તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kans Was The Goddess Who Wanted To Kill The Goddess, Established There As A Goddess, In Her Protection As A Deity Tree.

કંસ દેવકીની જે દીકરીને મારી નાખવા માગતો હતો, એ જ ત્યાં દેવી તરીકે સ્થાપિત, દેવતા વૃક્ષો તરીકે તેમની સુરક્ષામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇરિંગોવ કાવૂ મંદિરનો ડ્રોનથી નજારો - Divya Bhaskar
ઇરિંગોવ કાવૂ મંદિરનો ડ્રોનથી નજારો

જેસી શિબુ, એર્નાકુલમ(કેરળ): આ કેરળના એર્નાકુલમ જિલ્લાના ગીચ જંગલોમાં સ્થિત ઈરિંગોલ કાવૂ મંદિર છે. અહીં માતા ભગવતી કન્યારૂપે વિરાજમાન છે. માન્યતા છે કે દેવી ભગવતીએ કંસના હાથે કૃષ્ણને બચાવવા માટે બાલિકાનો અવતાર લીધો હતો. આ કન્યાને જેવી જ રીતે કંસે વધ માટે ઉપાડી, તે વીજળી બનીને વિલીન થઈ ગઈ. મનાય છે કે આ વીજળી ત્યાં જ પડી હતી. એવું પણ કહેવાય છે કે પરશુરામે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. અમુક સ્થાને તેને 2700 વર્ષ જૂનું પણ મનાય છે. આ મંદિર કેરળના 108 દુર્ગા મંદિરોમાંથી એક છે. ગોળ અને ખીર અહીંના મુખ્ય પ્રસાદ છે. 

સવારે સરસ્વતી, બપોરે વનદુર્ગા અને સાંજે ભદ્રકાળીની પૂજા
ખાસ એ છે કે અહીં સવારના સમયે દેવીની પૂજા સરસ્વતી, બપોરમાં વનદુર્ગા અને સાંજે ભદ્રકાળી તરીકે કરાય છે. કહેવાય છે કે વૃક્ષો તરીકે દેવતાઓ માતા દુર્ગાને મંદિરમાં કન્યા તરીકે સુરક્ષિત રાખે છે. અહીંની દેવી પ્રતિમાને લઈ જવા માટે ફક્ત માદા હાથીઓનો ઉપયોગ થાય છે. સલાહકાર બોર્ડના સચિવ અને સેવાનિવૃત ઉપનિરીક્ષક ઉન્નીકૃષ્ણન કહે છે કે મંદિરમાં સુગંધિત પુષ્પો સ્વીકાર્ય નથી. આ પ્રકારના પુષ્પ ધારણ કરતી મહિલાઅોના પ્રવેશ પર પ્રતિબંધ છે. 60 એકરના જંગલમાં 150 પ્રકારના જીવ-જંતુ છે પણ રસપ્રદ એ છે કે અહીં સાપ એક પણ નથી.

અન્ય સમાચારો પણ છે...