પોલિટીકલ ફન્ડિંગ / મોંઘવારી પ્રજાને નડે છે, નેતાઓને નહિઃ ભાજપે એક વર્ષમાં 1000 કરોડ ખર્ચ્યા, TMCની કમાણીમાં 3600%નો વધારો

Inflation hinders people, not leaders: BJP spends 1000 crores a year, TMC earnings increase 3600%

  • વર્ષ 2018-19માં 6 પક્ષોએ અળઢક કમાણી કરી, TMCની આવકમાં વધારો
  • 6 પક્ષોની કુલ કમાણીના 65% જેટલી આવક એકલા ભાજપની

Divyabhaskar.com

Jan 15, 2020, 07:46 PM IST

નવી દિલ્હીઃ દેશનો માથાદીઠ વિકાસ દર ઘટે, ફૂગાવો વધે, લોકોના પગાર ઘટે પરંતુ રાજકીય પક્ષોના તાગડધિન્ના પર કોઈ ફરક પડવાનો નથી. કારણ કે, એક સ્વૈચ્છિક સંસ્થાના અહેવાલ મુજબ મોટાભાગના રાજકીય પક્ષોની આવકમાં તોતિંગ વધારો થયો છે. એસોસિએન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ પ્રમાણે, નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કમાણીમાં 166 ટકાનો વધારો થયો છે અને હવે આ 6 પક્ષોની કુલ કમાણી વધીને 3698 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. કુલ કમાણીમાં સૌથી આગળ ભાજપ છે. જો કે, એક વર્ષની અંદર સૌથી વધારે કમાણી કરનાર પક્ષ તૃણમૂલ કોંગ્રેસ છે.

6 રાજકીય પક્ષોની કમાણી 3698 કરોડમાંથી એકલાં ભાજપની કમાણી 2410 કરોડ રૂ. છે, જે તમામ પક્ષોની કમાણીના 65.15 ટકા છે. નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 વચ્ચે 6 રાજકીય પક્ષ (ભાજપ, કોંગ્રેસ CPM,તૃણમૂલ કોંગ્રેસ અને CPI)ની કમાણીમાં 2308.92 કરોડનો વધારો થયો છે. જેમાંથી 52 ટકા એટલે 1931.43 કરોડ રૂપિયા ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આવ્યા છે.

કઈ પાર્ટીની કેટલી કમાણી

  • 2014થી કેન્દ્રમાં સત્તા ધરાવતા ભારતીય જનતા પક્ષે 2018-19 નાણાંકીય વર્ષ દરમિયાન તેમની કુલ આવક 2410.08 કરોડ રૂપિયા જાહેર કરી છે. આ રકમમાંથી પાર્ટીએ 41.71 ટકા એટલે કે 1005.33 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
  • કોંગ્રેસને આ વર્ષ દરમિયાન 918.03 કરોડ રૂપિયાની કમાણી થઈ છે, જેમાં પાર્ટીએ 51.19 ટકા એટલે કે 469.92 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.
  • મમતા બેનર્જીની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસને એક વર્ષમાં 192.65 કરોડ રૂપિયાની કમાણી થઈ છે, જેમાંથી પાર્ટીએ 11.50 કરોડનો ખર્ચ કર્યો છે, જે કમાણીના 5.97 ટકા છે.
  • ડાબેરી પક્ષ CPMએ નાણાંકીય 2018-19 દરમિયાન તેની આવક 100.96 કરોડ રૂપિયા જાહેર કર્યા છે અને તેમને આમાંથી 75 ટકાથી વધારે ખર્ચ કર્યા છે, જે 76.15 કરોડ રૂપિયા છે.
X
Inflation hinders people, not leaders: BJP spends 1000 crores a year, TMC earnings increase 3600%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી