અનુચ્છેદ 370 / પોલીસે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં બધુ ઠીક છે, 15 ઓગસ્ટે ક્યાંય પણ ઉજવણી કરી શકાય છે

Jammu Kashmir ADG said everything is ok here independence celebration

  • જમ્મુ-કાશ્મીરના એડીજી મુનીર ખાને કહ્યું- કલમ 144 હટાવવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર લેશે
  • એડીજીએ કહ્યું- ખીણમાં કાવતરાથી નકલી વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે, અમે કાર્યવાહી કરી છે

Divyabhaskar.com

Aug 14, 2019, 03:48 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાના સવાલ વિશે અડીજી મુનીર ખાને કહ્યું કે, રાજ્યમાં બધુ બરાબર છે. તમે 15 ઓગસ્ટે કોઈ પણ જગ્યાએ ઉજવણી કરી શકો છો. રાજ્યમાં કાયદા વ્યવસ્થા અને સ્થિતિ નિયંત્રણમાં છે. શ્રીનગર જિલ્લામાં અને અન્ય અમુક જગ્યાએ જે એકાદ બે ઘટના બની હતી તેનો સ્થાનિક સ્તરે ઉકેલ લાવી દીધો છે. રાજ્યમાં કોઈ મોટી ઘટના નથી થઈ.

જમ્મુ-કાશ્મીર પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિશે ખાને કહ્યું છે કે, રાજ્યમાંથી કલમ 144 હટાવવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર લેશે. ખીણમાં કાવતરાં અંતર્ગત નકલી વીડિયો ફેલાવવામાં આવી રહ્યા છે. અમુક વીડિયો તપાસવામાં આવ્યા છે. જે 2016 અને 2010ના છે. તે વિશે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

15 ઓગસ્ટની તૈયારી પર સંપૂર્ણ નજર: એડીજી
એડીજીએ કહ્યું કે, અમારુ સંપૂર્ણ ધ્યાન એના ઉપર જ છે કે 15 ઓગસ્ટની તૈયારીઓમાં કોઈ પ્રોબ્લેમ ન થાય અને શાંતિથી દરેક કાર્યક્રમ પૂરા થાય. કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નરે સમગ્ર તપાસની જવાબદારી સાઈબર સેલને સોંપી દીધી છે. સાઈબર ટીમ નકલી ન્યૂઝ ફેલાવનાર વ્યક્તિને શોધી રહી છે. અમારી અપીલ છે કે, કોઈ પણ પ્રકારના નકલી ન્યૂઝ પર વિશ્વાસ ન કરો.

5 ઓગસ્ટે હટાવવામાં આવી કલમ 370
ગૃહમંત્રી અમિત શાહે 5 ઓગસ્ટે રાજ્યસભામાં અનુચ્છેદ 370 ખતમ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેની થોડી જ મીનિટ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અધિસૂચના જાહેર કરી હતી. જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે. આ નિર્ણય પછીથી જ રાજ્યમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.

X
Jammu Kashmir ADG said everything is ok here independence celebration
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી