લોકસભા / 18 વર્ષમાં પહેલી વખત રાત્રે 11.58 વાગ્યા સુધી કાર્યવાહી ચાલી, મોદી સરકાર પર રેલવે વેચવાનો આરોપ

  • સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- 18 વર્ષમાં પહેલી વખત ગૃહમાં આટલા સમય સુધી ચર્ચા થઈ
  • તૃણુમૂલ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓનો આરોપ- સરકાર રેલવેનું ખાનગીકરણ કરવા માગે છે
  • ભાજપનો જવાબ- મોદી સરકારમાં રેલવેએ નવી ઉપલબ્ધિ મેળવી
     

Divyabhaskar.com

Jul 12, 2019, 03:03 PM IST

નવી દિલ્હીઃ લોકસભાની કાર્યવાહી ગુરૂવારે બપોરથી શરૂ થઈને રાત્રે 11.58 વાગ્યા સુધી ચાલી હતી. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા મુજબ, લોકસભામાં છેલ્લાં 18 વર્ષમાં પહેલી વખત આટલે મોડી સુધી કાર્યવાહી થઈ. આ દરમિયાન 2019-20 માટે રેલ મંત્રાલય માટે અનુદાન અંગે ચર્ચા ચાલી હતી. વિપક્ષે મોદી સરકાર પર રેલવેના ખાનગી હાથોમાં વેચવાનો આરોપ લગાવ્યો.
વિપક્ષના આક્ષેપ મુજબ, સરકાર સામાન્ય બજેટમાં રેલવેમાં સાર્વજનિક-ખાનગી ભાગીદારી (પીપીપી), નિગ્મીકરણ અને રોકાણ પર જોર દેવાની આડમાં ખાનગીકરણ તરફ લઈ જાય છે. સરકારની ઈચ્છા રેલવેનું ખાનગીકરણ કરવાનું છે. સરકારે મોટા વાયદાઓ કરવાને બદલે રેલવેની નાણાકીય સ્થિતિ સુધારવી જોઈએ.

કાર્યવાહીમાં 100 સભ્યોએ ભાગ લીધોઃ વિપક્ષના આરોપોનો જવાબ ભાજપ સાંસદ સુનીલકુમાર સિંહે આપ્યો. તેઓએ કહ્યું કે કોંગ્રેસ શાસનની તુલનાએ આ વખતે રેલવેનું કામ ઘણું સારી રીતે ચાલી રહ્યું છે. નેશનલ ટ્રાંસપોટર્સે નવી ઉંચાઈ સ્થાપિત કરી છે. ગત પાંચ વર્ષમાં રેલ દુર્ઘટનામાં 73%નો ઘટાડો થયો છે. લોકસભાની કાર્યવાહીમાં લગભગ 100 સભ્યોએ ભાગ લીધો અને પોતાના ક્ષેત્રો સાથે જોડાયેલાં વિષયોને ઉઠાવ્યાં હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી