• Gujarati News
  • National
  • 325 Indians Returned, A Passenger Said The Agent Was On His Way To Mexico Via Forest

325 ભારતીય સ્વદેશ પરત ફર્યા, એક પેસેન્જરે કહ્યું- એજન્ટે જંગલના રસ્તે મેક્સિકો પહોંચાડ્યો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેક્સિકોએ અમેરિકાની ચેતવણી બાદ 300થી વધુ ભારતીયોને દેશ છોડવા કહ્યું હતું
  • આ વર્ષે મે સુધીમાં અમેરિકા-મેક્સિકોની બોર્ડર પર છ લાખ લોકોને બોર્ડર ઓળંગતા પકડી પાડવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ વિશેષ વિમાન દ્વારા 325 ભારતીય શુક્રવારે સવારે દિલ્હી પહોંચ્યા. આ પહેલા ગુરુવારે મેક્સિકોએ 300થી વધુ ભારતીયોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. મેક્સિકોએ આ નિર્ણય અમેરિકાની ચેતવણી બાદ લીધો હતો. આ તમામ ભારતીયોએ કથિત રીતે છેલ્લા થોડા મહિનામાં ઈન્ટરનેશનલ એજન્ટોની મદદથી ગેરકાયદેસર રીતે મેક્સિકોમાં પ્રવેશ કર્યો હતો, જેથી તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકે.
એરપોર્ટ પહોંચેલા મુસાફરોમાં સામેલ ગૈરવ કુમારે જણાવ્યું કે અમારા એજન્ટે અમને જંગલના રસ્તાથી ત્યાં સુધી પહોંચાડયા હતા. લગભગ બે સપ્તાહ અમે જંગલમાં ચાલ્યા હતા. બાદમાં અમને મેક્સિકોમાંથી કાઢી મૂકવામાં આવ્યા. માત્ર ભારતીયોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા છે, જ્યારે શ્રીલંકા, નેપાળ અને કેમરુનના લોકો હાલ પણ અહીં જ રહી રહ્યાં છે. મેં મારી જમીન, સોનું બધું જ વેચીને 18 લાખ રૂપિયા એજન્ટને ચૂકવ્યા હતા.

ઉત્પાદો પર ટેરિફ વધારી દેશેઃ અમેરિકા
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં મેક્સિકોની બોર્ડર પર ઘુસણખોરી પર લગામ લગાવવા માટે સુરક્ષા વધારવા અંગેની વાત કહી હતી. તેમણે ધમકી આપતા કહ્યું હતું કે જો મેક્સિકો આમ કરતું નથી તો આયાત થનાર ઉત્પાદો પર ટેરિફ વધારવામાં આવશે. બાદમાં મેક્સિકોએ ભારતીયોને દેશ છોડવાનો આદેશ આપ્યો.

જેની પાસે રહેવાની અનુમતિ નથી, તેને પરત મોકલી દેવામાં આવેઃ મેક્સિકો
મેક્સિકોના નેશનલ માઈગ્રેશન ઈન્સ્ટીટયુટ(આઈએનએમ)એ બુધવારે એક નિવેદન બહાર પાડીને આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તે મુજબ જે ભારતીયોની પાસે દેશમાં નિયમિત રૂપથી રહેવાની અનુમતિ ન હતી, તેમને તોલૂકા એરપોર્ટથી નવી દિલ્હી મોકલી આપવામાં આવ્યા. આ લોકોને ઓક્સાકા, કેલિફોર્નિયા, વેરાક્રૂજ, ચિયાપાસ, સોનોરા, મેક્સિકો સિટી, ડુરંગો અને ટેબાસ્કો રાજ્યોમાં ઈમિગ્રેશન અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા.

માઈગ્રેશનના સખ્ત નિયમો છતાં ભારતીયોને મોકલવાનું શકય બન્યું
નિવેદનના જણાવ્યા મુજબ આ કામ પુરું થયું. એશિયાઈ દેશોની એમ્બેસીઓએ ખૂબ જ સારી રીતે કોમ્યુનિકેશન અને કો-ઓર્ડિનેશન કર્યું તે બદલ તેમનો આભાર. આ તમામની મદદથી માઈગ્રેશનના સખ્ત નિયમો છતાં પણ તેમને(ભારત) મોકલવાનું શકય બની શક્યું. ફેડરલ માઈગ્રેશન એજન્ટ્સ અને નેશનલ ગાર્ડના સભ્યોની સાથે તમામને વેરાક્રૂજમાં અકાયુન માઈગ્રેશન સ્ટેશન મોકલવામાં આવ્યા જેથી તેમની ઓળખ થઈ શકે અને સંબધિત જગ્યાઓ પર મોકલવામાં આવી શકે.
2018માં ચાર લાખ લોકો સીમા પાર કરતા પકડાયા
અમેરિકાના કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટક્શના આંકડોઓ મુજબ, 2000માં 16 લાખથી વધુ લોકો સીમામાં ઘુસતા પકડાયા હતા. 2018માં ચાર લાખ લોકો પકડાયા હતા. જોકે આ વર્ષે મે સુધીમાં અમેરિકા-મેક્સિકો બોર્ડર ઓળગતા છ લાખ લોકો પકડાયા છે.

અન્ય સમાચારો પણ છે...