કર્ણાટક / વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મીડિયા પર પ્રતિબંધ, સ્પીકરે કહ્યું- આઝાદી ખતમ કરવાનો હેતુ નથી

Karnatak Speaker Vishweshwara Hegde Kageri Bans TV Media Coverage Inside House

  • મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું- તેઓ આ નિર્ણય વિશે વિધાનસભા અધ્યક્ષને પુન:વિચાર કરવા કહેશે
  • નેતા કુમાર સ્વામીએ કહ્યું- સરકારનું આ પગલું શરમજનક, અમે ધરણાં કરીશું

Divyabhaskar.com

Oct 10, 2019, 05:15 PM IST

બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીએ ગૃહની કાર્યવાહી દરમિયાન મીડિયા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્પીકરના નિર્ણયનો જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, પ્રતિબંધ નિયમ અંતર્ગત લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેમનો હેતુ મીડિયાની આઝાદી ખતમ કરવાનો નથી. પરંતુ પ્રતિબંધ પરિક્ષણના આધારે લગાવવામાં આવ્યો છે. કર્ણાટક વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે.

આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, તેઓ ગૃહની કાર્યવાહીમાં મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિશે પુન:વિચાર કરવા માટે સ્પીકરને કહેશે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું છે કે, મારી સરકાર હંમેશા આઝાદીના સમર્થનમાં રહી છે. હું તે માટે ઈમાનદારીથી પ્રયત્ન કરીશ. આદેશ પ્રમાણે, વિધાનસભાની અંદર માત્ર દૂરદર્શનના કેમરાને જ મંજૂરી આપવામાં આવશે.

આ શરમજનક પગલું- કુમારસ્વામી
કોંગ્રેસ અને જનતાદળે સરકારના આ પગલાંને શરમજનક ગણાવ્યું છે. જેડીએ નેસા અને પૂર્વ મુખ્યમંત્રી અચડી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પોલીસે તેમને આ પગલું લેવા માટે ભલામણ કરી હતી, જેનો તેમણે ઈનકાર કર્યો હતો. કુમારસ્વામીએ ધરણાં પર જવાની પણ ચીમકી આપી છે. જો કોઈ ખાનગી ચેનલ વિધાનસભાની કાર્યવાહી તેમના દર્શકોને બતાવવા માંગતી હોય તો તે ચેનલે દૂરદર્શન સાથે જોડાવું પડશે.

X
Karnatak Speaker Vishweshwara Hegde Kageri Bans TV Media Coverage Inside House
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી