તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરાઠાવાડામાં દુષ્કાળ, ઓછી આવક અને દેવાના કારણે આ વર્ષે 715 ખેડૂતોએ આત્મહત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રના બીડમાં સૌથી વધારે 158 ખેડૂતોએ આત્મહત્યા કરી
  • વરસાદના કારણે 8,450 ગામોમાં પાણી ભરાવાથી ખરીફ બરબાદ થયો

ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના મરાઠવાડામાં આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી 715 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રાજ્ય સરકારે મંગળવારે કહ્યું કે, રાજ્યના બીડ જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાના સૌથી વધારે 158 કેસ નોંધાયા છે. ઔરંગાબાદમાં 107, ઉસ્માનાબાદમાં 99, નાંદેડમાં 93, જાલનામાં 80, લાતૂરમાં 78, પરભણીમાં 72 અને હિંગોળીમાં 28 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ખેડૂતોના દુષ્કાળ પડવા અને ઓછી પેદાશ થતા દેવું ચુકવી ન શકવાના કારણે આત્મહત્યા કરી દીધી હતી. 
અધિકારીઓએ જણાવ્યું કે, આત્મહત્યા કરનારા 715 ખેડૂતોમાંથી 525ને વળતર મળવાનું હતું. જિલ્લા પ્રશાસને આ ખેડૂતોને 517 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. તપાસ બાદ 133 ખેડૂતોના દાવાને ફગાવી દેવાયા હતા. વધેલા 59 કેસમાં તપાસ ચાલુ છે. 

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 43 લાખ ખેડૂત પ્રભાવિત 
તાજેતરના દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 8,450 ગામમાં પાણી ભરાયા હતા. ખરીફ પાક નષ્ટ થવાથી રાજ્યના 43 લાખ ખેડૂતોને અસર થઈ હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે, 48 લાખ હેક્ટરના અસરગ્રસ્ત વિસ્તારમાં 32 લાખ હેક્ટરનો સર્વે કરાઈ ચુક્યો છે. જો કે, વરસાદે જ્યાં સમગ્ર વિસ્તારને ખરાબ રીતે પ્રભાવિત કર્યો છે, ત્યાં જ આનાથી ભૂજળ સ્તર વધી ગયું છે. રાજ્યની 873 સિંચાઈ પરિયોજનાઓમાં હવે ક્ષમતાનું 71% પાણી છે.