દુષ્કર્મ / ઝારખંડમાં 4 સગીર છોકરી સાથે સામૂહિક દુષ્કર્મ, મકર સંક્રાંતિનો મેળો જોઈ પાછી આવી રહી હતી

Jharkhand gangster with 4 underage girl, looking back at Makar Sankranti's fair
Jharkhand gangster with 4 underage girl, looking back at Makar Sankranti's fair

  • 6 છોકરી મકર સંક્રાંતિ પર રંગ રોડીનો મેળો જોઈ ફૂંદી ગામ ઘરે પરત આવી રહી હતી
  • પોલીસે કેટલાક આરોપીઓની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

Divyabhaskar.com

Jan 16, 2020, 04:15 PM IST

રાંચીઃ ખૂંટીના કાલામાટીમાં ચાર સગીર બાળા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના બુધવારે સાંજે બની હતી. 6 સગીર છોકરી મકર સંક્રાંતિ નિમિતે આયોજીત રંગ રોડી મેળો જોઈને તેમના ગામ ફૂંદી ગામ પરત આવી રહી હતી. આરોપીઓએ છોકરીઓને એકલી જોઈ પકડી લીધી હતી. આ સંજોગોમાં 2 છોકરી ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી જ્યારે 4 છોકરીને આરોપીઓએ પકડી લીધી હતી અને હાતૂદામી ગામ લઈ જવામાં આવી હતી. જ્યાં એક ઘરમાં આરોપીઓએ છોકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના ખૂંટી જિલ્લાના હાદૂતામી ગામની છે. છોકરીઓની ઉંમર 12 થી 15 વર્ષ વચ્ચે છે અને તમામ છોકરીઓ ધોરણ પાંચ-છમાં અભ્યાસ કરે છે. પીડિતાઓએ જણાવ્યું હતું કે તેઓ મેળો જોઈને પરત આવી રહી હતી. માર્ગમાં ત્રણ બાઈક પર 6 છોકરાઓ આવ્યા હતા અને છોકરીઓને લઈ ગયા હતા. આ પૈકી એક છોકરો તેમની સાથે શાળામાં અભ્યાસ કરે છે,જ્યારે અન્યોની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે પીડિતાઓની પૂછપરછ કર્યા બાદ તેમને મેડિકલ માટે મોકલવામાં આવી છે. ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહેલી બે છોકરીઓએ પીડિતાના પરિવારને ઘટના અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ પરિવાર ઘટના સ્થળ પર પહોંચી છોકરીઓને છોડાવી હતી. આ ઘટના અંગે પરિવારે સ્થાનિક અગ્રણીને જાણ કરતા તેમણે પોલીસને સૂચના આપી હતી. પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.

વર્ષ 2018માં પણ બની હતી સામૂહિક દુષ્કર્મની ઘટના

વર્ષ 2018માં ખૂંટીના કોચાંગ વિસ્તારમાં નાટક મંડળીની 5 છોકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં સાત લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા હતા. આરોપીઓ પૈકી કેટલાક પત્થરગુઢીના સમર્થક હતા. છોકરીઓ સ્ટોપમન મધ્ય વિદ્યાલયમાં એક નુક્કડ નાટક કરી રહી હતી ત્યારે બે બાઈક અને કારમાં પાંચ લોકો આવ્યા હતા અને બંદૂક દેખાડી તેમને લઈ ગયા હતા અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

X
Jharkhand gangster with 4 underage girl, looking back at Makar Sankranti's fair
Jharkhand gangster with 4 underage girl, looking back at Makar Sankranti's fair
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી