તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભોપાલ: મધ્યપ્રદેશમાં પોલિટિકલ ડ્રામા ચરમસીમા પર પહોંચ્યો છે. શુક્રવારે સાત કલાકના ડ્રામા બાદ સિંધિયા ગ્રુપના ધારાસભ્યોનું ભોપાલ આવવાનું છેલ્લી ઘડીએ કેન્સલ થયુ છે. આ દરમિયાન રાજ્યપાલે બેંગલુરુથી રાજીનામુ મોકલનાર 6 મંત્રીઓને કેબિનેટમાંથી સસ્પેન્ડ કર્યા છે. સવારે રાજ્યપાલને મળવા પહોંચેલા મુખ્યમંત્રીએ તેની ભલામણ કરી હતી. કેબિનેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા 6 મંત્રીઓના વિભાગની જવાબદારી અન્ય મંત્રીઓને આપવામાં આવી છે. વિજયલક્ષ્મી સાઘૌને મહિલા બાલ વિકાસ, ગોવિંગ સિંહને ખાદ્ય અને નાગરિક આપૂર્તિ, બ્રજેન્દ્ર સિંહ રાઠૌરને ટ્રાન્સપોર્ટેશન, સુખદેવ પાંસેને શ્રમ, જીતુ પટવારીને રેવન્યુ, કમલેશ્વર પટેલને સ્કુલ શિક્ષા અને તરુણ ભનોટને સ્વાસ્થ્ય વિભાગ આપવામાં આવ્યો છે.
એરપોર્ટ પહોંચેલા ભાજપ કાર્યકર્તાઓએ સિંધિયાના સમર્થનમાં નારેબાજી કરી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને CISFના જવાનોએ રોકી લીધા હતા. ત્યારપછી તેમણે સિંધિયાના વિરોધમાં નારેબાજી કરી હતી. ભોપાલ કલેક્ટર તરુણ પિથૌડા અને ડીઆઈજી ઈરશાદ વલી એરપોર્ટ પહોંચી ગયા છે. એરપોર્ટ પર તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરે અહીં કલમ-144 લાગુ કરી છે. અહીં STFમા જવાનોને પણ એરપોર્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે. ધારાસભ્યોએ સુરક્ષા માટે કેન્દ્રીય સુરક્ષાબળની માંગણી કરી છે. આ વિશે વિધાનસભા સચિવાલય તરફથી ડીજીપીને એક પત્ર પણ સોંપવામાં આવ્યો છે. કમલનાથ કેબિનેટમાં મંત્રી સજ્જન સિંહ વર્મા પણ એરપોર્ટ પર હાજર રહ્યા છે. તેમણે સુરક્ષા માટે કેન્દ્રીય બળની માંગણીને ભાજપનું કાવતરું ગણાવ્યું છે.
ધારાસભ્યોની સ્પીકર સાથેની મુલાકાતની વીડિયોગ્રાફી કરાશે
સ્પીકરે રાજીનામાની સત્યતા દર્શાવવા કહ્યું છે. કહ્યું છે, રાજીનામું સ્વેચ્છાથી આપવામાં આવ્યું છે કે કોઈના દબાણમાં, ધારાસભ્ય રુબરુ હાજર રહીને આ વાત જણાવશે. આ મુલાકાતની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. જે ધારાસભ્ય સ્પીકરની સામે હાજર નહીં હોય તેમનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં. જ્યારે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે બેંગલુરુથી પરત ફરનાર ધારાસભ્યોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન હોવાની શંકા રજૂ કરીને તેમના ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે.
ભુપેન્દ્ર સિંહે રાજીનામુ સ્વીકારવાની ભલામણ કરી
પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહે ગુરુવારે વિધાનસભા અધ્યક્ષની મુલાકાત કરી તેમને વધુ ત્રણ ધારાસભ્યો બિસાહુલાલ સિંહ, એંદલ સિંહ કંષાના અને મનોજ ચૌધરીનું રાજીનામા સોંપ્યા હતા. તે સાથે જ ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરવાની ભલામણ પણ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, સરકાર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. પરંતુ જ્યાં સુધી ધારાસભ્યોના રાજીનામા મંજૂરી ન થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ કેવી રીતે કરાશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.