• Home
 • National
 • Jyotiraditya Scindia can make a big announcement on her father's 75th birth anniversary today

ઈનસાઈડ સ્ટોરી / સિંધિયા અને ભાજપ વચ્ચે મધ્યસ્થી કરાવવામાં ગાયકવાડ પરિવારની મહત્વની ભૂમિકા, સિંધિયા વડોદરા શાહી પરિવારના જમાઈ છે

Jyotiraditya Scindia can make a big announcement on her father's 75th birth anniversary today

 • સ્વ. રાજવી પ્રતાપસિંહ ગાયકવાડના ત્રીજા નંબરના પુત્ર સંગ્રામસિંહની પુત્રી પ્રિયદર્શિની જ્યોતિરાદિત્યના પત્ની છે
 • ગત સપ્ટેમ્બરમાં મુંબઈ ખાતે સંગ્રામસિંહના પત્નીની હાજરીમાં સિંધિયા અને ભાજપના દિગ્ગજ નેતા વચ્ચે બેઠક થયા પછી સિંધિયાએ તેવર બદલ્યા

Divyabhaskar.com

Mar 11, 2020, 04:14 PM IST

નવી દિલ્હી/ ભોપાલઃ મધ્યપ્રદેશના રાજકીય સંકટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની ગૃહમંત્રી અમિત શાહ તેમજ વડાપ્રધાન મોદી સાથેની કથિત મુલાકાત પછી નવો વળાંક આવ્યો છે. બગાવતે ચડેલા સિંધિયાને મનાવવા માટે કોંગ્રેસની યંગબ્રિગેડ પૈકી સચીન પાયલટ અને મિલિંદ દેવરાને જવાબદારી સોંપાઈ હતી. પરંતુ બાગી સિંધિયાનું વલણ હજુ સુધી કુણું પડ્યું નથી. મુખ્યમંત્રી કમલનાથે પણ સિંધિયા સાથે રૂબરૂ મુલાકાતની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો સિંધિયા કેમ્પ દ્વારા ઈનકાર કરી દેવાયો છે. સિંધિયાનો ભાજપ તરફનો ઝુકાવ હવે સ્પષ્ટ થતો જાય છે અને રસપ્રદ બાબત એ છે કે ભાજપ અને સિંધિયા વચ્ચે મધ્યસ્થી કરવામાં વડોદરાનો રાજવી ગાયકવાડ પરિવાર મહત્વની ભૂમિકામાં હોવાનું કહેવાય છે.

વડોદરાના રાજપરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ

 • સિધિયા એ મૂળ શિંદે સાખના મરાઠા સરદારનો પરિવાર છે. પૂણેની પેશ્વાઈ નબળી પડતાં મહાદજી શિંદેએ ગ્વાલિયરમાં પોતાની સત્તાને સ્વતંત્ર જાહેર કરી હતી.
 • એ જ રીતે ગુજરાતમાં દામાજી અને પીલાજી ગાયકવાડે પોતાનું અલગ સામ્રાજ્ય બનાવ્યું હતું. આમ, બંને રાજવી પરિવારો પરસ્પર સાથે ત્રણ સૈકા જૂની ઘનિષ્ઠતા અને એકસરખા મૂળિયા ધરાવે છે.
 • આ ઉપરાંત લગ્નસંબંધથી પણ બંને પરિવારો જોડાયેલા છે. વડોદરાના છેલ્લાં રાજવી પ્રતાપસિંહરાવ ગાયકવાડના ત્રીજા નંબરના પુત્ર સંગ્રામસિંહની પુત્રી પ્રિયદર્શિનીરાજે જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની છે. એ હિસાબે સિંધિયા વડોદરાના રાજવી પરિવારના જમાઈ છે.
 • વડોદરાના શાહી પરિવારને સિંધિયા પરિવાર જેટલી જ નિકટતા નેપાળના રાજવી પરિવાર સાથે પણ છે.
 • એવું કહેવાય છે કે સિંધિયાને ભાજપ તરફ લાવવા માટે લાંબા સમયથી ગાયકવાડ પરિવાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા હતા.
 • સંગ્રામસિંહ ગાયકવાડ અને નેપાળી શાહી પરિવારના તેમના પત્ની આશારાજેના પ્રયાસોથી ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મુંબઈ ખાતે સિંધિયા અને ભાજપના એક દિગ્ગજ નેતા વચ્ચે બેઠક થઈ હતી.
 • એ પછી સિંધિયાએ ટ્વિટર પર પોતાની ઓળખમાં કોંગ્રેસનો ઉલ્લેખ રદ કર્યો હતો. ત્યારથી સિંધિયાના બદલાઈ રહેલા તેવર ચર્ચાસ્પદ બન્યા હતા.
 • વડોદરાના ગાયકવાડ પરિવારમાં પણ સંપત્તિની વહેંચણી અંગે આપસમાં તીવ્ર વિખવાદ છે. સ્વ. મહારાજા રણજીતસિંહ અને નાનાભાઈ સંગ્રામસિંહ વચ્ચે દાયકાઓ સુધી વિવાદ ચાલ્યા બાદ રણજીતસિંહના પુત્ર અને વર્તમાન મહારાજા સમરજીતસિંહ સાથે સંગ્રામસિંહે આંશિક સમાધાન કર્યું હતું. જોકે લક્ષ્મવિલાસ પેલેસ સહિતની અબજો રૂપિયાની સંપત્તિની વહેંચણી અંગેના અનેક મામલાઓ હજુ પણ અદાલતમાં છે.
 • એ જોતાં સિંધિયા અને ભાજપ વચ્ચેની મધ્યસ્થીમાં સમરજીત ગાયકવાડ કે તેમના માતા (પૂર્વ સાંસદ) શુભાંગિનીરાજેની કોઈ ભૂમિકા હોય તેમ જણાતું નથી.

X
Jyotiraditya Scindia can make a big announcement on her father's 75th birth anniversary today

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી