100 એમબીપીએસ સ્પીડ સાથે જિયો ફાઈબર 5 સપ્ટેમ્બરે લોન્ચ થશે, અગામી વર્ષથી જિયો પર ફર્સ્ટ ડે-ફર્સ્ટ શો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ એજીએમમા મુકેશ અંબાણીએ કહ્યું- જિયો ગીગા ફાઇબરનો પ્લાન 700 રૂપિયાથી લઇને 10 હજાર રૂપિયા પ્રતિ મહિના વચ્ચે રહેશે
  • બ્રોડબેન્ડ સર્વિસ પરથી કોઇ પણ નેટવર્ક પર વોઇસ કોલિંગ ફ્રી રહેશે
  • અંબાણીએ કહ્યું- રિલાયન્સે 12,191 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો, અમે દેશના સૌથી મોટા ટેક્સપેયર
  • દેશનું સૌથી મોટું વિદેશી રોકાણ રિલાયન્સમાં થશે, સાઉદી કંપની અરામકો 75 અરબ ડોલરનુ રોકાણ કરશે
  • જમ્મુ કાશ્મીરમાં પ્રધાનમંત્રી મોદીના વિઝનને જોતા કંપની ત્યાં વિકાસ કરવા માટે કટિબદ્ધ છે- અંબાણી
  • પુલવામા હુમલામાં શહીદ થયેલા પરિવારના બાળકોના અભ્યાસનો ખર્ચો કપંની ઉઠાવશે

મુંબઈઃ રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ 42મી એન્યુલ મિટિંગમાં સંબોધન કર્યું હતું.  આ સંબધોનમાં સંસ્કૃતના ‘તમસો મા જયોર્તિગમય’ શ્લોકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા દેશમાં ડિજિટલ ક્ષેત્રે અંધારું હતું પરંતુ હવે જયારે 5 સપ્ટેમ્બરે જિયોને ત્રણ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે દેશના ડિજિટલ ક્ષેત્રમાં પ્રકાશ પથરાયો છે. તેમણે જણાવ્યું કે 34 કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન અને વિશ્વની બીજા નંબરની ટેલિકોમ કંપની બની ગઇ છે. રિલાયન્સે  દેશમાં સૌથી વધુ જીએસટી અને ટેક્સ ભર્યો હોવાની વાત પણ જણાવી હતી.

‘5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ’
    મુકેશે કહ્યું કે વડાપ્રધાને 2024 સુધી 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમિનું લક્ષ્ય રાખ્યું છે, જે પ્રાપ્ત કરી શકાશે. કેટલાક સેકટરમાં સ્લોડાઉન અસ્થાયી છે.
    ''ઓઈલ અને કેમિકલ બિઝનેસ દ્વારા જીવન સ્તરમાં સુધારાની આશા.''
    ''પેટ્રોલિયમ રિટેલિંગ બિઝનેસમાં ભારત પેટ્રોલિયમ સાથે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે.''
    ''સાઉદી કંપની અરામકો રિલાયન્સમાં  75 અબજ ડોલરનું રોકાણ કરશે.''
    ''આ રોકાણ રિલાયન્સના ઈતિહાસમાં સૌથી મોટું વિદેશી રોકાણ હોવાની સાથે દેશમાં પણ સૌથી મોટું વિદેશી રોકાણ હશે.''

જિયો દર મહીને એક કરોડ ગ્રાહકોને જોડી રહી છે
    મુકેશ અંબાણીના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી રિટેલર કંપનીથી ચાર ગણી મોટી છે. અમને આશા છે કે 2030 સુધી ભારત 10 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિવાળો દેશ હશે.
''    આ વર્ષે 5 સપ્ટેમ્બરે જિયોને 3 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. કંપનીને શરૂ કરવાનું વિઝન ડિજિટલ લાઈફ કનેક્ટિવિટી હતી. જિયોએ ભારતને ડેટા શાઈનિંગ બ્રાઈટ બનાવ્યું.''
   '' જિયો સાથે દર મહિને એક કરોડ ગ્રાહકો જોડાઈ રહ્યાં છે. 34 કરોડ ગ્રાહકો સાથે  તે દેશની સૌથી મોટી  અને વિશ્વની બીજા નંબરની ટેલિકોમ ઓપરેટર કંપની બની  ગઈ  છે.''
''    જિયો રેવન્યુના 4 નવા ગ્રોથ એન્જિન- ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, હોમ બ્રોડબેન્ડ સર્વિસ, એન્ટરપ્રાઈઝિઝ સર્વિસ અને બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ પર ફોકસ કરશે.''
''    ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મ 1 જાન્યુઆરી 2020થી ઉપલબ્ધ થશે. જિયો ગીગા ફાઈબર નેટવર્કને અગામી 12 મહિનામાં પુરું કરવાની આશા છે.''
''    જિયો ગીગા ફાઈબર ટ્રાયલવાળા ગ્રાહકો દર મહિને 100 જીબી ડેટાનો વપરાશ કરી રહ્યાં છે.''
''  ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઓપ્ટિકલ ફાઈબરમાં જિયોએ અત્યાર સુધીમાં 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.''

'જિયો ગીગાફાઇબરથી વીડિયો કોન્ફરન્સિંગ કરી શકાય છે'
મુકેશના પુત્ર આકાશ અંબાણીએ કહ્યું કે 10 કરોડ યુઝર્સ દર મહિને જિયો મારફતે વીડિયો કોલિંગ કરે છે. જિયો ગીગાફાઇબર દ્વારા ગ્રાહકો વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે. જિયો ફાઇબર પ્લાન 700 થી 10 હજાર રૂપિયા પ્રતિ મહિનાની વચ્ચે ઉપલબ્ધ  રહેશે.
'જિયો ગીગાફાઇબર પોતાના પ્રકારની પહેલી હોમ વીડિયો કોલિંગ સર્વિસ છે. '
કેબલ ટીવી માટે જિયો સેટ ટોપ બોક્સ લોન્ચ કરવામાં આવ્યું હતું.
મુકેશના પુત્રી ઈશા અંબાણીએ કહ્યું, 'તેમાં ગેમિંગ અને ગ્રાફિક્સની ક્ષમતા દુનિયામાં સૌથી સારી છે. '

15 હજાર એન્જિનીયરની ભરતી કરાશે
જિયોમાં અત્યારે 6 હજાર એન્જિનીયર કામ કરી રહ્યા છે. 15 હજાર એન્જિનીયરોની ભરતી કરવામાં આવશે. આગલા 12 મહિનામાં જિયો ભારતમાં દુનિયાની સૌથી મોટી બ્લોક ચેન નેવર્ક 1000 નોડ્સ પર સ્થાપિત કરશે. તેનો ઉપયોગ પેમેન્ટ ગેટવે માટે થશે. માઇક્રોસોફ્ટ સાથે મળીને વર્લ્ડ ક્લાસ ડેટા સેન્ટર સ્થાપિત કરવામાં આવશે.
સ્ટાર્ટઅપ માટે ક્લાઉડ સર્વિસનો ખર્ચો ફ્રી રહેશે. આ સર્વિસ 1 જાન્યુઆરી 2020માં ઉપલબ્ધ થશે.
માઇક્રો, સ્મોલ અને મિડીયમ બિઝનેસ કનેક્ટીવીટી, પ્રોડક્ટીવીટી અને ઓટોમેશનને લગતી સેવાઓ માટે અત્યારે 15 થી 20 હજાર રૂપિયા આપે છે. આ સેવાઓ માટે કંપનીનો પ્લાન 1500 રૂપિયા પ્રતિ મહિનાથી શરુ થશે.
જિયો ફાઇબર ગ્રાહકોને હંમેશા માટે વાર્ષિક પ્લાન સાથે એચડી/4કે એલઈડી ટીવી અને સેટટોપ બોક્સ ફ્રી મળશે.

જિયો પોસ્ટપેડ સર્વિસની જાહેરાત
આ દેશનું પ્રથમ પ્રાયોરિટી સીમ સેટઅપ હશે. આંતરરાષ્ટ્રીય રોમિંગના દર ખૂબ ઓછા રહેશે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મુવીઝની યોજના 2020માં લોન્ચ કરવામાં આવશે.

શું છે જિયો ગીગાફાઇબર ?
ગીગાફાઇબર અંતર્ગત દેશના નાના-મોટા 1100 શહેરોને જોડવામાં આવશે. આ બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત રાઉટર, સેટટોપ બોક્સ અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સની સુવિધા મળશે.  બ્રોડબેન્ડ સર્વિસ ઇન્સ્ટોલ કરવામાં માત્ર એક કલાકનો સમય લાગશે. તેનાથી આખુ ઘર હાઇટેક અને સ્માર્ટ બની જશે. તેની મદદથી ગ્રાહક આખા ઘરને કંટ્રોલ કરી શકશે. જિયો ગીગા ટીવી દ્વારા ગ્રાહકો વીડિયો કોલીંગ પણ કરી શકશે. કંપનીના દાવા પ્રમાણે તેના પર દુનિયાનું સૌથી શ્રેષ્ઠ શૈક્ષણિક કન્ટેન્ટ મળશે. બાળકો શિક્ષકો વિનાજ ભણી શકશે. તેની મદદથી ડોક્ટરો દૂર બેસીને દર્દીઓનો ઇલાજ કરી શકશે.

જમ્મુ કાશ્મીરમાં વિકાસ માટે કટિબદ્ધ
પીએમ મોદીએ અનુચ્છેદ 370ને કમજોર કર્યા બાદ કાશ્મીરમાં વિકાસ કરવાની વાત કરી હતી. આ મુદ્દે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની પીએમના વિઝન પ્રમાણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોની વિકાસની જરુરિયાતો પુરી કરવા માટે કટિબદ્ધ છે. એક સન્માનના ભાવરૂપે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોના અભ્યાસનો પૂરો ખર્ચો કંપની ઉઠાવશે.

છેલ્લી 3 એજીએમમાં કઈ જાહેરાત કરવામાં આવી હતી ?

2018
    2,999 રૂપિયામાં જોયો ફોન-2
    જિયો મોનસૂન એક્સચેન્જ ઓફર-કોઈ પણ ફીચરના ફોનના બદલે 501 રૂપિયામાં નવો જિયો ફો
    ફિકસ્ડ લાઈન બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગાફાઈબર

2017
    1,500 રૂપિયા(રિફન્ડેબલ)માં જિયો ફોન

2016
    ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની જાહેરાત
    2,999 રૂપિયામાં 4જી ડિવાઈસ, સસ્તો ડેટા પ્લાન, 4જી કનેક્શન, જિયો ટૂ જિયો ફ્રી વોઈસ કોલ

અન્ય સમાચારો પણ છે...