દિવ્ય ભાસ્કરના લેખક કાંતિ ભટ્ટ અમર થઈ ગયા, 88 વર્ષની ઉંમરે યુવાનો જેવો જોશ હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલથી ઘરે જવા માટે ડૉક્ટરને કહ્યું- આઈ વિલ નેવર સરન્ડર ટુ ડોક્ટર
  • હજુ 15 જુલાઈએ 88મા જન્મદિનની ઉજવણીમાં કાંતિ ભટ્ટ બાળકની જેમ ઝૂમી ઉઠ્યા હતા
  • મૂળ ભાવનગર જિલ્લા ઝાંઝમેર ગામના વતની હતા.

મુંબઈ: જાણીતા લેખક, પત્રકાર અને કટારલેખક કાન્તિભાઈ ભટ્ટનું 88 વર્ષની વયે રવિવારે મુંબઈ ખાતેના નિવાસસ્થાને નિધન થયું. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય, પત્રકારજગતમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મોરારિ બાપુ સહિતના મહાનુભવોએ શોક સંદેશા પાઠવ્યા હતા. વર્ષ ૧૯૬૬માં મુંબઈમાં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરનારા કાન્તિભાઈના નજીકના નિકટવર્તીઓએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે શુક્રવારે સવારે તેમને કાંદિવલીની વિન્સ હોસ્પિટલમાં પેરેલિસિસના હુમલાની સારવાર માટે દાખલ કરાયા હતા. 

84 દેશનો પોતાના લગ્ન વિશે રસપ્રદ વાત પોતે જણાવી હતી: 

લેખક તરીકેની સફર
મહુવાની હાઇસ્કૂલમાં અખાડાના મેગેઝીન ‘ઝણકાર’ના તંત્રી પણ રહીં ચૂક્યાં છે. 1967માં ‘વ્યાપાર’માં સબ એડીટર બન્યાં બાદ ચિત્રલેખા, મુંબઇ સમાચાર, દિવ્ય ભાસ્કર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા સહિત ઘણા મેગેઝીનોમાં પોતાના લેખ લખ્યાં. ​​​​​​

 

અન્ય સમાચારો પણ છે...