કર્ણાટક સંકટ / બળવાખોર ધારાસભ્યો અને સ્પીકરની મિટિંગ પહેલા સીએમ કુમારસ્વામીએ વિધાનસભામાં સુરક્ષાની સમીક્ષા કરી

Karnataka Political Crisis: Kumaraswamy cabinet meeting today updates

  • શિવકુમાર કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા
  • રાજીનામુ સ્વીકાર ન કરવાના મામલે બળવાખોર ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શક્ય
  • બુધવારે કોંગ્રેસના વધુ 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે

Divyabhaskar.com

Jul 11, 2019, 06:05 PM IST

બેંગલુરુ: સુપ્રીમ કોર્ટે છેલ્લા કેટલાક દિવસથી કર્ણાટકમાં રાજીનામું આપનાર કોંગ્રેસ-જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યોને ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પીકરને મળવાનો આદેશ આપ્યો છે. આ માટે મુંબઈની હોટલમાં રોકાયેલા દરેક ધારાસભ્ય બેંગલુરુ માટે રવાના થઈ ગયા છે. તેમના આવવાના 2 કલાક પહેલાં મુખ્યમંત્રી કુમાર સ્વામી અને કોંગ્રેસ નેતા ડીકે શિવ કુમાર વિધાનસભા પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી હતી. અત્યાર સુધી કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે, સ્પીકર રમેશ કુમાર વાર કર્યા વગર રાજીનામા વિશે નિર્ણય લે અને શુક્રવારે કોર્ટને તેની જાણ કરે. કર્ણાટક પોલીસને બળવાખોર ઘારાસભ્યોની સુરક્ષાનો આદેશ આપ્યો છે. વકીલ અભિષેક મનુ સિંઘવીએ સ્પીકરની વકીલાત કરતાં કોર્ટના આદેશનો વિરોધ કર્યો છે. સ્પીકરે સુપ્રીમ કોર્ટ પાસે રાજીનામા વિશે નિર્ણય લેવામાં થોડો સમય માંગ્યો છે. કોર્ટે જોકે આ અરજી વિશે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જ્યારે બીજી બાજુ મલ્લિકાર્જન ખડગેએ કહ્યું છે કે, સ્પીકર કોર્ટના આદેશ અને નિયમોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે.

કુમાર સ્વામીએ બોલાવી મંત્રીમંડળની બેઠક

મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ગુરુવારે મંત્રીમંડળની બેઠક રાખવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, બેઠકમાં દરેક મંત્રી હાજર રહેશે. કારણ કે તેમણે તેમના પાર્ટી અધ્યક્ષને રાજીનામું આપ્યું છે, મુખ્યમંત્રીને નહીં. બીજી બાજુ 11થી 14 જુલાઈ સુધી બેંગલુરુના વિધાનસભા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. આ દરમિયાન વિસ્તારમાં એક જગ્યાએ ચારથી વધારે લોકો ન રહી શકે.

કોંગ્રેસ નેતા એસટી સોમશેખર બુધવારે મોડી સાંજે પાછા બેંગલુરુ આવી ગયા હતા. સોમશેખર બેંગલુરુ ડેવલપમેન્ટ ઓથોરિટી (બીડીએ)ના અધ્યક્ષ છે. બીડીએની ગુરુવારે સવારે બેઠક થવાની છે. તેમણે કહ્યું કે, હવે હું અહિંયા જ રહેવાનો છું, પાછો મુંબઈ નથી જવાનો. મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ હજી હું કોંગ્રેસમાં છું.

ભાજપ ધારાસભ્યોની ગુરુવારે બેઠક
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ પાર્ટીના દરેક ધારાસભ્યોની ગુરુવારે બેઠક બોલાવી હતી. બેઠકમાં રાજકીય વિવાદમાં ધારાસભ્યોના રાજીનામા પછી તેમની સદસ્યતા અને અન્ય સંબંધિત મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં વાર થવા બાબતે યેદિયુરપ્પાએ કહ્યું કે, ગુરુવારે આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવશે અને ત્યારપછી દરેક અનિશ્ચિતતાઓ ખતમ થઈ જશે.

વિરોધીઓને શરમ આવવી જોઈએ-શિવકુમાર
આ પહેલાં બુધવારે કર્ણાટક સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા ડી શિવકુમાર બુધવારે બળવાખોર ધારાસભ્યોને મળવા માટે મુંબઈ રેનેસાં હોટલ પહોંચ્યા હતા. પરંતુ પોલીસે શિવકુમારને ધારાસભ્યોને મળતા રોક્યા હતા. આ વિશે તેમણે કહ્યું હતું કે, ભાજપ અને મુંબઈ પોલીસને શરમ આવવી જોઈએ. આ બધુ ભાજપના ઈશારે થઈ રહ્યું છે. મને મારા મિત્રો અને સહયોગીઓને મળવા ન દીધો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, દરેક અસંતુષ્ટ ધારાસભ્યો જલદી પાછા આવશે.

X
Karnataka Political Crisis: Kumaraswamy cabinet meeting today updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી