તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Jyotiraditya Scindia Kamal Nath | Jyotiraditya Scindia BJP Rajya Sabha Nomination Today, Kamal Nath Madhya Pradesh Government Crisis Latest News Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યપાલ સાથે મુલાકાત પછી કમલનાથે કહ્યું- ફ્લોર ટેસ્ટ માટે તૈયાર, પહેલાં શાહ બેંગલુરુમાં બંધક 22 ધારાસભ્યોને છોડાવે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કમલનાથે રાજ્યપાલને 3 પેજની ચિઠ્ઠી આપી
 • કમલનાથે ભાજપ પર ધારાસભ્યોની ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો
 • ભાજપ ઉમેદવાર સિંધિયા આજે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે
 • 26 માર્ચે મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે રાજ્યપાલ લાલજી ટંડન સાથે અંદાજે એક કલાકની મુલાકાત કરી હતી. કમલનાથે રાજ્યપાલને ચિઠ્ઠી સોંપી હતી. તેમણે ભાજપ પર ધારાસભ્યોની ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો હતો. તે સાથે જ રાજ્યપાલને માંગણી કરી હતી કે તેઓ ગૃહ મંત્રી અમિત શાહને બેંગલુરુમાં બંધક ધારાસભ્યોને મુક્ત કરવા માટે કહે. મુલાકાત પછી કમલનાથે કહ્યું હતું કે, હું ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છું. પરંતુ તમે 22 ધારાસભ્યોને કેદ કરી લો અને પછી કહો કે ફ્લોર ટેસ્ટ કરાવો, તો એ કેવી રીતે શક્ય છે? ધારાસભ્યોના ભોપાલ પરત થવા વિશે મુખ્યમંત્રીએ કહ્યું- મને નથી ખબર કોણ આવી રહ્યું છે અને કોણ જઈ રહ્યું છે.


બીજી બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક મંત્રી અને ધારાસભ્ય બપોર સુધી ભોપાલ પરત આવે તેવી શક્યતા છે. આ દરેક સિંધિયા ઉમેદવારી નોંધાવે ત્યારે હાજર રહે તેવી શક્યતા છે. તેઓ આજે વિધાનસભા અધ્યક્ષને પણ મળી શકે છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે બેંગલુરુથી પરત આવનાર ધારાસભ્યોને કોરોના વાઈરસના ઈન્ફેક્શનની આશંકા જણાવીને તેમના ટેસ્ટ કરાવવા કહ્યું છે. 10 માર્ચે ભાજપમાં સામેલ થયેલા સિંધિયાને પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ભાજપ તરફથી સુમેર સિંહ સોલંકી અને કોંગ્રેસના અન્ય ઉમેદવાર ફૂલ સિંહ બરૈયા પણ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. રાજ્યસભા ચૂંટણી માટે 26 માર્ચે મતદાન થવાનું છે.સંસદીય કાર્યમંત્રીએ બજેટ સત્ર સ્થગિત કરવા માટે પત્ર લખ્યો

 • રાજ્યના સંસદીય કાર્યમંત્રી ડોક્ટર ગોવિંદ સિંહે કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને બજેટ સત્ર સ્થગિત કરવા માટે વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિને પત્ર લખ્યો છે. સત્રની શરૂઆત 16 માર્ચે થવાની છે. કોંગ્રેસે ભાજપને જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. પહેલું પગલું હશે, બેંગલુરુમાં રાખવામાં આવેલા સિંધિયા સમર્થક જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ ગૃહમાં ફ્લોર ટેસ્ટ માટે નહીં જાય. કોંગ્રેસ ધારાસભ્ય અધ્યક્ષની ભૂમિકા વિશે પણ અનિશ્ચિત છે. રાજીનામું સ્વીકારવામાં સમય લાગશે તો તે સ્થિતિ કોંગ્રેસના પક્ષમાં આવશે. તેનાથી બહુમતીથી સરકાર બનશે.
 • બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલના અભિભાષણ દરમિયાન વિપક્ષ હોબાળો કરશે તો સ્પીકર કડક નિર્ણય લઈ શકે છે. કોંગ્રેસ બેંગલુરુથી ધારાસભ્યોના આવવા પર તેમના પરિવારજનો અને વિસ્તારના લોકોની સામે તેમને રજૂ કરી શકે છે, જેથી તેઓ વિચારવા પર મજબૂર થઈ જાય કે ફરી ચૂંટણીમાં જઈએ તો શું મુશ્કેલી આવી શકે છે? કોંગ્રેસને લાગે છે કે, ભાજપ સિંધિયા સમર્થકોને ગૃહમાં ઘેરહાજર રાખવા માંગે છે. એટલે કે જો સંધિયા ગ્રૂપના ધારાસભ્યો નથી આવતા અને રાજીનામા માન્ય નથી થતા તો ગૃહની કાર્યવાહી ચાલતી રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો