તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jammu And Kashmir's First Case Of Srinagar Transit Registered, Public Transport Banned

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો, જાહેર પરિવહન પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરમાં સંક્રમણને અટકાવવા માટે અધિકારી ઘરોને પણ સેનિટાઈઝ કરી રહ્યા છે - Divya Bhaskar
શ્રીનગરમાં સંક્રમણને અટકાવવા માટે અધિકારી ઘરોને પણ સેનિટાઈઝ કરી રહ્યા છે
  • 67 વર્ષિય મહિલા સાઉદી અરેબિયાથી પરત ફરી હતી, પોઝિટિવ કેસના સંજોગોમાં આઈસોલેશનમાંરખાઈ
  • સરકારે લોકોને અપીલ કરી- સહયોગ કરો, કોરોનાના લક્ષણ જણાય તો જાતે સામે આવી માહિતી આપો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બુધવારે કોરોના વાઈરસનો સૌ પ્રથમ કેસ સામે આવ્યો છે. આ કેસ સામે આવ્યા બાદ સંક્રમિતને તાત્કાલિક આઈસોલેટ કરવામાં આવી છે અને 300 મીટરના વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. સરકારે કહ્યું છે કે આ દર્દીના ટ્રાવેલ હિસ્ટ્રી અંગે માહિતી મળી છે કે તે 16 માર્ચના રોજ કાશ્મીર આવી હતી. સૌ પ્રથમ કેસ સામે આવ્યા બાદ સરકારે ગુરુવારથી પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ભીડ ભેગી થવા પર પ્રતિબંધ મુક્યો છે. ગવર્નરના પ્રવક્તા રોહિત કંસલે જણાવ્યું હતું કે સંક્રમણનો સામનો કરવા માટે અમે સાવચેતીના પગલાં ભર્યા છે.

બે અહેવાલમાં સંક્રમણની પુષ્ટિ થઈ
અધિકારીઓએ કહ્યું છે કે શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં 67 વર્ષિય મહિલામાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે. શ્રીનગરના એસકેઆઈએમએસ હોસ્પિટલના એક ડોક્ટરનું કહેવું છે કે આ મહિલા 16 માર્ચના રોજ સાઉદી અરેબિયાથી પરત આવી હતી. મહિલા ત્યાં ઉમરા માટે ગઈ હતી. જ્યારે મહિલાની તપાસ થઈ તો બન્ને અહેવાલમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા છે. સરકારે લોકોને સહયોગ કરવા માટે અપીલ કરી છે. આ સાથે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાય તો તે જાતે સામે આવીને આ અંગે માહિતી આપે. લેહમાં પર્યટકો આવવા પર પ્રતિબંધ, જમ્મુ-કાશ્મીરમાં વિદેશી પર્યટકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. લોકોને પણ અપીલ કરી છે કે ધાર્મિક સ્થળો પર ભીડ એકત્રિત ન કરો. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં અત્યાર સુધીમાં 6 કેસ સામે આવ્યા છે. અહીં એક સૈનિકમાં સંક્રમણના લક્ષણ દેખાયા છે.

અન્ય સમાચારો પણ છે...