એલર્ટ / ભાગલાવાદી નેતા ગિલાનીના નિધનની અફવા, કાશ્મીરમાં ફરી એકવાર ઈન્ટરનેટ સેવા બંધ

ભાગલાવાદી નેતા ગિલાની
ભાગલાવાદી નેતા ગિલાની

  • જમ્મુ-કાશ્મીરના ખીણ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું

Divyabhaskar.com

Feb 13, 2020, 01:26 PM IST

શ્રીનગર: હુર્રિયત કોંગ્રેસ (જી)ના ચેરમેન નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધનની અફવા ફેલાયા પછી બુધવારે મોડી રાતથી અહીં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જોકે કાશ્મીરના કમીશનર બશીર અહમદ ખાને જણાવ્યું છે કે, ગિલાનીના દીકરા નસીમ ગિલાનીએ ફોન પર જણાવ્યું કે, સૈયદ અલી શાહ ગિલાની સ્વસ્થ છે અને ઘરે છે. સ્કિમ્સના ડોક્ટર્સ દ્વારા તેમના સ્વાસ્થયનું પરિક્ષણ કરવામાં આવ્યું છે.

ખાને કહ્યું છે કે આ અફવા આધારહિન છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, તેઓ કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપે. પોલીસ અફવા ફેલાવનાર પર નજર રાખી રહ્યા છે. આવા તત્વો ઝડપાતા તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલાં રવિવારે અને મંગળવારે સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુ અને મકબૂલ બટની વરસીના દિવસે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.

X
ભાગલાવાદી નેતા ગિલાનીભાગલાવાદી નેતા ગિલાની
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી