ઉપલબ્ધિ / ભારતીય મૂળના અર્જુન બંસલ અને અંકિતિ બોસ ફોર્ચ્યૂનની 40 અંડર 40 લિસ્ટમાં સામેલ

અર્જુન બંસલ અને અંકિતિ બોસ
અર્જુન બંસલ અને અંકિતિ બોસ
X
અર્જુન બંસલ અને અંકિતિ બોસઅર્જુન બંસલ અને અંકિતિ બોસ

  • અર્જુન ટેક કંપની ઇન્ટેલમાં વાઇસ પ્રેસિડન્ટ, અંકિતિ ફેશન સ્ટાર્ટઅપ જિલિંગોની સીઇઓ અને કો-ફાઉન્ડર
  • અમેરિકાની આ મેગેઝિન દર વર્ષે વેપારજગતના 40 સૌથી પ્રભાવશાળી યુવાઓનું લિસ્ટ જાહેર કરે છે

Divyabhaskar.com

Oct 08, 2019, 03:34 PM IST

ન્યૂયોર્ક: ભારતીય મૂળના અર્જુન બંસલ(35) અને અંકિતિ બોસ(27)એ ફોર્ચ્યૂનની 40 અંડર 40 ગ્લોબલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. અર્જુન અમેરિકાની ટેક કંપની ઇન્ટેલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર એન્ડ એઆઇ લેબના વાઇસ પ્રેસિડન્ટ છે. અંકિતિ ફેશન પ્લેટફોર્મ જિલિંગોની સીઇઓ અને કો-ફાઉન્ડર છે. ફોર્ચ્યૂન પત્રિકા દર વર્ષે વેપારજગતના 40 સૌથી પ્રભાવશાળી યુવાઓનું લિસ્ટ જાહેર કરે છે. 

ઇન્ટેલે અર્જુનના સ્ટાર્ટઅપને 35 કરોડ ડોલરમાં ખરીદ્યું હતું

ફોર્ચ્યૂન પ્રમાણે અર્જુનની ટીમમાં 100 લોકો છે જે અમેરિકા, ઇઝરાયલ અને પોલેન્ડમાં ઇન્ટેલના આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સથી જોડાયેલું કામકાજ જોવે છે. ઇન્ટેલના મુખ્ય એઆઇ પ્રોજેક્ટ્સમાં અર્જુનના સ્ટાર્ટઅપ નેરવાના દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશેષ કોમ્પ્યુટર ચીપ પણ સામેલ છે. ઇન્ટેલે 2016માં 35 કરોડ ડોલર(વર્તમાન ભાવ પ્રમાણે 2485 કરોડ રૂપિયા)માં નેરવાનાને ખરીદ્યું હતું. 

અંકિતિએ ચાર વર્ષ પહેલા જિલિંગોની શરુઆત કરી હતી. જિલિંગો દક્ષિણ-પૂર્વ એશિયાના નાના વેપારીઓને તેમના પ્રોડક્ટ વેચવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. તેનું હેડક્વાર્ટર સિંગાપોરમાં છે. અંકિતિના મગજમાં જિલિંગોનો આઇડિયા ત્યારે આવ્યા જ્યારે તે 2013માં રજા ગાળવા થાઇલેન્ડ ગઇ હતી. તેણે નોટિસ કર્યું કે ત્યાં કોઇ ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હતું. 
 

3. જિલિંગો 1 અરબ ડોલરના વેલ્યુએશનની નજીક


જિલિંગોએ ફેબ્રુઆરીમાં 1604.6 કરોડ રૂપિયાની ફન્ડિંગ મેળવી હતી. કંપનીનું વેલ્યુએશન 1 અરબ ડોલરની આસપાસ છે. ફોર્ચ્યૂન પ્રમાણે ગત વર્ષ સુધી 1 અરબ ડોલર વેલ્યૂએશન વાળા વિશ્વના સ્ટાર્ટઅપમાં માત્ર 10 ટકાની ફાઉન્ડર મહિલા હતી. જિલિંગોની ફાઉન્ડર અંકિતિ બોસ પણ આ ક્લબમાં સામેલ થવાની છે. 


ફોર્ચ્યૂન લિસ્ટમાં સામેલ 40 યુવા લોકોમાં 19 મહિલાઓ છે. તેમાં એમેઝોનની વોઇસ યૂઝર ઇન્ટરફેસ ડિઝાઇનર અલીસન એટવેલ(31) અને પેપ્સીકોની બબલી બ્રાન્ડની ડાયરેક્ટર ઓફ માર્કેટિંગ મૈરિસા બાર્ટનિંગ પણ સામેલ છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી