દિલ્હી ચૂંટણી / મુખ્યમંત્રી તરીકે કેજરીવાલ 67.6% લોકોની પસંદ, 55% AAP અને 27.3% લોકો ભાજપ સરકાર ઈચ્છે છેઃસર્વે

અરવિંદ કેજરીવાલ અને ડો. હર્ષવર્ધન
અરવિંદ કેજરીવાલ અને ડો. હર્ષવર્ધન

  • મુખ્યમંત્રી કેજરીવાલ 5 વર્ષ સરકાર ચલાવ્યા છતા 67.6% લોકોની પહેલી પસંદ બન્યા છે
  • ભલે ભાજપમાં સીએમ માટે ઘણા નામ હોય, પણ 11.9%એ ડો.હર્ષવર્ધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

Divyabhaskar.com

Jan 15, 2020, 11:04 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીઓએ તેમના ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂ કર્યું છે. મંગળવારે આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો પર તેમને ઉમેદવાર નક્કી કરી દીધા છે. કોંગ્રેસે 17 જાન્યુઆરીએ ઉમેદવારોની જાહેરાત કરવાની વાત કહી છે. સાથે જ ભાજપ પણ ટૂંક સમયમાં તેની યાદી જાહેર કરી શકે છે. આ સાથે જ IANS-સી વોટરના સર્વેમાં સામે આવ્યું છે કે મુખ્યમંત્રી પદ માટે અરવિંદ કેજરીવાલ 67.6% લોકોની પસંદ છે. ભાજપે મુખ્યમંત્રી માટે કોઈનું નામ આપ્યું નથી, પરંતુ 11.9% દિલ્હીવાસી ઈચ્છે છે કે ડોક્ટર હર્ષવર્ધન સીએમ બને.

સર્વેના પ્રમાણે, 55% લોકો દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને 57.1% લોકો કેન્દ્રમાં ભાજપ સરકારના પક્ષમાં છે. સાથે જ 27.3% લોકો ઈચ્છે છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનવી જોઈએ. સર્વેમાં લોકોને મુખ્યમંત્રીના બીજા વિકલ્પ વિશે પુછવામાં આવ્યું તો 11.9% કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ ડો. હર્ષવર્ધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપે 2013ની વિધાનસભા ચૂંટણી હર્ષવર્ધનની આગેવાનીમાં લડી હતી. આ વખતે દિલ્હીમાં 8મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. પરિણામ 11મી ફેબ્રુઆરીના રોજ જાહેર કરાશે.

સર્વેમાં દિલ્હીના 2326 મતદાતા સામેલ
IANS-સી વોટરના સર્વેમાં દિલ્હીના લોકો પાસે 11 નવેમ્બર 2019થી 14 જાન્યુઆરી 2020 વચ્ચે સવાલ પુછવામાં આવ્યા હતા. એક અપવાદને છોડીને કેજરીવાલનો વોટ શેર મોટાભાગે 60% થી વધારે છે. સર્વેમાં 2326 વોટરોને સામેલ કરવામાં આવ્યા હતા, જે દિલ્હીના શહેરી-અર્ધ શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં કરાયો હતો.

X
અરવિંદ કેજરીવાલ અને ડો. હર્ષવર્ધનઅરવિંદ કેજરીવાલ અને ડો. હર્ષવર્ધન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી