બિહાર / JDU નેતા અજય આલોકે પ્રશાંતને કોરોનાવાઈરસ ગણાવ્યાં, કહ્યું- તે એક પાર્ટીની વાત અન્ય પાર્ટીને જણાવે છે, વિશ્વાસપાત્ર નથી

JDU Leader Ajay Alok called Prashant a coronavirus, saying - It tells of one party to another, not credible.

  • નીતિશ કુમારને ખોટા કહેવા અંગે અજય આલોકે કહ્યું- અમારે આવા કોર્પોરેટ દલાલો પાસે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી
  • ‘સારુ થયું કે અમારી પાર્ટીમાંથી આ વાઈરસ નીકળી રહ્યો છે, જે પાર્ટીમાં રહેશે તેને નષ્ટ કરી દેશે’

Divyabhaskar.com

Jan 29, 2020, 02:17 PM IST

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારને ખોટા ગણાવ્યા બાદ JDU નેતા પ્રશાંત કિશોર પર હાવી થઈ ગયા છે. બુધવારે પાર્ટીના પૂર્વ પ્રવક્તા ડો. અજય આલોકે પ્રશાંતને કોરોનાવાયરસ ગણાવી દીધા હતા. તેમણે કહ્યું કે, પ્રશાંત નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારનો વિશ્વાસ નહી જીતી શકે. તે આમ આદમી પાર્ટી માટે કામ કરે છે, રાહુલ ગાંધી સાથે વાત કરે છે અને મમતા બેનર્જી સાથે બેસે છે. કોણ તેમની પર વિશ્વાસ કરશે? અમને ખુશી છે કે આ કોરોનાવાઈરસ આપણને છોડી રહ્યો છે, તે જ્યાં ઈચ્છે, ત્યાં જઈ શકે છે.

અજયે કહ્યું કે, પ્રશાંત કિશોરને 2014માં નરેન્દ્ર મોદીએ ઓળખાણ અપાવી હતી. ત્યાથી કાઢ્યા તો નીતિશ કુમાર પાસે આવ્યા. કહેવા માટે તો તેમને અમારી પાર્ટીનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળ્યું હતું, મહાગઠબંધન ચૂંટણી જીત્યું તો તેનું માર્કેટિંગ કરીને તેમની કંપનીને દેશભરમાં અલગ અલગ પાર્ટીઓ વચ્ચે લઈ ગયા. શિવસેના, કોંગ્રેસ, AAP અને તૃણમૂલ પ્રશાંત દરેક માટે કામ કરી રહ્યા છે. આ બધુ JDU અને નીતિશ કુમારની દયાથી થઈ શક્યું છે.

સારુ થયું અમારી પાર્ટીમાંથી આ વાયરલ નીકળી ગયો
અજયે કહ્યું કે, ‘પ્રશાંતનું માર્કેટ હવે ખરાબ થઈ રહ્યું છે. આ માણસ વિશ્વાસપાત્ર નથી. આ વ્યક્તિ પાસે કામ કરાવી રહેલી પાર્ટીઓ હવે એવું વિચારશે કે આ માણસ આપણી વાત બીજા લોકોને કહે છે. આનું તો નેચર જ આવું છે. તેમનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. સારું થયું કે આપણી પાર્ટીમાંથી આ વાઈરસ નીકળી ગયો. આ વાઈરસ જે પણ પાર્ટીમાં જશે તેને નષ્ટ કરી દેશે’નીતિશને ખોટા કહેવાના સંબંધમાં અજયે કહ્યું કે, આપણે આવા કોર્પોરેટ દલાલો પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી.

જરૂરિયાત કરતા વધારે ઊછળી રહ્યા છે પ્રશાંત
અજયે કહ્યું કે, માત્ર પ્રચાર કરવાથી વોટ નથી મળતા. સોશયલ મીડિયા પર બકવાસ કરવા અને નારા લગાવવાથી પણ વોટ નથી મળતા. જો જનતાની ઈચ્છા નહીં હોય તો તમે ચૂંટણી નહીં જીતી શકો. એટલા માટે કોઈ પણ પ્રકારના વહેમમાં રહેશો નહીં કે તેઓ મુખ્યમંત્રી અને વડાપ્રધાન બનાવે છે. શું તેમને 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા? આ માણસ જરૂર કરતા વધારે કુદી રહ્યો છે. એક વર્ષ પહેલા આ માણસ રાહુલ ગાંધીને અપરિપક્વ કહી કહેતા હતા કે, તે વડાપ્રધાન બનવાના લાયક નથી. ત્યારબાદમાં CAAના સમર્થનમાં કોંગ્રેસ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ધન્યવાદ આપે છે.

X
JDU Leader Ajay Alok called Prashant a coronavirus, saying - It tells of one party to another, not credible.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી