તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • JNU Violence: Cong Fact Finding Committee Attack 'state Sponsored', VC Must Be Dismissed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિગ કમિટિએ કહ્યું- હિંસા પાછળ કેન્દ્ર સરકાર, કુલપતિને હટાવી તેમના નિર્ણયોની તપાસ કરવામાં આવે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસની સુષ્મિતા દેવ, હિબી ઈડન, સૈયદ નસીર હુસૈન અને અમૃતા ધવનની સમિતિએ રવિવારે JNU હિંસા પર રિપોર્ટ સોંપ્યો
 • દિલ્હી પોલીસની SITએ કહ્યું કે, JNUમાં હિંસા ફેલાવાના મામલામાં વધુ સાત લોકોની ઓળખ કરવામાં આવી, શુક્રવારે 9 લોકોની ઓળખાણનો દાવો કર્યો હતો

નવી દિલ્હીઃ કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિગ કમિટિએ કહ્યું કે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં પાંચમી જાન્યુઆરીએ થયેલી હિંસા પાછળ સરકારનો હાથ હતો. કમિટિએ યુનિવર્સિટીના કુલપતિ એમ જગદીશ કુમારને તાત્કાલિક હટાવવાની ભલામણ કરી હતી. સમિતિએ કુલપતિના નાણાકીય અને વહીવટી નિર્ણયોની તપાસ કરવા અને તેમના વિરુદ્ધ ગુનાહિત તપાસ શરૂ કરવાની પણ ભલામણ કરી હતી. રવિવારે આ સમિતિએ સોનિયા ગાંધીને તેમનો તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. 
સોનિયા ગાંધીએ ચાર સભ્યોની સમિતિ બનાવીને JNU હિંસા અંગે વિસ્તારપૂર્વક તપાસ કરવા માટે કહ્યું હતું. મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવ, NSUIના પૂર્વ અધ્યક્ષ હિબી ઈડન, સાંસદ સૈયદ નસીર હુસૈન અને NSUIના પૂર્વ અધ્યક્ષ અમૃતા ધવનની આ સમિતિએ JNU પહોંચીને મામલાની તપાસ કરી હતી. સમિતિએ પાંચ મહત્વના મુદ્દાઓ દ્વારા JNU હિંસા સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ અંગે પોતાનો મત આપ્યો હતો. આ સાથે જ દિલ્હી પોલીસની SITએ હિંસા સાથે જોડાયેલા 7 લોકોની ઓળખાણ કરી હોવાની વાત કહી હતી. 

વહીવટી નિર્ણયોની પણ તપાસ કરવામાં આવે- ફેક્ટ ફાઈન્ડિગ કમિટિ 

 • કુલપતિ એમ જગદીશ કુમારને તાત્કાલિક હટાવવા જોઈએ. 27 જાન્યુઆરી, 2016બાદ અત્યાર સુધી કરાયેલી તમામ નિમણૂકની સ્વતંત્ર તપાસ કરાવવી જોઈએ. આ દરમિયાન લેવાયેલા તમામ નાણાકીય અને વહીવટી નિર્ણયોની પણ તપાસ થવી જોઈએ.
 • કુલપતિ વિરુદ્ધ ગુનાહિત તપાસ શરૂ થવી જોઈએ. પાંચમી જાન્યુઆરીએ સાબરમતી અને પેરિયાર હોસ્ટેલમાં હુમલાના કાવતરામાં સાથ આપનારા શિક્ષકો વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ. સુરક્ષા આપનારી કંપનીનો કરાર પણ તાત્કાલિક રદ થવો જોઈએ, તેના વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ.
 • JNUમાં 5 જાન્યુઆરીના ઘટનાક્રમની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરાવવી જોઈએ, જેથી હિંસા કેવી રીતે થઈ તેના વિશે જાણી શકાય.
 • દિલ્હી પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. 5 જાન્યુઆરીએ વિદ્યાર્થી અને શિક્ષકોના ઈમરજન્સી કોલ છતા, પોલીસ એક્શન લેવામાં નિષ્ફળ રહી હતી. સાથે જ પ્રારંભિક પુરાવાઓ એ બતાવે છે કે તેમણે કેમ્પસમાં ગુનાહિત તત્વોની મદદ કરી હતી.
 • JNUમાં ફી વધારાને પ્રશાસન તરત પાછો લે. વિદ્યાર્થી સંઘને ચૂંટાયેલા એકમની માન્યતા આપવામાં આવે, જેથી વિદ્યાર્થી અને પ્રશાસન વચ્ચે ફી અને અન્ય મુદ્દાઓ અંગે વિચાર-વિમર્શ કરી શકાય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો