નિવેદન / બાબરી મસ્જિદ તોડી પાડવી ષડયંત્ર નથી, કરોડો હિન્દુઓની લાગણી દુભાવવાનું પરિણામઃ કલ્યાણસિંહ

  • કલ્યાણ સિંહે કહ્યું - અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કેન્દ્ર સરકારે આ દિશામાં આગળ વધવું જોઈએ. 
  • જો રામ મંદિરનું નિર્માણ થશે તો આનાથી કરોડો ભારતીયોની ઈચ્છા પુરી થશે 

Divyabhaskar.com

Sep 11, 2019, 01:59 PM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહે મંગળવારે કહ્યું કે, બાબરી મસ્જિદને તોડી પાડવી એ ષડયંત્ર ન હતું, પણ સદીઓથી કરોડો હિન્દુઓની ભાવનાઓને દબાવવાનું પરિણામ હતું. ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડાઈ તે વખતે કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના જજ સુરેન્દ્ર કુમાર યાદવે સીબીઆઈને કલ્યાણ સિંહના કેસમાં રિપોર્ટ દાખલ કરાવવા અંગે કહ્યું હતું. આ અંગે સીબીઆઈએ એક અરજી દાખલ કરી હતી, જેની પર આજે સુનાવણી કરવામાં આવશે.

કલ્યાણ સિંહે જણાવ્યું કે, અત્યાર સુધી હું રાજસ્થાનનો રાજ્યપાલ હતો અને મને સમન ન કરી શકાય પરંતુ હવે મારી સાથે પણ પુછપરછ કરવામાં આવશે. આ માટે હું કોર્ટમાં હાજરી આપીશ. હું ત્યાં પણ સવાલોના જવાબ આપીશ.

કોર્ટનું સમ્માન કરું છું- કલ્યાણ-પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું કોર્ટનું સમ્માન કરું છું. જો સીબીઆઈ મારી સાથે પુછપરછ કરવા માગે છે તો હું તેને સ્વીકારીશ. મને જ્યારે બોલવશે હું જઈશ. આ મુદ્દો કોર્ટમાં છે અને 12-13 લોકો વિરોધી ગુનાહિત કેસો છે. હું કોર્ટમાં જણાવીશ કે આમાં કોઈ ષડયંત્ર નથી થયું.

અયોધ્યા કરોડો ભારતીયોની આસ્થાનું કેન્દ્રબિંદુ -કલ્યાણે કહ્યું કે, અયોધ્યા કરોડો ભારતીયોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે તો કરોડો ભારતીયોની ઈચ્છા પુરી થશે. હું રામ મંદિર નિર્માણનું સમર્થન કરું છું. આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. અમે કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યાં છીએ. નિર્ણય આવ્યા બાદ કેન્દ્ર સરકારે આ દિશામાં આગળ વધવું જોઈએ. મારો પક્ષ આ મુદ્દે સ્પષ્ટ છે.

અન્ય દળ પોતાનો પક્ષ રજુ કરેઃ કલ્યાણ-તેમણે જણાવ્યું કે તમામ રાજકીય દળોને આ મુદ્દા પર પોતાના મંતવ્યો રજુ કરવા જોઈએ કે તેઓ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પક્ષમાં છે કે નહીં. તેમણે સૂચન આપ્યું કે, મુસ્લિમ પક્ષને આ કેસમાં પોતાના દાવાને પાછા લેવા અંગે વિચારવું જોઈએ. આનાથી દેશની એકતા અને અંખડિતતા સુનિશ્વિત થશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી