કાશ્મીર / ફાયરિંગના સમાચાર અંગે મુખ્ય સચિવે કહ્યું- સુરક્ષાદળોએ એક પણ ગોળી નથી ચલાવી , કોઈનું મોત થયું નથી

  • મુખ્ય સચિવે સુરક્ષાદળોની ફાયરિંગમાં લોકોના મોત થયા હોવાના દાવાવાળા રિપોર્ટ્સને નકાર્યા 
  •  શ્રીનગર-શોપિયા સહિત 6 શહેરોમાં શાંતિપૂર્ણ માહોલમાં નમાઝ અદા કરાઈ, નમાઝ માટે 4500 લોકો એકઠા થયાં

Divyabhaskar.com

Aug 12, 2019, 07:54 PM IST

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે સોમવારે એ રિપોર્ટ્સને ફગાવ્યા છે જેમાં કહેવાઈ રહ્યું છે કે સુરક્ષાદળોની ફાયરિંગમાં લોકોના મોત થયા છે. કંસલે કહ્યું કે, હું આવા તમામ રિપોર્ટ્સને ફગાવું છું. અમે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ માટે જરૂરી તમામ પગલાઓ ભર્યા છે. જેના પરિણામે ઈદ શાંતિપૂર્વક મનાવવામાં આવી છે.

આ પહેલા ગૃહમંત્રાલયે કહ્યું કે, શ્રીનગર અને શોપિયામાં તમામ મુખ્ય મસ્જિદોમાં લોકો મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર આવ્યા હતાં. જમ્મુની ઈદગાહમાં અંદાજે 4500 લોકો એકઠા થયા હતાં. સાથે જ અનંતનાગ, બારામૂલા, બડગામ, બાંદીપોરામાં પણ કોઈ અણબનાવ બન્યો નથી. બારામૂલાની જામા મસ્જિદમાં અંદાજે 10 હજાર લોકો નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતાં.

ગત એક સપ્તાહમાં કોઈ અણબનાવ નથી બન્યો-કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા અનુચ્છેદ 370ને 7મી ઓગષ્ટે નાબૂદ કરી દીધો હતો. એક દિવસ પહેલા જ ગૃહમંત્રાલય તરફથી કહેવાયું હતું કે, શ્રીનગર અને બારામૂલામાં નાના મોટા વિરોધ પ્રદર્શન થયા, પરંતુ એક પણ પ્રદર્શનમાં 20થી વધુ લોકો ન હતા. જમ્મુ કાશ્મીર પોલીસે પણ ટ્વીટ કરીને રાજ્યની પરિસ્થિતિ સામાન્ય હોવાનો દાવો કર્યો હતો.

ઈન્ટરનેટ -ફોન બંધઃ 300 ફોન બૂથ બનાવાયા

ઘાટીમાં મોબાઈલ ફોન, લેડલાઈન અને ઈન્ટરનેટ બંધ છે. તેથી પ્રશાસને ઘાટીમાં 300 ટેલીફોન બૂથ બનાવ્યા હતા. રવિવારે આ બૂથો પર લાંબી લાઈન લાગી હતી. બકરી ઈદ મનાવવામાં લોકોને કોઈ તકલીફ ન પડે, તેના માટે રવિવારે પણ ઘણી બેન્કોને ખુલ્લી રાખવામાં આવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી