તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Indian Navy Naval Light Combat Aircraft Fighter Jet Tejas Latest News Updates; LCA Tejas Successful Arrested Landing In Goa

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજસનું INS વિક્રમાદિત્ય પર અરેસ્ટેડ લેન્ડિંગ, યુદ્ધના જહાજ પર લેન્ડ થનારુ પહેલું સ્વદેશી લડાકુ વિમાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ડીઆરડીઓ પ્રમાણે કમાન્ડર જયદીપ માવલંકરે અરેસ્ટેડ લેન્ડિંગ કરાવ્યું
 • આ લેન્ડિંગ પછી નેવી માટે ડબલ એન્જિન તેજસને વિકસિત કરવાનો રસ્તો સાફ

નવી દિલ્હી: ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજસે શનિવારે પહેલીવાર નેવીના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય પર સફળ અરેસ્ટેડ લેન્ડિંગ કર્યું છે. રક્ષા શોધ અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કમાન્ડર જયદીપ માવલંકરે આ લેન્ડિંગ કરાવ્યું છે. તેનાથી નેવીની ઓન ડેક ઓપરેશનની ક્ષમતાઓ વધી જશે.
આ અરેસ્ટેડ લેન્ડિંગ પછી નેવીની ડબલ એન્જિન તેજસને વિકસીત કરવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આવું પહેલીવખત થયું છે કે, INS પર કોઈ સ્વદેશી લડાકુ વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

તેજસે સપ્ટેમ્બરમાં ટેસ્ટ ફેસિલિટીમાં લેન્ડિંગ કર્યું હતું?
તેજસે ગયા વર્ષે 13 સપ્ટેમ્બરે નેવીમાં સામેલ થવા માટે એક મોટું પરિક્ષણ સફળતાપૂર્વક પુરૂ કર્યું છે. ડીઆરડીઓ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના અધિકારીઓએ ગોવાના દરિયાઈ ટેસ્ટ ફેસિલિટીમાં તેજસનું અરેસ્ટેડ લેન્ડિંગ કરાવ્યું હતું. આ પ્રમાણે લેન્ડિંગ કરવામાં તેજસ દેશનું પહેલું એરક્રાફ્ટ બન્યું છે. આ લડાકુ વિમાનને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઈન કર્યું છે. તેજસ ભારતીય વાયુસેનાની 45મી સ્ક્વાડ્રન ફ્લાઈંગ ડ્રેગર્સનો હિસ્સો છે.

શું છે અરેસ્ટેડ લેન્ડિંગ?
નેવીમાં સામેલ કરવામાં આવનાર વિમાનો માટે બે વાત ખૂબ મહત્વની હોય છે. તેમાં એક હોય છે તેનું ઓછું વજન અને બીજુ હોય છે અરેસ્ટેડ લેન્ડિંગ. ઘણી વાર નેવીના વિમાનોને લડાકુ સબમરીન પર લેન્ડ કરવામાં આવતા હોય છે. કારણકે સબમરીન એક ચોક્કસ વજન ઉપાડવાની ક્ષમતા જ ધરાવે છે. તેથી વિમાનનું વજન ઓછું હોય તે પણ જરૂરી છે. આ સિવાય સામાન્ય રીત યુદ્ધના સબમરીન પર બનાવવામાં આવેલા રનવેની લંબાઈ નિશ્ચિત હોય છે. આ સંજોગોમાં ફાઈટર પ્લેન્સને લેન્ડિંગ દરમિયાન સ્પીડ ઘટાડીને નાના રનવે પર જલદી રોકવું પડે છે. અહીં ફાઈટર પ્લેનને રોકવા માટે અરેસ્ટેડ લેન્ડિંગ કામ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો