તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હીઃ કેરળ સરકાર નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. સરકારનું તર્ક છે કે આ કાયદો બંધારણના અનુચ્છેદ 14,21 અને 25નું ઉલ્લંઘન કરે છે. CAA ધર્મનિરપેક્ષતા જેવા મૂળ સિદ્ધાંત વિરુદ્ધ છે. આ પહેલા કેરળ પહેલું એવું રાજ્ય હતું જેને આ કાયદાને રદ કરવા માટે 31 ડિસેમ્બરે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો હતો. CAA વિરુદ્ધ પહેલાથી જ 60 અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. કોર્ટ આ અંગે 22 જાન્યુઆરીએ સુનાવણી કરશે. છેલ્લે એક સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 10 જાન્યુઆરીના રોજ CAA અંગે માહિતી જાહેર કરી હતી.
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલા જ કહી ચુક્યા છે કે રાજ્યમાં CAA લાગુ નહીં કરવામાં આવે. ઘણા બિન-ભાજપ રાજ્યો CAA લાગુ કરવાનો ઈન્કાર કરી ચુક્યા છે. કેરળ સરકારે પાસપોર્ટ(ભારતમાં પ્રવેશ)સંશોધન નિયમ 2015 અને વિદેશી(સંશોદન)આદેશ 2015ની માન્યતાને પણ પડકારી છે. જેના હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી બિન-મુસ્લિમ પ્રવાસીઓને નિયંત્રિત કરવાનું હતું જે 2015 પહેલા ભારતમાં શરણાર્થી તરીકે રહેતા હતા.
વિજયન સરકારની અરજીમાં આ અનુચ્છેદનો ઉલ્લેખ
અનુચ્છેદ 14માં સમાનતાના અધિકારનો ઉલ્લેખ છે. સાથે જ અનુચ્છેદ 21માં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયા ઉપરાંત તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારથી વંચિત ન કરી શકાય. અનુચ્છેદ 25માં કહેવાયું છે કે તમામ વ્યક્તિઓને ધર્મ અપનાવવાની સ્વતંત્રતા છે.
ઉત્તરપ્રદેશે કેન્દ્રને 40 હજાર શરણાર્થીઓની યાદી મોકલી
આ પહેલા યુપીએ સોમવારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિનમુસ્લિમ પ્રવાસીઓની માહિતી ગૃહમંત્રાલયને મોકલી દેવાઈ છે. તે આવું કરનારું પહેલું રાજ્ય બની ગયું છે. દેશમાં CAA લાગુ થયાની સાથે જ યોગી સરકારે રાજ્યભરના શરણાર્થીઓની યાદી બનાવવાની શરૂ કરી દીધી હતી. અત્યાર સુધી 19 જિલ્લાઓમાં રહેનારા 40 હજાર ગેરકાયદે પ્રવાસીઓને માહિતી એકઠી કરી ચુક્યા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.