તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ISRO Launch Of Communication Satellite, GSAT30 Onboard Ariane 5 Launch Vehicle From Kourou Launch Base In French Guiana Is Scheduled At 2:35 Am Of January 17, 2020 

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17મીએ લોન્ચ થશે દેશનો શક્તિશાળી કોમ્યુનિકેશન સેટેલાઈટ, વધશે ઈન્ટરનેટની સ્પીડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈસરોએ ટ્વિટ કરી તસવીર - Divya Bhaskar
ઈસરોએ ટ્વિટ કરી તસવીર
 • ઈસરો GSAT-30 યુરોપિયન હેવી રોકેટ એરિયન-5ECA દ્વારા લોન્ચ કરશે
 • આ સેટેલાઈટ લોન્ચ થયા પછી 15 વર્ષ સુધી ભારત માટે કામ કરશે

નેશનલ ડેસ્ક: ઈસરો 17 જાન્યુઆરીએ દેશનો સૌથી તાકાતવર કોમ્યુનિકેશન ઉપગ્રહ GSAT-30 લોન્ચ કરવાના છે. આ ઉપગ્રહના લોન્ચ થયા પછી દેશની કોમ્યુનિકેશન વ્યવસ્થા વધારે મજબૂત થશે. તેની મદદથી દેશમાં નવી ઈન્ટરનેટ ટેક્નોલોજી લાવવામાં આવે તેવી શક્યતા છે. તે સાથે જ દેશમાં જ્યાં મોબાઈલ નેટવર્ક નથી ત્યાં પણ નેટવર્ક ડેવલપ કરીને સંચાર માધ્યમને સરળ બનાવવામાં આવશે.

ક્યાંથી લોન્ચ કરવામાં આવશે GSAT-30?
ઈસરો GSAT-30 યુરોપિયન હેવી રોકેટ એરિયન-5ECA દ્વારા 17 જાન્યુઆરીએ રાત્રે 2.35 વાગે લોન્ચ કરશે. GSAT-30નું વજન અંદાજે 3100 કિલો છે. તે ઈનસેટ સેટેલાઈટની જેમ કામ કરશે. આ સેટેલાઈટને ફ્રેન્ચ ગુએનાના કોરોઉના લોન્ચ બેઝથી લોન્ચ કરવામાં આવશે.

શું છે GSAT-30?
GSAT-30 જીએસટી સીરિઝનો સૌથી તાકાતવર કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. તેની મદદથી દેશના સંચાર માધ્યમમાં ઘણો સુધારો આવશે. અત્યારે જીસેટ સીરિઝના 14 સેટેલાઈટ કામ કરી રહ્યા છે. તેના કારણે જ દેશમાં સંચાર માધ્યમ વ્યવસ્થા જળવાયેલી છે.

શું કામ કરશે GSAT-30?
GSAT-30ની મદદથી દેશનું સંચાર માધ્યમ, ટેલિવિઝન પ્રસારણ, સેટેલાઈટ દ્વારા સમાચાર મેનેજમેન્ટ, સમાજ માટે કામ આવતી જિયો સ્પેશિયલ સુવિધાઓ, હવામાન સંબંધીત માહિતી અને ભવિષ્યવાણી, કુદરતી દુર્ઘટનાઓની પૂર્વ માહિતી, રિસર્ચ-રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયદો થશે.

ક્યાં સુધી કામ કરશે GSAT-30
આ સેટેલાઈટ લોન્ચ થયા પછી 15 વર્ષ સુધી ભારત માટે કામ કરશે. તેને જિયો-ઈલિપ્ટિકલ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. તેમાં બે સોલર પેનલ હશે અને બેટરી હશે જે તેને ઉર્જા પૂરી પાડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો