દિલ્હી / રાષ્ટ્રપતિએ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યાં, રવિવારે તેમની સાથે 6 ધારાસભ્ય શપથ લેશે

પ્રધાનમંત્રી મોદીને કેજરીવાલને ચૂંટણીમાં જીત બદલ અભિનંદ આપ્યા (ફાઈલ ફોટો)
પ્રધાનમંત્રી મોદીને કેજરીવાલને ચૂંટણીમાં જીત બદલ અભિનંદ આપ્યા (ફાઈલ ફોટો)

  • મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન, રાજેન્દ્ર ગૌતમ સામેલ
  • પ્રધાનમંત્રી મોદીને શપથ ગ્રહણ સમાહોર માટે આમંત્રણ, 11 ફેબ્રુઆરીના પરિણામમાં AAPને 70 પૈકી 62 બેઠક મળી હતી

Divyabhaskar.com

Feb 14, 2020, 10:08 PM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અરવિંદ કેજરીવાલની દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરી છે. શુક્રવારે સાંજે આ અંગે અધિસૂચના જારી કરવામાં આવી હતી. કેજરીવાલ સાથે 6 ધારાસભ્ય પણ મંત્રીપદની શપથ લેશે. તેમા મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન, રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. ગોપાલ રાય AAPના દિલ્હી એકમના પ્રભારી છે. તેઓ અગાઉની કેજરીવાલ સરકારમાં કેબિનેટ પ્રધાન પણ રહી ચુક્યા છે. મનીષ સિસોદિયા બાદ તેમને ત્રીજા નંબરના નેતા માનવામાં આવે છે. કેજરીવાલ 16, ફેબ્રુઆરી સવારે 10 વાગે દિલ્હીના રામલીલા મેદાનમાં ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. અગાઉ તેઓ 2013માં 48 દિવસ માટે આ પદ પર રહ્યા હતા, ત્યારબાદ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. બીજી વખત 14 ફેબ્રુઆરી,2015ના રોજ સત્તા સંભાળી હતી.

આ અગાઉ AAPના નેતા ગોપાલ રાયે સમાચાર એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સમારોહમાં ભાગ લેવા માટે અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવશે નહીં. આ ફક્ત દિલ્હીવાસીઓ માટે હશે.

11 ફેબ્રુઆરીના રોજ આવેલા ચૂંટણી પરિણામોમાં AAPએ 70 પૈકી 62 બેઠક પર જીત મેળવીને બહુમતી હાંસલ કરી હતી. ભાજપને 8 બેઠક મળી હતી. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી.

દિલ્હી ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાને મોદીએ કેજરીવાલને અભિનંદન આપ્યા

ચૂંટણી પરિણામ બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હાર સ્વીકારતા કહ્યું હતું કે અમે સકારાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અરવિંદ કેજરીવાલને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ દિલ્હીવાસીઓની આશાને પૂરી કરે. બીજીબાજુ કોંગ્રેસના ખાતામાં કોઈ જ બેઠક મળી નથી અને 7 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ ફરી શૂન્ય પર આઉટ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ પણ કેજરીવાલને જીત બદલ અભિનંદન આપ્યા હતા.

X
પ્રધાનમંત્રી મોદીને કેજરીવાલને ચૂંટણીમાં જીત બદલ અભિનંદ આપ્યા (ફાઈલ ફોટો)પ્રધાનમંત્રી મોદીને કેજરીવાલને ચૂંટણીમાં જીત બદલ અભિનંદ આપ્યા (ફાઈલ ફોટો)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી