જમીયતના મહાસચિવ મદનીએ કહ્યું- કાશ્મીર અમારું હતું, અમારું છે અને રહેશે, જ્યાં ભારત છે ત્યાં અમે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમીયત ઉલેમા-એ-હિંદે પ્રસ્તાવ પસાર કર્યો- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ
  • જમીયતે કહ્યું- કાશ્મીરી લોકોના માનવધિકાર અને લોકતંત્રનું સંરક્ષણ અમારું રાષ્ટ્રીય કર્તવ્ય

નવી દિલ્હી: મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદએ ગુરુવારે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. જમીયતના મહાસચિવ મહમૂદ મદનીએ કહ્યું કે, મહાસભાની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીરના લોકો ભારતીય છે. તેઓ અમારા કરતાં કોઈ પણ રીતે અલગ નથી.
મદનીએ કહ્યું કે, કાશ્મીર અમારુ હતું, અમારુ છે અને અમારું રહેશે. જ્યાં ભારત છે ત્યાં અમે. અમે દેશની સુરક્ષા અને અખંડતાની કોઈ પણ પ્રકારે સમજૂતી નહીં કરીએ. આ બધી વાતો પ્રસ્તાવમાં પસાર કરવામાં આવી છે. ભારત અમારો દેશ છે અને અમે હંમેશા તેના માટે ઉભા છીએ. કોઈ પણ ભાગલાવાદી અભિયાન દેશ અને કાશ્મીર બંને માટે ઘાતક છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર એવું જતાવવાનો પ્રયત્ન કરે છે કે, ભારતીય મુસ્લિમ તેમના દેશ વિરુદ્ધ છે. અમે આ વાતની નિંદા કરીએ છીએ.

ભારત સાથે જ અમારુ કલ્યાણ
જમીયતે કહ્યું, અમને મહેસુસ થાય છે કે કાશ્મીરી લોકોના માનવધિકાર અને લોકતંત્રનું સંરક્ષણ અમારુ રાષ્ટ્રીય કર્તવ્ય છે. અમને વિશ્વાસ છે કે, કાશ્મીરનું ભારત સાથે ભળવાથી જ તેનો વિકાસ અને કલ્યાણ છે. જોકે અમુક અસામાજિક, અપરાધિક તત્વો અને પડોશી દેશ કાશ્મીરને બરબાદ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.

એનઆરસીથી કોઈ પ્રોબ્લેમ નથી- મદની
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં નેશનલ સિટિઝન રજિસ્ટર (એનઆરસી) લાગુ કરે તો શું થશે? આ સવાલ પર મદનીએ કહ્યું, મારી ઈચ્છા છે કે, હું તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની માંગણી કરું, જેથી ખબર પડી શકે કે ઘૂસણખોર કેટલા છે. જે અસલી છે તેમના ઉપર પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. મને આ કાયદાથી કોઈ તકલીફ નથી.

અન્ય સમાચારો પણ છે...