જમ્મુ-કાશ્મીર / પાંચ જિલ્લામાં 2જી ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ, હોટેલ-હોસ્પિટલ જેવી સંસ્થામાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરાશે

જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં સાત દિવસ માટે ઈન્ટરનેટ શરૂ કારાયું
જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં સાત દિવસ માટે ઈન્ટરનેટ શરૂ કારાયું

  • 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટના પ્રતિબંધ ઉપર ચુકાદો આપ્યો હતો, કોર્ટે ઈન્ટરનેટને મુળભૂત હક ગણાવ્યો હતો.
  • જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં સાત દિવસ માટે ઈન્ટરનેટ શરૂ કારાયું

Divyabhaskar.com

Jan 15, 2020, 02:45 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાને શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં ઈ-બેન્કિંગ સહિતની સુરક્ષિત વેબસાઈટ જોવા માટે પોસ્ટપેડ મોબાઈલ પર 2જી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને મંજૂરી આપવામાં આવી છે. આ આદેશ 15 જાન્યુઆરીથી 7 દિવસ સુધી લાગુ રહેશે.

આ ઉપરાંત હોટેલ, પ્રવાસના સ્થળો અને હોસ્પિટલ સહિત જરૂરી સેવા પૂરી પાડનાર સંસ્થાઓમાં બ્રોડબેન્ડ સુવિધા શરૂ કરાશે. વહિવટી તંત્ર દ્વારા આ પગલુ એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પર લાગેલા પ્રતિબંધની સમીક્ષા કરવાનું કહ્યું હતું.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે જરૂરી સેવા પૂરી પાડનાર બધી સંસ્થાઓ, હોસ્પિટલ, બેન્ક, સરકારી ઓફિસમાં બ્રોડબેન્ડ સુવિધા પૂરી પાડવામાં આવશે. આમાં સોશિયલ મીડિયાને બહાર રાખવામાં આવ્યું છે. કાશ્મીરમાં 400 ઈન્ટરનેટ કિયોસ્ક લગાવવાની અનુમતિ અપાઈ છે.

X
જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં સાત દિવસ માટે ઈન્ટરનેટ શરૂ કારાયુંજમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં સાત દિવસ માટે ઈન્ટરનેટ શરૂ કારાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી