર્ટ્સને નકારી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે જેમાં 288 સીટોમાંથી ભાજપને 162 અને શિવસેનાને 126 સીટો પર ચૂંટણી લડવાના છે.

આગામી 20-25 વર્ષ સુધી બીજી પાર્ટીને ચાન્સ નહીં: ફડણવીસ
તેમણે કહ્યું કે, રાજકારણમાં ચૂંટણી જીતવી મહત્વની છે. તેથી લોકોને લાગે છે કે, જે રીતે રાહુલ ગાંધીની પાર્ટી ચલાવે છે અથવા જે કોંગ્રેસની સ્થિતિ છે તે સંજોગોમાં આગામી 20-25 વર્ષ સુધી આ પાર્ટીને કોઈ ચાન્સ નથી. આ સંજોગોમાં રાજનીતિ કરવી હોય તો ભાજપ અને મોદી સાથે કરવી જોઈએ.

X
Maharashtra Assembly Vidhan Sabha Election CM Fadnavis Shivsena
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી