રાજનીતિ / સરકાર દશકાઓ જૂના નાગરિકતા બિલમાં કરવાની છે ફેરફાર, પૂર્વોત્તરના પક્ષ કેમ કરી રહ્યા છે વિરોધ?

Know all about citizen amendment bill Narendra Modi Amit Shah government present in Parliament loksabha today

  • આ બિલ અંતર્ગત પડોશી દેશોમાંથી ભારત આવતા હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી ધર્મના લોકોને નાગરિકતા અપાશે
  • હવે ગેરકાયદે પ્રવાસીઓને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષમાં ભારતની નાગરિકતા મળી શકશે

Divyabhaskar.com

Dec 04, 2019, 12:51 PM IST

નેશનલ ડેસ્ક: રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)નો વિવાદ હજી પૂરો નથી થયો અને ત્યાં કેન્દ્ર સરકાર હવે નાગરિકતા સંશોધન બિલ (સિટીઝન એમેન્ડમેન્ટ બિલ CAB) લાવવાની તૈયારી કરી રહી છે. મોદી કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી છે. તેથી હવે આ બિલને સંસદમાં રજૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બિલમાં સુધારણા થયા પછી ભારતમાં રહેતા શરણાર્થીઓને મળતા નાગરિકતાના નિયમોમાં ઘણાં ફેરફાર આવશે. વિપક્ષ દ્વારા પણ અને ખાસ કરીને પૂર્વોત્તરની પાર્ટીઓ દ્વારા આ બિલનો ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આવો જાણીયે કે, આ બિલમાં શું છે અને વિપક્ષ કેમ તનો વિરોધ કરે છે....

નાગરિકતા સંશોધન બિલ શું છે?
મોદી સરકાર જે સંશોધન બિલ લાવી રહી છે તે નાગરિકતા અધિનિયમ 1955માં ફેરફાર કરશે. તેના અંતર્ગત બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન સહિત આસપાસના દેશોમાંથી ભારત આવતા હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવશે.

ભારતની નાગરિકતા મળવી સરળ થશે
આ બિલ કાયદામાં ફેરવાશે તે પછી અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશોમાંથી જે બિન-મુસ્લિમ શરણાર્થીઓ ભારત આવશે તેમને અહીં નાગરિકતા મળવામાં સરળતા રહેશે. તેમને ભારતમાં ઓછામાં ઓછા 6 વર્ષ રહેવું પડશે. પહેલાં નાગરિકતા મેળવવા માટે ભારતમાં 11 વર્ષ રહેવાનો નિયમ હતો.

બિલનો થઈ રહ્યો છે વિરોધ
આ બિલ વિશે વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. જેમાં મુખ્ય વિરોધ ધર્મને લઈને છે. નવા સુધારણા બિલમાં મુસ્લિમને બાદ કરતા અન્ય ધર્મના લોકોને સરળતાથી નાગરિકતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિપક્ષ આ જ મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે કે, દેશમાં ધર્મના નામે ભાગલા કરવામાં આવી રહ્યા છે.

આ બિલમાં ગેરકાયદેસર પ્રવાસીઓ માટે નાગરિકતા મેળવવા માટેનો આધાર ધર્મને બનાવામાં આવ્યો છે. આ પ્રસ્તાવના કારણે જ વિવાદ શરૂ થયો છે. કારણકે જો આવું થશે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન થશે. જેમાં સમાન અધિકારની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટી આ મુદ્દે મોદી સરકારનો વિરોધ કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે, મોદી સરકાર બિલ દ્વારા ધર્મના આધારે ભાગલા પાડી રહી છે. કેમકે નાગરિકતા બિલ માટે મુસ્લિમ શરણાર્થિયોને પણ આમા સામેલ કરવામાં આવ્યા નથી.

એનડીએમાં પણ થયો હતો બિલનો વિરોધ
મોદી સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે એનડીએમાં પણ આ બિલનો વિરોધ થયો હતો. પૂર્વોત્તરમાં ભારતીય જનતા પાર્ટીના સહયોગી આસામી ગણ પરિષદે આ બિલનો ખૂબ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, બિલ લાવતા પહેલા બીજેપીએ સહયોગી પાર્ટી સાથે કોઈ વાતચીત નથી કરી. આસામ ગણ પરિષદ આસામ સરકારમાં બીજેપી સાથે છે.

પૂર્વોત્તરમાં કેમ છે વધારે વિરોધ
હમણાં થોડા સમય પહેલાં જ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન વિશે આસામ સહિત પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પણ વિરોધ થયો હતો. એનઆરસી પછી તુરંત હવે નાગરિકતા સંશોધન બિલ (CAB) લાવવામાં આવી રહ્યું છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનની આગેવાનીમાં પૂર્વોત્તરના ઘણાં વિદ્યાર્થી સંગઠન પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે.

બીજેપીને થશે ફાયદો
આસામ, બંગાળ જેવા રાજ્યોમાં શરણાર્થીઓ ખૂબ વધી રહ્યા છે. આસામમાં વિધાનસભા ચૂંટણી અથવા દેશમાં લોકસભા ચૂંટણી પહેલાં બીજેપીએ એનઆરસી મુદ્દાને જોર-શોરથી ઉઠાવ્યો હતો. જેનો તેમને ફાયદો પણ મળ્યો હતો. હવે જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવવાની છે તો તે પહેલાં CAB બિલ વિશે ભાજપ આક્રમક થઈ છે. તેથી આ બિલ લાવવાથી ભાજપને રાજકીય ફાયદો થશે તેવું પણ માનવામાં આવે છે.

2016માં લોકસભામાં થયું હતું પાસ
આ બિલને સૌથી પહેલાં 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારપછી તેને સંસદીય કમિટીને સોંપી દેવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. જોકે લોકસભાનો કાર્યકાળ ખતમ થતાં બિલ પણ ખતમ માનવામાં આવે છે. એટલે કે હવે લોકસભા અને રાજ્યસભામાં આ બિલ ફરી પાસ કરવામાં આવશે.

X
Know all about citizen amendment bill Narendra Modi Amit Shah government present in Parliament loksabha today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી