તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Interview Between PM Modi And Portuguese President Marcelo Rebale Signs Significant Agreement

પીએમ મોદી અને પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલે વચ્ચે મુલાકાત, મહત્વના કરાર પર હસ્તાક્ષર થયા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવાર સાંજે પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.
  • પોર્ટુગલના રાષ્ટ્રપતિ તેમની ભારત યાત્રા દરમિયાન મહારાષ્ટ્ર અને ગોવા જશે.

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સલો રેબેલો ડી સોસા અને પીએમ મોદીએ હૈદરાબાદમાં મુલાકાત કરી છે. પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારત અને પોર્ટુગીઝ વચ્ચે ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા ભારતની ચાર દિવસીય મુલાકાતે છે.
 
વડાપ્રધાન મોદી અને માર્સેલો રેબેલો વચ્ચે વેપાર અને રોકાણ સહિત ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો ગાઢ કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. માર્સેલો રેબેલો ડી સૂસાએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તે 16 ફેબ્રુઆરી સુધી ભારતની રાજકીય મુલાકાતે છે.
 

પોર્ટુગીઝના રાષ્ટ્રપતિ સાંજે રામનાથ કોવિંદને મળશે
અધિકારીઓએ જણાવ્યું કે, પીએમ મોદી અને પોર્ટુગલના રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીતમાં વેપાર, રોકાણ અને શિક્ષણના ક્ષેત્ર સહિત દ્વિપક્ષીય સંબંધના મુદ્દાઓને આવરી લેવાયા હતા. સોસા એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધમંડળ સાથે પીએમને મળવા પહોંચ્યા હતા. સવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સત્તાવાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવાર સાંજે પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. તેમના સન્માનમાં આજે સાંજે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. પોર્ટુગલના રાષ્ટ્રપતિ તેમની ભારત યાત્રા દરમિયાન મહારાષ્ટ્ર અને ગોવા જશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો