ઈનોવેશન / ટ્રી-બાઈક બનાવનાર ગણપતિ ભટ્ટે કહ્યું-મારે 30 લાખનો ખર્ચ થયો, પરંતુ હું નફો કમાઈશ નહીં

Interview of tree bike innovator Ganpati Bhatt 
X
Interview of tree bike innovator Ganpati Bhatt 

  • રૂ. 75000માં કંપની પાસેથી ટ્રી-બાઈક ખરીદી શકાશે.
  • મશીનનું અપડેટેડ વર્ઝન બનાવ્યુ, હવે વરસાદમાં પણ વૃક્ષ ઉપર ચઢી શકાશે.
  • ટૂ-સ્ટ્રોક એન્જિનવાળા મશીનનું વનજ 28 કિલો. 80 કિલો વજન વાળી વ્યક્તિ 30 સેકન્ડમાં વૃક્ષની ઉંચાઈ સુધી પહોંચી શકશે.

Divyabhaskar.com

Aug 23, 2019, 04:16 PM IST

ડીબી ઓરિજિનલ ડેસ્ક: કર્ણાટકના સાજિપામુડા ગામમાં રહેનાર ખેડૂત ગણપતિ ભટ્ટે એક ટ્રી-બાઈક બનાવ્યું છે. જેનાથી ઝડપથી અને સુરક્ષિત રીતે ઊંચા વૃક્ષ ઉપર ચડી અને ઊતરી શકાય છે. તેનો ઉપયોગ મહિલા અને પુરુષો બન્ને કરી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી તેમનો વીડિયો એટલો વાયરલ થયો કે બે હજાર લોકો મશીનના ડેમોન્સ્ટ્રેશન જોવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાને તો આ ઈનોવેશન એટલું પસંદ પડ્યું કે તેમણે ગણપતિને મોટી ઓફર પણ કરી છે.

ગણપતિ ભટ્ટે ભાસ્કરની મોબાઈલ એપ સાથે વાતચીત કરતા ટ્રી-બાઈક બનાવવાનો તેનો અનુભવ શેર કર્યો હતો. સાથે એ પણ જણાવ્યું કે તેનો આગળનો પ્લાન શું છે.
 

આ રીતે દેશની પહેલું ટ્રી-બાઈક બન્યું

1. કેવું છે આ મશીન

ગણપતિ ભટ્ટે ભાસ્કરની મોબાઈલ એપ સાથે વાતચીત કરતા ટ્રી-બાઈક બનાવવાનો તેનો અનુભવ શેર કર્યો હતો. સાથે એ પણ જણાવ્યું કે તેનો આગળનો પ્લાન શું છે.

2. આ રીતે દેશની પહેલું ટ્રી-બાઈક બન્યું

દક્ષિણ ભારતમાં સોપારી અને નારિયેળની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ફળને તોડવા માટે વૃક્ષ ઉફર ચઢવાનું કામ હંમેશા મુશ્કેલ હોય છે. કારણે કે આ વૃક્ષ એકદમ સીધા ઊંચા, સીધા અને લપસણા હોય છે. આ વૃક્ષ ઉપર કુશળ મજૂર પણ સરળતાથી ચડી શકતો નથી. આ કારણે ખેડૂતો આની ખેતી કરતા ખચકાય છે. આ વૃક્ષો ઉપર સરળતાથી ચઢવા માટે ગણપતિએ એવી બાઈક બનાવી છે જે પેટ્રોલથી ચાલે છે અને સુરક્ષિત રીતે 80 કિલોના વ્યક્તિને માત્ર 30 સેકન્ડમાં 100 ફૂટ ઉંચાઈ સુધી પહોંચાડી દે છે.
 

3. કેવી રીતે આઈડિયા આવ્યો?

ગણપતિ કહે છે કે મારે ખુદને 15 એકરમાં સોપારીનું વાવેતર છે. મારી પાસે 10 હજાર સોપારીના વૃક્ષ છે. આ વૃક્ષ ઉપર ફળને તોડવાનું હોય કે દવાનો છંટકાવ કરવો હોય તેમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વરસાદી માહોલમાં વધારે મુશ્કેલી પડતી હતી. આ કામ માટે મજૂર મળતા ન હતા. આના લીધે ખેડૂતો પરેશાન થઈ જતા હતા. આ સમસ્યાનું સમાધાન જરૂરી હતું તેમાંથી આ મશીન બનાવવાનો આઈડિયા આવ્યો.
 

4. કેટલો ખર્ચ કરવો પડ્યો?

ગણપતિ કહે છે કે હું છેલ્લા ઘણા વર્ષોથી આ આઈડિયા ઉપર કામ કરી રહ્યો હતો. ઊંચા વૃક્ષ ઉપર ચઢવાની વાત હતી અને તેમાં જીવનું પણ જોખમ હતું. એટલા માટે મે આરએન્ડી કરવામાં લગભગ 30 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બાઈકના ટાયરને લઈને બ્રેક સુધીની દરેક વસ્તુની વારંવાર ચકાચણી કરી. અલગ અલગ કંપનીની વસ્તુઓનો ઉપયોગ કર્યો. ત્રણ વર્ષ સુધી આ ચાલ્યું પછી યોગ્ય મશીન બન્યું. મેં 20196માં મશીનનું ઉત્પાદન ચાલું કર્યું હતું. હવે તેનો ખર્ચ પણ ઓછો થઈ ગયો છે અને ખેડૂત તેને 75000માં ખરીદી શકે છે. 

5. મશીનની ખાસિયત શું છે?

મશીનનું વજન 28 કિલો છે અને તેમાં ટૂ-સ્ટ્રોક એન્જિન છે. તેમા સેફ્ટી બેલ્ટ પણ છે. 80 કિલો વજન ધરાવતી કોઈપણ વ્યક્તિ 30 સેકન્ડમાં વૃક્ષની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. 100 ફૂટની ઊંચાઈ સુધી મશીન જઈ શકે છે. મશીનમાં શોક એબ્જોર્વર સાથે હાઈડ્રોલિક ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમા એન્જિન સ્લિપ પણ થઈ જાય તો કોઈ જોખમ નથી.
 

6. એક લીટરમાં બાઈક કેટલું ચાલે છે?

ઈન્જિન પેટ્રોલથી ચાલે છે. એક લીટર પેટ્રોલ સાથે 40 મિલી ઈન્જિન ઓઈલ નાખવું પડે છે. એક લીટરમાં 80 વૃક્ષ ઉપર ચડી શકાય છે. કેટલું પેટ્રોલ વપરાશે તે મશીન ચલાવનાર વ્યક્તિના વજન ઉપર આ નિર્ભર કરે છે. 70 કિલોવાળી વ્યક્તિ એક લીટરમાં 80થી 90 વૃક્ષ ઉપર ચડી શકે છે. 


 

7. કેટલી ક્ષમતા છે?

સામાન્ય રીતે એક વૃક્ષ ઉપર ચઢવા માટે મજૂર બે હજાર રૂપિયા લે છે અને એક દિવસમાં તે 35થી 40 વૃક્ષ ઉપર ચડી શકે છે. આ હિસામે મશીન પરવડે તેવું છે. મશીનમાં હાઈડ્રોલિક ડ્રમ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. જેને સ્કૂટરની જેમ હેન્ડલ કરી શકાય છે. પેટ્રોલની સ્થિતિ બતાવવા માટે તેમાં એન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે.
 

8. નફો કેટલો રહેશે?

ગણપતિએ જણાવ્યું હતું કે આનું બિઝનેસ હેતુસર ઉત્પાદન કરવા માટે ખાનગી કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. કંપનીમાં કામ કરનાર વ્યક્તિ મારો મિત્ર છે. કંપનીએ આને બનાવીને વેચવાનું શરુ કરી દીધું છે. મારે આનાથી કોઈ નફો કમાવો નથી. હું આનું અપડેટેડ અને વધારે ક્ષમતાવાળું વર્ઝન તૈયાર કરી ચૂક્યો છું. વરસાદી માહોલમાં પણ આ બાઈકથી વૃક્ષ ઉપર ચડી શકાય છે.

 

 

9. ભવિષ્યમાં શું પ્લાન છે?

ગણપતિએ કહ્યું હતું કે હવે હું નારિયેળના વૃક્ષ ઉપર ચડી શકાય તે મશીન ઉપર કામ કરી રહ્યો છઉં. નવા મોડલની આરએન્ડડી 80% ટકા પૂરું થઈ ગયું છે. ટૂંક સમયમાં તેને પણ બધા લોકો સામે રજૂ કરીશ. હું ખેડૂતોને લાભ કરાવવા ઈચ્છું છું. મેં કંપની સાથે એક શરત ઉપર કરાર કર્યો છે કે આ મશીનની ગુણવતા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી