• Home
  • National
  • Internet crime has increased by 457% in 5 years, people are taking cyber insurance

એલર્ટ / ઈન્ટરનેટને લગતા ગુના 5 વર્ષમાં 457% વધ્યા, લોકો સાઈબર વીમો લઈ રહ્યા છે

Internet crime has increased by 457% in 5 years, people are taking cyber insurance

  • પૈસા અને પ્રાઈવેસી બચાવવાની પદ્ધતિ દર્શાવતો રિપોર્ટ 
  • RBIનો દાવો- નેટ સંબંધિત બેંકિંગ ફ્રોડ 9 ટકા ઓછા થયા

Divyabhaskar.com

Nov 03, 2019, 12:30 AM IST
કુમુદ દાસ, મુંબઈ: ઈન્ટરનેટના કારણે પૈસા અને પ્રાઈવેસી બંને ખતરામાં છે. હાલમાં જ આવેલા બે સમાચારે આ ચિંતામાં ઓર વધારો કર્યો છે. સિંગાપોરની સંસ્થા ગ્રૂપ આઈબીએ ઘટસ્ફોટ કર્યો છે કે, અત્યાર સુધી આશરે 12 લાખ ભારતીયોનો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ડેટા ચોરાયો છે. વ્હોટ્સએપ થકી પણ 1,400 લોકોની જાસૂસી કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દે ભાસ્કરે જાણ્યું કે, આ પ્રકારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેનાથી કેવી રીતે બચી શકાય એમ છે. એસોચેમ-એનઈસીના એક તાજા અહેવાલમાં 2011થી 2016 સુધીના પાંચ વર્ષમાં સાઈબર ગુનામાં 457%નો વધારો થયો છે, જે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ નોંધાયેલા છે. જોકે, સાઈબર ગુનામાં બેંકિંગ સંબંધિત ગુના બે વર્ષ પહેલા સુધી બમણા થયા હતા, પરંતુ છેલ્લા થોડા સમયમાં તેમાં ઘટાડો થયો છે.
આરબીઆઈના રિપોર્ટ પ્રમાણે, 2016-17માં 1,372 સાઈબર ગુનાના મામલા સામે આવ્યા હતા. તે કુલ રૂ. 42.3 કરોડના હતા, જ્યારે 2017-18માં તે વધીને 2,059 મામલા થયા, તે રૂ. 109.6 કરોડના હતા. 2018-19માં તેમાં ઘટાડો થયો છે. આ વર્ષે રૂ. 71.3 કરોડના 1,866 સાઈબર ગુના નોંધઆયા છે, જે પાછલા વર્ષથી નવ ટકા ઓછા છે. જુદી જુદી રીતે વધતી સાઈબર ચોરીના કારણે હવે આ ક્ષેત્રમાં પણ લોકો વીમાનું રક્ષણ લઈ રહ્યા છે.
કોઈ પણ એપ્સનો ઉપયોગ કરતી વખતે આ સાવધાની રાખો
તમે જે કોઈ ઓનલાઈન પ્રવૃત્તિ કરો છો, કંપનીઓ તેની પ્રોફાઈલ સેવ કરી લે છે. તે હેક થાય ત્યારે તમારો ડેટા પણ થર્ડ પાર્ટી પાસે જતો રહે છે. સાઈબર સુરક્ષા એક્સપર્ટ અભિષેક ઘાભઈ કહે છે કે, તમારે કેવી સાવધાની સાથે એપ્સનો ઉપયોગ કરવો જોઈએ.
થર્ડ પાર્ટી એપને તમારો ડેટા લેતા રોકો
કેવી રીતે ડેટા લે છે? - મેપિંગ એપ્લિકેશન, કેબ બુકિંગ એપ, ફૂડ એપ વગરે સતત લોકેશન રેકોર્ડ કરે છે. બ્રાઉઝર પર સર્ચ અને શોપિંગ હિસ્ટરી પણ હોય છે. વાઈફાઈ કનેક્શન હોય તો સિગ્નલ સ્ટ્રેન્થ, બ્લૂટૂથની માહિતી અને ફોન બેટરી કેટલી ચાર્જ છે તે માહિતી પણ ગૂગલ વાંચી લે છે.
કેવી રીતે બચવું? - ડેટાને ગૂગલ પરથી હટાવવા માટે myactivity.google.com પર જાઓ. ત્યાં જઈને તમે એક્ટિવિટી ડેટા હટાવી શકો છો. એવી જ રીતે, ગૂગલ મેપ્સમાં સેટિંગ ટેબમાં personal contentમાં જઈને લોકેશન હિસ્ટરી ઓફ કરી શકો છો અને જૂની માહિતી ડિલીટ પણ કરી શકો છો. ગૂગલ થકી અનેક થર્ડ પાર્ટી એપ ડેટા લેવાનો પ્રયાસ કરે છે, જેને જાણતા-અજાણતા અધિકૃત કર્યું હોય છે. તેને ડિલીટ કરવા myaccount.google.comમાં જાઓ. સિક્યોરિટી ટેબ પર ક્લિક કરો અને થર્ડ પાર્ટી એક્સેસસ પર ક્લિક કરીને એપનું એક્સેસ લિમિટેડ કરી દો.
ફેસબુક IDથી અન્ય વેબસાઈટ પર ના જાઓ
કેવી રીતે ડેટા લે છે? - સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ સૌથી સરળતાથી ડેટા ભેગો કરે છે. તમે તમારી બેઝિક માહિતી સિવાય મિત્રો, પોતાના વિચારો, બિઝનેસ, નોકરી અને પરિવાર સંબંધિત માહિતી ઓનલાઈન શેર કરો છો.
કેવી રીતે બચવું? - સોશિયલ મીડિયા પર બિનજરૂરી અંગત માહિતી શેર ના કરો. ફેસબુકના સિક્યોરિટી સેટિંગમાં જઈને તમારી પોસ્ટ જોનારાની યાદી સીમિત કરી શકો છો. અજાણી વ્યક્તિને ફ્રેન્ડ ના બનાવો. સામાન્ય સિક્યોટિરી સવાલના જવાબમાં કે કોઈ પોસ્ટમાં આઈડી, બેંક ડિટેલ્સ, એડ્રેસ વગેરે ના આપો. કોઈ થર્ડ પાર્ટી વેબસાઈટ પર ફેસબુક આઈડીથી લોગ-ઈન ના કરો. લોગ-ઈન સિક્યોરિટી માટે two factor authenticationનો ઉપયોગ કરો. એ‌વી જ રીતે, થર્ડ પાર્ટી એપ તમારો ડેટા જોઈ રહી છે તે જોવા ફેસબુક સેટિંગમાં જઈને જુઓ. શેર કરવું જરૂરી ના હોય તો તે હટાવી દો. ત્યાં તમારું લોકેશન શેરિંગ બંધ કરી શકો છો.
વેબસાઈટ સર્ચ કરતી વખતે કુકીઝ માટે ‘ઓકે’ ના કરો
કેવી રીતે ડેટા લે છે? - તમે ઓનલાઈન કંઈ પણ સર્ચ કરો ત્યારે ઈન્ટરનેટ કુકીઝ (ઈન્ટરનેટ કુકીઝ તમામ વેબસાઈટના પેજ પર એક પ્રોગ્રામ સેટ હોય છે) સર્ચને સેવ કરી લે છે. તે પ્રમાણે તમને સર્ચ સંબંધિત જાહેરખબરો બતાવવાનું શરૂ થઈ જાય છે.
કેવી રીતે બચવું? - જ્યારે આપણે કોઈ વેબસાઈટ ખોલીએ ત્યારે પોપ-અપમાં કુકીઝ માટે ‘એક્સેપ્ટ’ ઓપ્શન ઓ છે. જરૂરી ના હોય તો તે ‘ઓકે’ ના કરો. આ સાથે network advertising initiative (NIA)ની વેબસાઈટ પર જઈને તમે કુકીઝને પોતાનો ડેટા સેવ કરવા અને જોવાથી રોકી શકો છો. આ માટે તમે http://optout.networkadvertising.org પર જઈને થર્ડ પાર્ટી કુકીઝની ટ્રેકિંગથી છુટકારો મેળવી શકો છો.
X
Internet crime has increased by 457% in 5 years, people are taking cyber insurance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી