તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિગ્ગજ નેતા નજરકેદઃ ઘાટીના રાજકારણમાં પાંચ મહત્વના પાત્ર, 370ને ભૂલીને 371ની માંગે જોર પકડ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાના 5 મહિના બાદ પણ ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમાર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરકેદ છે. રાજ્યને વિધાનસભા વાળા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયો છે, પણ ચૂંટણી ક્યારે થશે, તેની પર હજુ સસ્પેન્સ છે. રાજ્યમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. દિગ્ગજ નેતાઓ નજરકેદ છે. તેમ છતા રાજકીય વાતાવરણમાં ગરમાવો છે. જેનું કારણ પૂર્વ મંત્રી અલ્તાફ બુખારી અને પૂર્વ ઉપમુખ્યમંત્રી મુઝફ્ફર હુસૈન બેગ જેવા નેતા, જે અનુચ્છેદ 370ને ભૂલીને આગળ વધવાની વાત કરી રહ્યા છે. સાથે જ રાજ્યોને વિશેષ દરજ્જો આપનારા અનુચ્છેદ 371નો મુદ્દો ઉઠી રહ્યો છે. ચર્ચા છે કે રાજ્યમાં કોઈ નવા પક્ષની પણ રચના થઈ શકે છે. 
પૂર્વ મંત્રી બુખારીના નેતૃત્વમાં ઘણા નેતાઓએ ગત મંગળવારે ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં તેમણે રાજ્યમાં રાજકીય પ્રવૃત્તિઓનો ફરી ચાલું  કરવાની માંગ કરી હતી. તેમના જ નેતૃત્વમાં ઘણા નેતાઓએ તાજેતરમાં જ 16 વિદેશી રાજકારણીઓ સાથે શ્રીનગરની એક હોટલમાં મુલાકાત કરી હતી. તેમના આ પગલાથી નારાજ PDPએ 8 નેતાઓને પાર્ટીમાંથી તગેડી મૂક્યા હતા. 
‘અનુચ્છેદ 370 હટાવવાનું દર્દ ક્યારે ઓછું નહી થાય, પણ હવે આપણે તેને ભૂલીને આગળ વધવું જોઈએ. જીવન ચાલતું જ રહેશે. આપણે જે હાંસિલ કરી શકીએ છીએ, આપણે તેના માટે પ્રયાસ કરવા જોઈએ. આપણે અહીંયાના લોકોના હક પર વાત કરવી જોઈએ.’- અલ્તાફ બુખારી, પૂર્વ મંત્રી , પીડીપીમાંથી બહાર 
‘અનુચ્છેદ 370 તો નકામો હતો. આ અંગે મહેબૂહા મુફ્તીની ટિપ્પણી ઉશ્કેરણીજનક નિવેદન જેવી હતી. તેમની ટિપ્પણીના કારણે નુકસાન થયું. હવે રાજ્યોને વિશેષ દરજ્જો આપનારા અનુચ્છેદ 371ને જમ્મુમાં લાગુ કરવાની માંગ કરવી જોઈએ. અનુચ્છેદ 371 ઘણા પડાડી રાજ્યોમાં લાગુ છે. ત્યાંના સ્થાનિક લોકોને એવા અધિકાર મળ્યા છે, જેવા જમ્મુ કાશ્મીરના લોકોને પહેલા મળ્યા હતા’- મુઝફ્ફર બેગ, પૂર્વ ઉપમુખ્યમંત્રી, PDP

અનુચ્છેદ 371 શું છે?
અનુચ્છેદ 371 રાજ્યોને વિશેષ દરજ્જો આપે છે. જેમાં લગભગ 10 જોગવાઈઓ છે. જે વિકાસ કાર્યો અને કાયદા વ્યવસ્થા જેવા કેસમાં કેન્દ્ર અને રાજ્યોને વિશેષાધિકાર આપે છે. હાલ તે 10 રાજ્યોમાં લાગુ છે. જેમ કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તે રાજ્યપાલ દ્વારા કેન્દ્રને ઘણા વિશેષ ક્ષેત્રમાં વિકાસ બોર્ડ બનાવવાનો અધિકાર આપે છે. સાથે જ નાગાલેન્ડ અને મિઝોરમમાં આ અનુચ્છેદ ત્યાંની વિધાનસભાને ધાર્મિક-સામાજિક મામલામાં નિર્ણય લેવાનો અધિકાર આપે છે. 

નવી પાર્ટી બનવાની આશંકાઓ 
અત્યાર સુધી 13 નેતા PDP છોડી ચુક્યા છે. 8 નેતાઓએ PDPને વિદેશી રાજકારણીઓ સાથે મુલાકાત કરવા માટે પાર્ટીમાંથી બહાર ધકેલી દીધા છે. મળતી માહિતી પ્રમાણે, અલ્તાફ બુખારી PDP છોડી ચુકેલા નેતાઓ સાથે મળીને નવી પાર્ટી બનાવી શકે છે. સાથે જ કાશ્મીરમાં ભાજપના પંચ અને સરપંચ ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે. તેમના કહ્યાં પ્રમાણે, રાજ્યના રાજકારણનો ખાલીપો તે દૂર કરી શકે છે.  જો કે, ભાજપ આજ સુધી કાશ્મીર ઘાટીમાં કોઈ વિધાનસભા બેઠક નથી જીતી શક્યાં. 

રાજકારણના પાંચ ચહેરાઓ

 

1. અલ્તાફ બુખારીઃ કાશ્મીરના વેપારી, PDPમાંથી બહાર 
બુખારી કાશ્મીરના મોટા વેપારી છે. તેઓ 84 કરોડની સંપત્તિ સાથે 2014ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. જાન્યુઆરી 2019માં જ તેમણે PDPમાંથી બહાર કરવામાં આવ્યા હતા. બુખારી 370ને ભૂલીને આગળ વધવાની ખૂલીને વાત કરી રહ્યા છે. ઓગસ્ટ પછી આ પ્રકારનું સાર્વજનિક નિવેદન આપનારા તે પહેલા નેતા છે. બુખારીના નેતૃત્વવાળા જૂથે યુવાનો સાથે જોડાયેલો મુદ્દો ઉછાળ્યો છે. તેમના કહ્યાં પ્રમાણે જમ્મુ કાશ્મીરના સ્થાનિક નિવાસીઓને રોજગાર અને પ્રોફેશનલ કોર્સિસમાં અનામત મળવી જોઈએ. સાથે જ યુવાનો વિરુદ્ધ નોંધાયેલા કેસમાં પાછા લેવા જોઈઓ. બુખારી PDPથી અલગ થઈ ગયા છે, પણ તેમના પૂર્વ નેતા મહેબૂબા મુફ્તી સહિત તમામ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને નજરકેદમાંથી છોડવા અને ઓગસ્ટથી જેલમાં બંધ લગભગ 1200 લોકોને છોડવાની માંગ કરી રહ્યા છે. 

2. મુઝફ્ફર બેગઃ PDP નેતા, પરંતુ 370 પાર્ટીથી અલગ મત 
પૂર્વ ડેપ્યુટી સીએમ મુઝફ્ફર બેગ 371નો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેઓ 370 અંગે મહેબૂબા મુફ્તીના સ્ટેન્ડને પણ ખોટા ગણાવી રહ્યા છે. જો કે, હાલ તેઓ PDPમાં જ છે. 

3. ઈલ્તિજા મુફ્તીઃ મહેબૂબાની દીકરી
 મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તિજા મુફ્તી 370 હટાવવાના વિરોધમાં ચાલી રહેલી ચળવળનો ચહેરો બની ગઈ છે. તેમના કહ્યાં પ્રમાણે, કોઈ પણ પક્ષમાં હોય, આ જ સમય છે જ્યારે 370ને પુનઃસ્થાપિત કરવા માટે સૌ સાથે આવે. 

4. મુસ્તફા કમાલ, ફારુક અબ્દુલ્લાના ભાઈ
ફારુક અને ઓમાર અબ્દુલ્લા ઓગસ્ટથી નજરકેદ છે. ફારુતના ભાઈ મુસ્તફા કમાલ નેશનલ કોન્ફરન્સના દિગ્ગજ નેતા છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી 370નો પુનઃસ્થાપિત નહી થાય, ત્યાં સુધી પાર્ટી કોઈ ચૂંટણી નહીં લડે. અનુચ્છેદ 371 લાગુ થાય તો અમને કોઈ વાંધો નથી, પણ 370 પર અમારું સ્ટેન્ડ કાયમ છે. 

5. ખાલિદા શાહ, ફારુકની બહેન 
ફારુક અબ્દુલ્લાની બહેન અને આવામી નેશનલ કોન્ફરન્સની અધ્યક્ષ ખાલિદા શાહનું પણ કહેવું છે કે સરકારે 370 હટાવીને મોટી ભૂલ કરી છે. 370ને તેના મૂળ સ્વરૂપમાં ફરી પુનસ્થાપિત કરવી જોઈએ. જે અનુચ્છેદ 371ની વાત કરશે, તેમને ગદ્દાર ગણવા જોઈએ. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો