ચંદ્રયાન-2 / ઈસરોએ ભારતીયોને પૂછ્યું- તમે ચંદ્ર પર શું લઈ જશો? જવાબ મળ્યો- માતૃભૂમીની માટી, ત્રિરંગો

ISRO Chandrayaan 2 Moon mission, Quiz Questions and Answers, GSLV ISROSRO

  • ઈસરોએ ટ્વિટર પર ક્વિઝનું આયોજન કર્યું, ફોલોવર્સે જવાબ આપ્યો
  • અમુક યુઝર્સે કહ્યું- અમે બાળકોના સપના ચંદ્ર પર લઈ જવા માંગશું

Divyabhaskar.com

Jul 12, 2019, 05:32 PM IST

નવી દિલ્હી: ભારત હવે ચંદ્ર પર તેમના બીજા મિશન માટે તૈયાર છે. 15 જુલાઈએ ચંદ્રયાન-2 લોન્ચ થવાનું છે. આ પહેલાં ઈન્ડિયન સ્પેસ રિસપ્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ટ્વિટર પર એક ક્વિઝ આયોજિત કરી છે. તેમાં પૂછવામાં આવ્યુ છે કે, તમે ચંદ્ર પર તમારી સાથે શું લઈ જવા માંગશો? ઘણાં લોકોએ તેના જવાબ આપ્યા છે. મોટા ભાગના લોકોએ જવાબ આપ્યો છે- ત્રિરંગો.

અમુક યુઝર્સે કહ્યું- ભારતનો નક્શો, ભોજન અને ઓક્સિજન સાથે અમુક વસ્તુઓ ચંદ્ર પર લઈ જવાની ઈચ્છા દાખવી છે. અમુક લોકોએ કહ્યું કે, માતૃભૂમીની માટી અને બાળકોના સપના. અમુક યુઝર્સે તો કહ્યું છે કે, અમે સ્કુપ લઈ જઈશું જેથી ચંદ્ર પરથી પાણી પરત લાવી શકીએ.

ચંદ્રયાન-1 10 વર્ષ પહેલાં લોન્ચ થયું
ચંદ્રયાન-2 શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ)માં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. જીએસએલવી એમકે-થ્રી દ્વારા ચંદ્રને સાઉથ પોલરરીઝનમાં લાવવામાં આવશે. ચંદ્રયાન-1 મિશન દસ વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 તેનું એડ્વાન્સ વર્ઝન છે.

નવી પેઢીને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન- ઈસરો
ઈસરોએ કહ્યું- ચંદ્રયાન-2 એક પ્રયત્ન છે. અંતરિક્ષની સમજને વધારવાની સાથે-સાથે વૈજ્ઞાનિકો નવી પેઢીને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. આ દ્વારા અમારો પ્રયત્ન સ્પેસ મિશનને ઉંડાણ પૂર્વક સમજવા માટે તૈયાર કરવામાં આવેલી ટેક્નોલોજીનો ટેસ્ટ પણ કરવામાં આવશે.

મિશન પર ખર્ચ થશે 603 કરોડ રૂપિયા
ચંદ્રયાન-2નેજીએસએલવી એમકે-3 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે. 380 ક્વિન્ટલ વજનના સ્પેસક્રાફ્ટમાં 3 મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવન (પ્રજ્ઞાન) હશે. ઓર્બિટરમાં 8, લેન્ડરમાં 3 અને રોવરમાં 2 એટલે કે કુલ 13 પેલોડ હશે. સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં 603 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જીએસએલવીની કિંમત રૂ. 375 કરોડ છે.

બાહુબલી રોકેટ છે જીએસએલવી એમકે-3
જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ એમકે-3 અંદાજે 6000 ક્વિન્ટન વજનનું રોકેટ છે. આ સંપૂર્ણ રીતે લોડેડ 5 બોઈંગ જંબો જેટ બરાબર છે. આ અંતરિક્ષમાં ખૂબ વજન લઈ જવા માટે સક્ષમ છે. તેથી તેને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે.

ત્રણેય મોડ્યુલ ઘણાં પ્રયોગ કરશે
ઈસરોના જણાવ્યા પ્રમાણે ઓર્બિટર તેમના પેલોડ સાથે ચંદ્રનું ચક્કર લગાવશે. લેન્ડર ચંદ્રમા પર ઉતરશે અને તે રોવરને સ્થાપિત કરશે. ઓર્બિટર અને લેન્ડર મોડ્યુલ જોડાયેલા રહેશે. રોવર લેન્ડરની અંદર જ રહેશે. રોવર એક ચાલતુ ઉપકરણ રહેશે જે ચંદ્રની સપાટી પર પ્રયોગ કરશે. લેન્ડર અને ઓર્બિટરનો પણ પ્રયોગોમાં ઉપયોગ થશે.

X
ISRO Chandrayaan 2 Moon mission, Quiz Questions and Answers, GSLV ISROSRO
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી