દાવો / જયપુરના રાજવી પરિવારે કહ્યું- અમે શ્રીરામના વંશજ, મહારાજા ભવાની સિંહ કુશની 307મી પેઢી હતી

The royal family of Jaipur said: We were the 307th generation of Maharaja Bhavani Singh Kush, a descendant of Shriram.

  • સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ પર 5 ઓગસ્ટથી રોજ સુનાવણી ચાલી રહી છે
  • 9 ઓગસ્ટે કોર્ટે પુછ્યું હતું કે- શું ભગવાન રામનું કોઈ વંશજ છે ? વકીલે કહ્યું હતું- ખ્યાલ નથી
     

Divyabhaskar.com

Aug 11, 2019, 01:06 PM IST

જયપુર(પ્રેરણા સાહની): અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટે કોર્ટે રામલલાના વકીલને પૂછયું હતું કે શું ભગવાન રામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે ? તેની પર વકીલે કહ્યું હતું કે તે અંગે અમને કોઈ માહિતી નથી. જોકે જયપુરના રાજપરિવારનું કહેવું છે કે અમે ભગવા રામના મોટા પુત્ર કુશના નામથી જાણીતા કચ્છવાહા/કુશવાહા વંશના વંશજ છીએ. તે વાત ઈતિહાસના પાનાઓમાં પણ નોંધાયેલી છે.

પૂર્વ રાજકુમારી દીયાકુમારીએ તેના કેટલાક સબુતો પણ આપ્યા છે. તેમણે એક પત્રાવલી બતાવી છે. જેમાં ભગવાન શ્રીરામના વંશના તમામ પૂર્વજોના નામ ક્રમ મુજબ આપવામાં આવ્યા છે. તેમાં 289માં વંશજના રૂપમાં સવાઈ જયસિંહ અને 307માં વંશજના રૂપમાં મહારાજા ભવાની સિંહનું નામ લખવામાં આવ્યું છે. તે સિવાય પોથીખાનના નક્શામાં પણ છે.

 

દીયાકુમારીએ 3 સબુત આપ્યા

જયપુરના મહારાજા સવાઈ જયસિંહ ભગવાન રામના મોટા પુત્ર કુશના 289માં વંશજ હતા. 9 દસ્તાવેજ, 2 નક્શા સાબિત કરે છે કે અયોધ્યાના જયસિંહપુરા અને રામ જન્મસ્થાન સવાઈ જયસિંહ દ્રિતીયને આધીન હતા. 1776ના એક હુકમમાં લખ્યું હતું કે જયસિંહપુરાની ભૂમિ કચ્છવાહાના અધિકારમાં છે.

 

કુશવાહા વંશના 63માં વંશજ હતા શ્રીરામ, રાજકુમારી દીયાકુમારીની 308મી પેઢી હતી

સિટી પેલેસના ઓએસડી રામદેવના જણાવ્યા અનુસાર, કુચ્છવાહા વંશને ભગવાન રામના મોટા પુત્ર કુશના નામ પર કુશવાહા વંશ જ પણ કહેવામાં આવે છે. તેની વંશવાલીના જણાવ્યા પ્રમાણે 62માં વંશજ રાજા દશરથ, 63માં વંશજ શ્રી રામ, 64માં વંશજ હતા. 289માં વંશજ આમેર-જયપુરના સવાઈ જયસિંહ, ઈશ્વરી સિંહ અને સવાઈ માધો સિંહ અને પૃથ્વી સિંહ રહ્યા. ભવાની સિંહ 307માં વંશજ હતા.

ઈતિહાસકાર બોલ્યા- રામજન્મ સ્થળ પર જયપુરના કચ્છવાહા વંશનો હક

સિટી પેલેસના પોથી ખાનામાં રાખેલા 9 દસ્તાવેજ અને 2 નક્શા સાબિત કરે છે કે અયોધ્યાના જયસિંહપુરા અને રામ જન્મસ્થાન સવાઈ જયસિંહ દ્વિતીયને આધીન હતા. પ્રસિદ્ધ ઈતિહાસકાર આર નાથનું પુસ્તક ધ જયસિંહપુરા ઓફ સવાઈ રાજા જયસિંહ એટ અયોધ્યાના એન્કસ્ચર-2ના જણાવ્યા પ્રમાણે અયોધ્યાના રામજન્મ સ્થળ મંદિર પર જયપુરના કચ્છવાહા વંશનો અધિકાર હતો.

સવાઈ જયસિંહએ 1717માં અયોધ્યામાં મંદિર બનાવ્યું હતું

1776માં નવાબ વજીર અસફ-ઉદ-દોલાએ રાજા ભવાની સિંહને હુકમ કર્યો હતો કે અયોધ્યા અને અલ્હાબાદ સ્થિત જયસિંહપુરામાં કોઈ દખલ કરવામાં આવશે નહિ. આ જમીનો હમેશા કચ્છવાહના અધિકારમાં રહેશે. ઓરંગજેબના મ઼ૃત્યુ બાદ સવાઈ જયસિંહ દ્વિતીયે હિંન્દુ ધાર્મિક વિસ્તારોમાં મોટી-મોટી જમીનો ખરીદી હતી. 1717થી 1725માં અયોધ્યામાં રામ જન્મસ્થાન પર મંદિર બનાવ્યું હતું.

કોર્ટે પુછ્યું- આ કારણે સામે આવ્યાઃ પૂર્વ રાજમાતા

જયપુર રાજધરોનાના પૂર્વ રાજમાતા પહ્મિની દેવીએ કહ્યું કે રામ મંદિર પર ઝડપથી સમાધાન થાય. કારણ કે કોર્ટે પુછ્યું છે કે ભગવાન રામના વંશ કયાં છે ? આ કારણે અમે સામે આવ્યા છે. અમે તેમના વંશજ છે. દસ્તાવેજ સિટી પેલેસના પોથીખાનામાં છે. અમે ઈચ્છચા નથી કે વંશનો મુદ્દો અડચણ પેદા કરી રહ્યો છે. રામ બધાની આસ્થાનું પ્રતિક છે.

અમે શ્રીરામના પુત્રના વંશજઃ દીયાકુમારી

જયપુરના પૂર્વ રાજવી પરિવારની સભ્ય દીયાકુમારીનું કહેવું છે કે વિશ્વભરમાં ભગવાન રામના વંશજ છે. તેમાં અમારો પરિવાર પણ સામેલ છે, જે ભગવાન રામના પુત્ર કુશનો વંશજ છે. આ ઈતિહાસ ખુલ્લા પુસ્તક જેવો છે. રામ મંદિર મામલાની સુનાવણી ઝડપથી થાય અને તેની પર કોર્ટ ઝડપથી તેનો ચૂકાદો સંભળાવે.

X
The royal family of Jaipur said: We were the 307th generation of Maharaja Bhavani Singh Kush, a descendant of Shriram.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી