યુએસ / પેનકિલર ઓવરડોઝ મામલામાં દોષી જોન કપૂરની કંપની ઈનસિસે દેવાળિય અરજી કરી

Divyabhaskar.com

Jun 11, 2019, 02:20 PM IST
Jon Kapoor's company insensively filed a bankruptcy petition in the Penchiller overdose case
X
Jon Kapoor's company insensively filed a bankruptcy petition in the Penchiller overdose case

  • અમેરિકામાં 2012થી 2015 સુધી હેવી ડોઝ વાળી દર્દ નિવારક દવાઓથી મોત થવાનો મામલો
  • ઈનસિસ કંપનીએ ડોક્ટર્સને લાંચ આપીને સામાન્ય દર્દવાળા દર્દીને પણ આ દવાનું વેચાણ કર્યું હતું

અરિઝોના(યુએસ)ઃ અમેરિકાની દવા કંપની ઈનસિસ થેરાપ્યૂટિક્સે દેવાળિયા થવાની અરજી દાખલ કરી છે. કંપની તેની તમામ એસેટ્સ વચશે. તેણે સોમવારે આ જાણકારી આપી છે. અમેરિકામાં ઓપિઓઈડ ક્રાઈસિસના દોષી ભારતીય મૂળના જોન નાથ કપૂર(76) ઈનસિસના ફાઉન્ડર છે.

કપૂર સહિત 5 દોષિઓને સજા થઈ ચૂકી છે

1.

અમેરિકામાં દર્દ દૂર કરવાની દવાઓના ઓવરડોઝથી હજારો લોકોના મોત થવાના મામલામાં કોર્ટે ગત મહિને ચૂકાદો આપ્યો હતો. લોકો એ જરૂરિયાત વગર હેવી ડોઝ વાળી દર્દ નિવારક દવાઓ આપવાની જાળ રચવા અને એવી દવાઓ લખવા માટે ડોક્ટર્સને લાંચ આપવાના મમલામાં કપૂર અને 4 પૂર્વ અધિકારીઓને બોસ્ટનની કોર્ટે દોષી ઠેરવ્યો હતો. કપૂર સહિત અન્ય દોષીઓને 20 વર્ષ સુધીની  સજા સંભળાવવામાં આવી હતી.

2.

છેતપપિંડીના મામલામાં ઈનસિસે ગત સપ્તાહમાં 22.5 કરોડ ડોલર(1567 કરોડ રૂપિયા)માં ન્યાય વિભાગની સાથે સેટલમેન્ટ કર્યું હતું. આ રકમ ચુકવવા માટે કંપની દેવાળિયા થવા માંગે છે.

3.

ઈનસિસે 2012થી 2015 સુધી ડોકટરને લાંચ આપીને દર્દનિવારક સ્પ્રે સબસિસ દર્દીઓને લેવાની ફરજ પાડી જયારે તેમને તેની જરૂરિયાત ન હતી. સબસિસ બનાવવામાં ફેંટાનિલનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોર્ફિનથી પણ 50થી 100 ગણો હેવી ડોઝ હોય છે. આ દવા જેની ઈલાજ શકય નથી એવા કેન્સરના દર્દીને આપવામાં આવે છે. જોકે ઈનસિસ કંપનીએ નફો કમાવવા માટે સામાન્ય દર્દ વાળા દર્દીઓને પણ આ દવાઓ વેચી હતી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી