ચંદ્રયાન-2 મિશન / ઈસરો 15 જુલાઈએ પ્રક્ષેપણ કરશે, 60 દિવસનો પ્રવાસ, 15 મિનિટ ખાસ હશે

ISRO will Projection on July 15th, 60 days of travel, 15 minutes will be special

  •  
  • ચંદ્ર પર પગ મૂકવાની દિશામાં ભારતનું બીજું મહત્ત્વપૂર્ણ પગલું

Divyabhaskar.com

Jun 13, 2019, 01:26 AM IST

બેંગ્લુરુ: ચંદ્ર પર પગ મૂકવાની દિશામાં ભારતે તેનું બીજું મહત્વપૂર્ણ પગલુું ઉઠાવ્યું છે. આ માટે ભારત તેનું બીજું મિશન ચંદ્રયાન-2 15 જુલાઈએ લોન્ચ કરશે. તે ચંદ્રની સપાટી પરના ખનીજ (મિનરલ્સ) અને પાણીની ઉપલબ્ધતાની તપાસ કરશે. આ પહેલાં ઓક્ટોબર 2008માં ઈસરોએ તેના પહેલા ચંદ્રયાન મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ઈસરો 11 વર્ષ પછી ફરી એક વખત ચંદ્રની સપાટી શોધવા માટે તૈયાર છે.

ઈસરોના અધ્યક્ષ ડો. કે. સિવને બુધવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ 15 જુલાઈએ વહેલી સવારે 2:51 વાગ્યે કરાશે. તેનું પ્રક્ષેપણ 3.8 ટન વજનના જીએસએલવી-એમકે3 પ્રક્ષેપણ યાનથી કરાશે. ચંદ્રયાન-2 પ્રક્ષેપણના 52 અથવા 54 દિવસ પછી ચંદ્રની સપાટી પર 6 અથવા 7 સપ્ટેમ્બરે પહોંચશે. કે. સિવને જણાવ્યું કે અમારા માટે આ મિશનનો સૌથી મુશ્કેલ ભાગ ચંદ્રની સપાટી પર સફળ અને સલામત ઉતરાણ કરાવવાનો છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર 30 કિ.મી.ની ઊંચાઈ પરથી નીચે આવશે. ચંદ્રની સપાટી પર આવતા તેને 15 મિનિટ લાગશે. આ 15 મિનિટ ઈસરો માટે ખૂબ જ મુશ્કેલ હશે.

ચંદ્રયાન-2 16 દિવસમાં પૃથ્વીનાં પાંચ ચક્કર લગાવશે
લોન્ચ થયા પછી ચંદ્રયાન-2 આગામી 16 દિવસમાં પૃથ્વીની ચારે બાજુ પાંચ વખત ઓર્બિટ બદલશે. એટલે કે તે 16 દિવસમાં ધરતીનાં પાંચ ચક્કર લગાવશે. ત્યાર પછી 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2નું ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પાસે ઉતરાણ થશે. ત્યાર પછી રોવરના લેન્ડરથી બહાર નીકળવામાં 4 ક્લાક લાગશે. રોવર 1 સેમી પ્રતિ સેકન્ડની ગતિથી અંદાજે 15થી 20 દિવસ સુધી ચંદ્રની સપાટી પરથી ડેટા જમા કરી લેન્ડર મારફત ઓર્બિટર સુધી પહોંચાડતું રહેશે. ઓર્બિટર ફરી તે ડેટા ઈસરોને મોકલશે.

ચંદ્રયાન-2ના ત્રણ મુખ્ય ભાગ: ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)
ઓર્બિટર: ચંદ્રની ચારે બાજુ ચક્કર લગાવતા લેન્ડર-રોવર પર નજર રાખશે. રોવરથી માહિતી ઈસરોને મોકલશે. તે ચંદ્રથી 100 કિ.મી. દૂર ઈસરોનું મોબાઈલ કમાન્ડ સેન્ટર હશે. તેમાં 8 પેલોડ છે. તે ઈસરોને મળેલા કમાન્ડને લેન્ડર-રોવરને પહોંચાડશે. તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.એ બનાવી 2015માં ઈસરોને સોંપ્યું હતું.

લેન્ડર: લેન્ડર ચંદ્ર પર ઉતરી ત્યાં ભૂકંપ આવે છે કે નહીં અને તાપ-ઘનત્વની તપાસ કરશે. ભારતીય અવકાશ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈના નામ પર તેનું નામ રખાયું છે. તેમાં 4 પેલોડ છે. તે 15 દિવસ સુધી પ્રયોગ કરશે. તેની શરૂઆતની ડિઝાઈન ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદે બનાવી હતી. તે તિરંગો લઈ ચંદ્ર પર જશે.

રોવર: રોવરનાં પૈડાં અશોકચક્રની ડિઝાઈનનાં હશે. તે ચંદ્રની સપાટીની રાસાયણિક તપાસ કરશે. તેમાં ચંદ્રની સપાટી, વાતાવરણ અને માટીની તપાસ મુખ્ય છે. તેમાં 2 પેલોડ છે. તે ચંદ્ર પરથી પ્રાપ્ત માહિતી વિક્રમ લેન્ડરને મોકલશે, જે ઓર્બિટરને ડેટા મોકલશે. આ પ્રક્રિયામાં 15 મિનિટ લાગશે. આ માહિતીને 15 મિનિટમાં ધરતી પર આવશે.

X
ISRO will Projection on July 15th, 60 days of travel, 15 minutes will be special
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી