શાબ્દિક હુમલો / ભારત વિરોધી પ્રવૃતિ કરી રહેલા લોકોએ તેની કિંમત ચૂકવવી પડશેઃ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ

  • કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું- 30 વર્ષથી આવા લોકો પર ધ્યાન આપવામાં આવ્યુ નથી
  • જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના નેતા યાસીન વાયુસેના અધિકારીઓને મારવાનો કથિત આરોપી

Divyabhaskar.com

Sep 11, 2019, 01:11 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું કે એવી કોઈ પણ વ્યક્તિ જે દેશ વિરોધી પ્રવૃતિમાં જોડાયેલી છે, તેને તેની કિંમત ચૂકવવી પડશે. સિંહે આ વાત જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ(જેકેએલએફ)ના નેતા યાસીન મલિક પર શાબ્દિક હુમલો કરતા જણાવી હતી.

જીતેન્દ્ર એ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે તેમની સામે પગલા લેવાનો સમય આવી ગયો છે. વાયુસેનાના અધિકારીઓને મારવાના કથિત આરોપી યાસિનને શું કોઈ રાજકીય સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે, તે અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અધિકારીઓની ખૂબ જ ખરાબ રીતે હત્યા કરવામાં આવી છે. અમે તે પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે જે અત્યાચારોની સાક્ષી રહી છે. અમારી સરકાર હાલ પણ વાતચીતને પસંદ કરે છે. પરંતુ કોઈ ભારતમાં જ રહીને દેશે વિરોધી કરે છે તો તેને જવાબ આપવો પડશે.

હવે POKને ભારતનો હિસ્સો બનાવવાનું સરકારનું લક્ષ્ય

સિંહે એક વાર ફરી કહ્યું કે સરકારનો અગામી એજન્ડા જમ્મુ-કાશ્મીરના બાકીના હિસ્સાને ભારતમાં સામેલ કરવાનો છે. તે માત્ર મારી અને પાર્ટીની પ્રતિબદ્ધતા નથી. આ રિઝોલ્યુશન તો 1994માં સંસદમાં પી વી નરસિમ્હારાવની સરકારના સમયે પાસ કરવામો આવ્યો હતો.

મોદી સરકારે તેના 100 દિવસના કાર્યકાળમાં ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવો તે સૌથી મોટી સિદ્ધી છે. કાશ્મીર બંધ પણ નથી અને ત્યાં હાલ કર્ફ્યુ પણ નથી. ત્યાં જીવન ઝડપથી ઠારે પડી રહ્યું છે. અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય અમે એટલા માટે લીધો કારણ કે જમ્મુ-કાશ્મીર અને લડાખમાં ઔદ્યોગિક વિકાસ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને રોજગારની સ્થિતિ સારી થઈ શકે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી